________________
શારદા શિખા તેવા સંગે ઉપસ્થિત થવા દેવાં નહિ. સદા આત્મા સમતા ભાવમાં સ્થિર રહે તેવી જાગૃતિ રાખવા માટે રેડ સિગ્નલ બતાવ્યા કરે. કદાચ ઘરમાં કે સંઘમાં કયાંય તમારું ધાર્યું ન થાય તે એ વિચાર ન કરશે કે હું સંઘને પ્રમુખ છું, મંત્રી છું ને મારું ધાર્યું કેમ ન થાય? ઘરમાં પણ હું મટે છું. હું કહું તેમ બધા કેમ ન કરે? આવું માન ન લાવશે. અહીં તમારું ધાર્યું કદાચ નહિ થાય તે તેની ચિંતા નથી પણ આપણું પરમપિતા મહાવીર પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તેની સાવચેતી રાખજે. જે પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે તેની આજ્ઞાનું સૌ પાલન કરશે. આત્મા મંગલકારી ને પાવનકારી બનશે. પર્યુષણ પર્વની આરાધના અહંનું પિષણ કરવા કે સંસારના સુખ મેળવવા કે દુનિયાના રંગરાગ માટે નથી પણ આત્મામાં રહેલી જતિ પ્રગટ કરવા માટે છે તે માટે સંસારમાં રહેલાં સુમબાદર, ત્રસ અને સ્થાવર એ સર્વ પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખો. પોતાના તરફથીકઈ પણ જીવને દુઃખ થાય તેવું વર્તન કદી કરવું નહિ. હા, બને તે કેઈનું ભલું કરે પણ કેઈનું ખરાબ તે કરવું નહિ. પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ લાવ્યા પછી હૃદયમાં એવી શુભ ભાવના લાવો કે “સવિ જીવ કરું શાસનરસી.” સર્વ જી મહાવીર પ્રભુના શાસનનાં રસિક કેમ બને ? અને જલદી આત્માનું કલ્યાણ કરીને મોક્ષમાં કેમ જાય? આવી ભાવના ભાવે ને જુનાં વેરઝેર ભૂલી જાઓ. અપરાધીના અપરાધને પણ ભૂલી જાઓ. અપકારીઓનાં અપકારને કદી યાદ ન કરે. વેર ઝેર આ જીવને અનંતકાળ સંસારમાં રઝળાવનાર છે. એમ સમજી સાચા આરાધક બની અપરાધી અને નિરપરાધી સંસાર અટવીમાં ભટકતાં સર્વ છે સાથે ખમતખામણું કરી સર્વ જીવનું હિત ઇચ્છી આપણી સાધનાને સુંદર બનાવીએ. આપણું કલ્યાણ કરીએ ને આપણી પાસે આવનાર ક્રોધીમાં ક્રોધી અને વૈરીમાં વૈરી માણસને પણ કલ્યાણના માર્ગે વાળીએ તે આ પર્યુષણ પર્વ ઉજવ્યાં તે સાર્થક ગણાશે.
બંધુઓ! વૈર એ આત્માને વૈરી છે. આ ભવમાં જીવ વૈર લઈને જાય છે તે તેને ભભવમાં કર્મની કરવતથી વહેરાવું પડે છે. ભવભવમાં તેને ભયભીત રહેવું પડે છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે “રાજુબંધો મજાનિ વૈરને અનુબંધ મહાન ભયનું કારણ છે. માટે આપણું જીવન એવું બનાવવું જોઈએ કે સામે મારમાર કરતે કોપીમાં કોધી માણસ આબે ય તે પણ શાંત બની જાય. આપણું જીવન જોઈને સામી વ્યક્તિ સુધરી જાય. વૈરનું વિસર્જન કરી સ્નેહનું સર્જન કરે. જવાળાની જેમ જલતે માણસ શીતળ જળ જે બની જાય. અહીં એક પ્રસંગ યાદ આવે છે.
ચિડમાં એક મહાન કવિ થઈ ગયા. અસલ તે એ ચિતેડના ન હતા પણ ચિતેમાં કેવી રીતે આવ્યા તેમનું મૂળ રહેઠાણ સૌરાષ્ટ્ર હતું. તે બે ભાઈ હતા,