________________
શારદા શિખર સાથે જઈને રાજ્યનાં સુખ ભોગવ. શાંતનુ રાજા જેવા પિતા તારા વિના બીજાને મળવા દુર્લભ છે. તેમજ તારા જે પુત્ર પણ શાંતનુ રાજા સિવાય બીજાને મળ. -દુર્લભ છે.
માતાનો વિયેગ હું નહિ સહન કરી શકું :- ગાંગેયકુમાર કહે છે માતા ! મેં તે બાલપણથી તેને જ જોઈ છે. મારી માતા કે પિતા જે કહું તે તું જ છે, મને તારા વિના ગમે નહિ. માટે મને તારા ચરણકમળથી દૂર ન કરીશ. મારાથી તારે વિયેગ સહન નહિ થાય. ત્યાં હું હે માતા ! એમ કહીને કેને બોલાવીશ? તારા દર્શન વિના મને શાંતિ નંહિ થાય. તું તો કેવી કે મળ છે ને મને મોકલવા માટે આટલી કઠેર કેમ બની ગઈ ? આટલું બોલતાં ગાંગેયની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા. પુત્રના સ્નેહને વશ થયેલી ગંગાદેવીનું હૈયું ભરાઈ આવ્યું પણ હૃદય કઠણ કરી પુત્રનાં આંસુ લૂછતાં બોલી કે હે પુત્ર ! તારા જેવા પરાક્રમી અને ધૈર્યવાન પુત્રને આમ રડવું શોભે છે? મારા ઉદરમાં આળોટીને આવે કાયર કેમ બને છે? મારે તે હવે અહીં રહી માત્ર ધર્મારાધના કરવી છે પણ તારે તે તારા પિતાની સાથે જઈને તેમની સેવા કરવાની છે. તારા જે પુત્ર વૃધ્ધ પિતાની સેવા નહિ કરે તે બીજે કેણ કરશે ? વળી તું સાથે જઈશ એટલે તારા પિતાને તારા પ્રત્યે એટલે બધે પ્રેમ વધશે કે તું મને પણ ભૂલી જઈશ. આ રીતે ગાંગેયકુમારને ખૂબ સમજાવીને એના પિતા સાથે મોકલ્યા.
પુત્ર પિતાને હલકે કરેલ ભાર” સમજાણું ! આવી હતી ગંગાદેવી. પિતે પવિત્ર હતી તે તેને પુત્ર પણ કે પવિત્ર બન્યા ! શાંતનુ રાજાને આ પુત્ર મળવાથી પિતે કૃતકૃત્ય બની ગયો. તેણે રાજ્યનો સમગ્ર ભાર ગાંગેયને સોંપી દીધો. ગાંગેયકુમારે બધો વહીવટ સંભાળી પિતાને ભાર હળવે કર્યો. એક વખત એક માછીમારની પુત્રીને જોઈને શાંતનુ રાજાને તેની સાથે પરણવાની ઈચ્છા થઈ. શાંતનુ રાજાએ તે માછીમાર પાસે તેની કન્યા સત્યવતીની માંગણી કરી. ત્યારે માછીએ કહ્યું કે મારી પુત્રી ખુશીથી પરણવું પણ તમારો પુત્ર ગાંગેયકુમાર તે કેવો પરાક્રમી છે. એને રાજ્ય મળે ને પછી તેને સંતાનોને પરંપરાગત રાજય મળે. પણ મારી પુત્રીને સંતાન થાય તેની તે કોઈ કિંમત ન રહે. માટે હું મારી પુત્રીને નહિ પરણાવું. ગાંગેયકુમારને એ વાતની ખબર પડતાં તેણે કહ્યું-ભાઈ! મારા પિતાને સુખ થાય તે માટે હું આજથી બ્રહ્મચર્યની ભીષણ પ્રતિજ્ઞા કરું છું. મને રાજ્યને મોહ નથી. તમારી પુત્રીને જે પુત્ર થશે તેને રાજ્ય મળશે. માટે ખુશીથી મારા પિતા સાથે સત્યવતીને પરણાવો. હું તેને મારી ગંગામાતા જેવી માનીશ. આ વખતે દેની સાક્ષીએ ગાંગેયકુમાર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. ત્યારે આકાશમાંથી સુગંધિત પુષેિની વૃષ્ટિ થઈ, પછી સત્યવતી સાથે શાંતનુ રાજાએ લગ્ન કર્યું.