________________
પારદા શિખર જલ્દી મોક્ષમાં જવાની લગની લાગે છે તે કર્મનાશક સાધુ ધર્મને સ્વીકાર કરે છે. સંયમ લઈને પાલન કરવાથી જીવ જલદી આઠ કર્મોને ક્ષય કરીને મેક્ષમાં જાય છે.
“અરિંજય રાજાને વૈરાગ્ય અને દીક્ષા: સંતના મુખેથી કર્મનું ને ધર્મનું સ્વરૂપ સાંભળીને રાજાને સંસાર અસાર લાગ્યો. તેમણે મુનિને કહ્યું- હે ગુરૂદેવ ! આપે મને ધર્મનું ને કર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું. તેથી મારું જીવન ધન્ય બની ગયું. મને સંસારની અસારતા સમજાઈ. ખરેખર ! આ સંસાર સ્વાર્થને ભરેલ છે. જે પ્રમાણે ઈન્દ્રનું ધનુષ્ય પાંચ વર્ણનું હોય છે તેમ સ્વજન અને સબંધીની વાતે અને વિચાર પણ ભિન્ન ભિન્ન હોય છે. જેમ વીજળીને ચમકારે ક્ષણવારમાં વિલીન થઈ જાય છે તેમ આ સંપત્તિ પણ ચંચળ છે. શરીર નાશવંત છે. અને પાંચે ઈન્દ્રિઓના ભેગ રેગ ઉત્પન્ન કરનાર છે. માટે હવે મને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો છે. માટે હું ઘેર જઈને મારા પુત્રને રાજ્યને ભાર સોંપી આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે મુનિએ કહ્યું–મહારાજા ! તમારી ભાવના ઉત્તમ છે. સારા કાર્યમાં વિલંબ ન કરે. જે એક દિવસ પણ દીક્ષા પાળે છે તેમાં કંઈક જીવે મોક્ષગામી બની જાય છે અથવા કંઈક વૈમાનિક દેવ બને છે. દીક્ષા વિના ત્રણ કાળમાં સિદ્ધિ નથી. મુનિના ચરણમાં નમસ્કાર કરી સંવેગરસનો આનંદ માણતા રાજા પોતાને ઘેર પહોંચ્યા. પુત્રને રાજ્ય સોંપી રાજાએ ખૂબ ધામધૂમપૂર્વક પોતાના સ્વજને સાથે દીક્ષા લીધી. રાજાએ દીક્ષા લીધી ત્યારે સાગરદત્તશેઠ અને શેઠાણીના મનમાં થયું કે અહો ! આપણુ મહારાજાએ આવું મોટું રાજ્ય છેડીને દીક્ષા લીધી તે આપણે શા માટે સંસારમાં બેસી રહેવું જોઈએ. હવે બંને પુત્રો મેટા થયાં છે. તેમને પરણાવી દીધા છે વહેપાર અને વ્યવહારમાં પણ કુશળ છે. હવે આપણું જવાબદારી પૂરી થાય છે. તે તેના માટે સંસારના બેસી રહેવું છે ? સંતની વાણી સાંભળીને હદયયમાં વૈરાગ્યને રંગ લાગ્યા તેથી દીક્ષા લેવા તૈયાર થયા.
વાણુ સુનકે શેઠ તુરત હી, ત્યાગ દિયા સંસાર,
દેન સુતને દ્વાદશ વૃતકે, શ્રાવક કે લિયે ધાર હૈશ્રોતા. શેઠ-શેઠાણીએ પણ મહેન્દ્રમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. જ્યારે જીવ જાગે છે ને રંગ લાગે છે ત્યારે સંસારના બંધન તૂટતાં વાર લાગતી નથી. જ્યાં સુધી જીવને રંગ નથી લાગતું ત્યાં સુધી અમારે કહેવું પડે છે કે દેવાનુપ્રિયે ! ઉપાશ્રયે આવે, સામાયિક કરે, તપ-ત્યાગ કરે. જુઓ, રાજા-રાણું તથા શેઠ-શેઠાણીએ એક વખત ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. કેવા એ હળુકમી છો હશે ! પણ આ મારા ભાઈઓને એક દિવસ ઘર છેડીને દશમું વ્રત કરવાનું કહીએ છીએ પણ મન થતું નથી. એમને ગૌચરી જતાં શરમ આવે છે. જ્યાં કર્મને તેડવાનું કાર્ય છે ત્યાં જીવને શરમ આવે છે. પણ કર્મબંધનને કાર્ય કરતાં જીવને શરમ નથી આવતી?