________________
પર
શારદા શિખર શરીર પલામાં મૂકી દે છે ને શું બોલે છે ? લે, આ આખા શરીરથી તારું પેટ ભર પણ પારેવાને મારીશ નહિ.
બંધુઓ! અહીં આપણે એ સમજવું છે કે પિતાના શરીરમાંથી માંસના ટુકડે ટુકડા કાપીને ત્રાજવામાં મૂકતા ગયા હશે તે સમયે તેમની ભાવના અને વિચારણા કેવી સુંદર હશે કે ભયંકર પીડા પોતે હોંશથી ઉભી કરીને હસતે મુખડે સહન કરતા ગયા. તેમની સામે તે ફક્ત એક બાજપક્ષી છે. બાજ એટલે સામાન્ય પંખી અને આ તે પિતે મોટા રાજા હતા. તે તેઓ શું એક પંખીને ધુત્કારીને ન કહી શક્ત કે બીજા નિર્દોષ, બિનઅપરાધી જીવની હિંસા કરવાવાળા બાજ તું અહીંથી ચાલ્યો જા. શું હું મારા શરણે આવેલા પારેવાની તને હિંસા કરવા દઉં? એ કદી નહીં બને. તું અહીંથી દૂર ભાગી જા. આ રીતે શા માટે ન ધૂતકાર્યું? કદાચ આપ કહેશે કે બાજ પંખી હોવા છતાં મનુષ્યની ભાષા બોલે છે. એટલે તેના ઉપરથી રાજાએ અનુમાન કર્યું હશે કે આ પક્ષી નહિ પણ કઈ દેવાયા હશે તેથી ન ધૂત્કાર્યા હોય. તે હું આપને કહું કે તે રાજા ભલે તેને ધૂતકારે નહિ પરંતુ તે સ્પષ્ટ શબ્દમાં તેને ઈન્કાર તે કરી શકે ને કે મારા શરણે આવેલું પારેવું તને કયારે પણ નહિ મળે. આ માલ તારે કંઈ થડે છે ? મારા શરણે આવ્યું છે ને મારે તેનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. આ રીતે ઈન્કાર તે ન કર્યો પણ ઉપરથી પિતાના દેહનું બલીદાન દઈને બાજપક્ષીને સંતોષવા તૈયાર થયા. અહાહા...શું તેમના દિલની ઉદારતા! શું તેમને દયાભાવ અને કેટલી ન્યાયપ્રિયતા! આજે છે જીવોમાં આવી ઉદારતા, દયા અને ન્યાયનિષ્ઠા! પિતાના દેહનું રક્ષણ કરતાં બીજાનું ભલું થાય તે કરવું છે પણ પિતાનું ગુમાવીને બીજાનું રક્ષણ કરવા કેઈ તૈયાર નથી.
પારેવાની દયા માટે, તેના રક્ષણ માટે ને પિતાનું બલિદાન આપવામાં તેમણે શું વિચારણા કરી હશે? અસાર એવા શરીરને ગુમાવીને દયા, પરોપકારતા સહિષ્ણુતા, ક્ષમા આદિ સારરૂપ કમાવા મળે છે. અનિત્ય અને અસાર દેહથી જે નિત્ય અને ધર્મના સારભૂત દયા સ્વરૂપ આત્મસંપત્તિ પ્રાપ્ત થતી હોય તે તેના જેવી અમૂલ્ય ધન્ય ઘડી બીજી કઈ ? માટે એ તે કમાઈ લેવા દે. એ માટે શરીરને નાશ થાય તે ભલે થાય પણ શરીર જતાં દયાની આત્મ સંપત્તિ તે મળે છે ને? શરીરના નાશે દયારૂપ નિત્ય સંપત્તિ મળતી હોય તે એ કેલસા ગુમાવીને હીરા કમાવા જેવું છે. શરીર તે નાશવંત છે. એક દિવસ તે અગ્નિમાં બળી જવાનું છે. જ્યારે આત્માએ કમાવેલી દયારૂપ સંપત્તિ આમાની સાથે આવવાની. અહાહા...........કેવી સુંદર વિચારધારા! દેહ એ તો પર વસ્તુ છે. આત્માની નથી, કારણ કે શરીર જડપુદ્ગલ છે. ત્યારે આત્મા તે અરૂપી