________________
કારદા મીરખર
શાય ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. માટે એ વિચારજે કે આત્મામાં પ્રવર્તતા ક્રોધ માન-માયા-લભ-રાગ-દ્વેષ વગેરે છેડવા જેવા લાગ્યા છે ખરા? વિષયરાગ, સંસાર સુઓને તથા સ્નેહીજને પ્રત્યેને રાગ જીવને રેવડાવે છે એવું લાગ્યું છે ખરું? (શ્રોતામાંથી અવાજ હજુ નથી લાગ્યું.) તમારા સંસારની તે વાત શું કરું? આજની સરકાર તમારા ઉપર ઈન્કમટેક્ષ, સેલટેક્ષ વગેરે નાંખે છે એટલે એને વિહેપાર, નફો તથા ચેપડા બધું બતાવી દે છે ખરા ? એ મોટા ટેક્ષમાં સપડાઈ ન જાય તે માટે તે કેટલી વ્યવસ્થિત યુક્તિ કરે છે? છતાં આ ખોટું છે તેમ લાગે છે? હા, જે લાગે છે તે એ ધનની માયા, ધનને રાગ છેડવા જેવા લાગ્યા? - તમારા પુણ્યદયે અઢળક સંપત્તિ મળી, મનગમતા સુખ સગવડના સાધનો મળ્યા, પત્ની પણ ખૂબ પ્રેમાળ, આજ્ઞાંકિત અને વિનય વિવેકી મળી તે એના પર :Rાગ વધુ થાય છે ને? એના ઉપર લાગણી વધુ થાય ને? પરંતુ એના પર થત રાગ, મમતા, અને આસક્તિ છોડવા જેવા લાગે છે? એવું ન લાગે પણ ઉપરથી શું કહે ? આવી સદ્ગુણી પતની ઉપર તે સ્નેહ રાખવું જોઈએ ને ? જ્ઞાની અહીં એ સમજાવે છે કે વિષયરાગ અને એની પાછળના બીજા ધનરાગ, આરંભ પરિગ્રહ વગેરે પાપ કરાય તેથી કર્મસત્તા વહેલું કે મેડ દંડ તે નાંખવાની છે.
દેવાનુપ્રિયા ! ધન, સગવડ કે સન્માન ગુમાવીને પણ જે સજજનતા, દિલની દિલાવરતા, સહિષ્ણુતા, ક્ષમા, દયા વગેરે સદ્ગુણેની કમાણી થાય તે એના જેવી મહાન ધન્ય ઘડી અને ધન્ય પળ બીજી કઈ હોય ? આપ આપના હૃદયમાં આટલા સૂત્ર કેતરી રાખજે કે અશાશ્વત ક્ષણિક સંપત્તિ ગુમાવતાં શાશ્વત સંપત્તિ મળતી હોય તે મારે તેવી છે. માટીની માયા જવા દઈને આત્માની અખૂટ સમૃદ્ધિ આવતી હોય તે લેવી છે. પરના માલ વેચાઇ જતાં સ્વના (આત્માના) કિંમતી માલ મળતા હોય તે લેવા છે.આ સેનેરી વાક આસ યાદ રાખજો.
શાંતિનાથ પ્રભુને જીવ મેઘરથ રાજાની વાત તે આપે સાંભળી છે ને ? મેઘરથ રાજાએ પિતાને શરણે આવેલા પારેવાનું બાજપક્ષીથી રક્ષણ કર્યું. આ તે તેમની દેવપરીક્ષા હતી. તેથી બાજપક્ષી કહે મારે તો જીવતા પારેવામાંથી કાપેલું તાજું માંસ ઈિએ. ત્યારે રાજાએ શું કર્યું? પારેવાનું બલીદાન દીધું! ના...ના. એમણે તે ત્રાજવું મંગાવી પારેવાના વજન જેટલું માંસ પોતાના શરીરમાંથી કાપી આપવાનું શરૂ કર્યું? પારેવાનું વજન તે કેટલું? . પરંતુ આ તે દૈવ માયા છે. એટલે રાજા પોતાના શરીરમાંથી માંસના ટુકડે ટુકડા કાઢી પારેવાના પલ્લાની સામે પલ્લામાં મૂકે જાય છે. છતાં પારેવાનું પલ્લું નીચું ને નીચું રહે છે. ત્યારે છેવટે પોતે સમગ્ર પોતાનું