________________
ધારદા ખિરે
• પહે સાગરદત્ત શેઠ અને ધારિણી શેઠાણીએ દીક્ષા લીધી ત્યારે તેમના પુત્રો મણીભદ્ર અને પૂર્ણભદ્રને વિચાર થયે કે આપણા માતા પિતાએ સંસારનો ત્યાગ કર્યો તે આપણે બાર વ્રતધારી તો બનીએ ! એટલે તે બંને ભાઈઓ મહેન્દ્રમુનિ પાસે બાર ત્રત ધારણ કરવાં આવ્યા, ત્યારે સંતે તેમને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપતાં કહ્યુંકે સર્વ પ્રથમ મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યકત્વને ધારણ કરવું જોઈએ. અને દોષનો ત્યાગ કરી ગુણેનો સ્વીકાર કરે જોઈએ. સમ્યક્ત્વના પાંચ લક્ષણ છે. (૧) કષાયની મંદતા તે શમ–ઉપશમ, (૨) સંસારના સુખને તુચ્છ ગણું મોક્ષની અભિલાષા તે સંવેગ, (૩) સંસાર કારાગાર જેવું લાગે તે નિર્વેદ () ધર્મવિહોણા આત્માને ધર્મ પમાડે તે અનુકંપા (૫) વીતરાગ પ્રભુનાં વચન ઉપર શ્રધ્ધા તે આસ્થા. આવા નિર્મળ સમ્યક્ત્વ રનને પામીને યથાશક્તિ વ્રત સ્વીકારીને તેનું નિરતિચારપણે પાલન કરવું જોઈએ. તેમજ શ્રાવકના ૨૧ ગુણેથી યુક્ત આત્મા શ્રાવકના બારવ્રત અંગીકાર કરી શકે છે. અને ગૃહસ્થનાસમાં પણ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. બારવ્રતરૂપ શ્રાવક ધર્મ અંગીકાર કરી આનંદ પામતાં બંને ભાઈએ ઘેર આવ્યા. અને બરાબર શ્રાવક ધર્મનું પાલન કરતાં સંસારના સુખ ભોગવે છે. જ્યારે ગામમાં સંત મુનિરાજે પધારે ત્યારે આ બંને ભાઈ અવશ્ય તેમના દર્શન તથા વ્યાખ્યાન વાણીનો લાભ લેતા હતાં. એમના માતા-પિતાને દીક્ષા લીધા પછી ઘણે સમય થયો ત્યારબાદ નગર બહાર ઉદ્યાનમાં કઈ જ્ઞાની ગુરૂ પધાર્યાના સમાચાર સાંભળ્યા. આ સમાચાર સાંભળીને બંને ભાઈઓ હર્ષથી નાચી ઉઠયા. હવે આ બંને ભાઈઓ જ્ઞાની ગુરૂને વંદન કરવા જશે ને રસ્તામાં શું ઘટના બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૯ ભાદરવા સુદ ૯ ને ગુરૂવાર
તા. ૨-૯-૭૬ અનંત ઉપકારી, રાગ-દ્વેષના વિઘાતક, સ્વાદુવાદના સર્જક, ભવોભવના ભેદક, એવા વીતરાગ પ્રભુએ સર્વ જીવોના કલ્યાણ માટે રાહદારી મોક્ષમાર્ગ બતાવ્યું. પરંતુ આત્માને હજુ એ માર્ગની રૂચી થઈ નથી. તે માર્ગે કદમ ભર્યા નથી પછી કલ્યાણ ક્યાંથી થાય? અનાદિકાળથી જીવ સંસારના સુખ-વૈભવમાં રપ રહ્યો છે. સામાન્ય દશ રૂપિયાની નોટ ખવાઈ જાય તો તેને શોધવા નીકળે છે પરંતુ અનાદિ કાળથી આત્મા વિભાવના વહેણમાં ખોવાઈ ગયા છે. તેને સ્વભાવમાં લાવવા પુરૂષાર્થ કર્યો છે ખરો? ના. અનંતકાળથી જીવને માથે ભવની હેલ પડી છે. કેઈ બહેન પાણીનું બેડું ભરીને જતી હોય તે શું વિચારે છે ? જ્યારે ઘર આવે ને આ ભાર