________________
વારતા શિખર થશે પણ આપણાં ત્રીજા ભવનાં માતાપિતાનો પણ ઉધ્ધાર કરાવીએ. એમ વિચાર કરી તેમને બંનેને મુનિ પાસે જૈન ધર્મ સંભળાવ્યો. ચંડાળ અને કૂતરી બંનેએ ધર્મ સાંભળે. હવે તે પિતાના ઘેર જશે ને આગળ શું બનશે તેના ભાવ અવસરે
વ્યાખ્યાન નં. ૬૦
ભાદરવા સુદ ૧૦ ને શુક્રવાર
તા. ૩-૯-૭૬ શાસનપતિ ત્રિલકીનાથનીવાણી આ જીવને ભવચક્રમાંથી ઉગારી મિક્ષનાં શાશ્વત સુખને અપાવનારી છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપના ભઠ્ઠામાંથી ઉગારીને અલૌકિક શીતળતા આપનારી છે. આવી અલૌકિક શક્તિ વીતરાગ પ્રભુની વાણીમાં રહેલી છે. કોડાધિપતિ માણસ કોડની સંપત્તિ સાથે લઈને ફરે તેથી તેને નરકમાં કે તિર્યંચમાં નહિ જવું પડે,તેને કોઈ રોગ કે કોઈ જાતનું દુઃખ નહિ આવે તેમ નથી. અરે ! કોડની સંપત્તિ મોક્ષ અપાવી નહિ શકે પણ જે મનુષ્ય વીતરાગ વાણીનો એક શબ્દ પણ હૃદયમાં અવધારીને સાથે લઈને ફરે છે તેના આધિ-વ્યાધિ અને ઉપાધિનાં ઉકળાટ શમી જાય છે. જન્મ-જરા અને મરણનાં દુઃખો ટળી જાય છે. અને મોક્ષના શાશ્વત સુખ જીવને પ્રાપ્ત થાય છે. આવી વાણી સંભળાવવા વીતરાગપ્રભુના આપેલાં પાંચ મહાવ્રતને અંગીકાર કરી કેઈ પણ જાતના ચાર્જ વિના નિઃસ્વાર્થ ભાવે સંતરૂપી વૈદે વીતરાગવાણીની અમૂલ્ય ઔષધિ લઈને આવ્યા છે. ઘાટકેપરમાં દ્રવ્યોગ મટાડનારા ડૉકટરો નાકે નાકે દવાખાના ખોલીને બેઠા છે. તેની પાસે દેહના દદીઓ ચાર્જ આપીને દવા લેવા જાય છે. છતાં તે વૈદે અને ડોકટરે દેહના દર્દ મટાડશે કે નહિ તે નકકી નથી. કારણ કે દર્દીના અશાતા વેદનીયન ઉદય શાંત પડવાનો હશે તે તે દવાની અસર થશે પણ વેદનીય કર્મનો જોરદાર ઉદય હશે તે તે દવા કામ નહિ આવે. અને કદાચ એનાથી રેગ મટી જાય તે પણ તે આ ભવ પૂરતો દ્રવ્ય રોગ નાબૂદ કરે છે. જ્યારે વીતરાગ વાણીની ઓષધિ તો જીવના ભવભવના રેગ નાબૂદ કરે છે. પેલા વૈદે નાકે નાકે છે પણ વીતરાગવાણીની ઔષધિ આપનારાં વૈદે નાકે નાકે નથી. વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર રહેનારા એવા સંતોની વાણી પદય હોય ત્યારે સાંભળવા મળે છે.
બંધુઓ ! આત્માનો ભોગ નાબૂદ કરવા માટે વીતરાગ પ્રભુની વાણી અમૂલ્ય સંજીવની છે. એના ઉપર જેને શ્રધ્ધા થાય છે તેને બેડો પાર થાય છે. પણ જેની શ્રામાં ખામી છે તે પિતે તરી શકવા અસમર્થ છે, જેની માફક ? –