________________
પણ
શિર દિપ પછી ફરીને ગુરૂને વંદન કરીને પૂછ્યું. હે ગુરૂદેવ ! અમે આપના દર્શન કરવા આવતા હતા ત્યાં માર્ગમાં આ સામે બેઠા તે કૂતરી અને ચંડાળ અમને માર્ગમાં મળ્યા. એમને જઈને અમને તેમના પ્રત્યે ખૂબ પ્રેમ આવે છે. તેનું કારણ શું? તે આપ કૃપા કરીને અમને કહે.
કુતરી, ચંડાળ, તથા મણિભદ્ર અને પૂર્ણભદ્રને પૂર્વભવ મુનિ કહે છે”: આ મુનિ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તેમણે કહ્યું કે તમને એમને જોઈને આનંદ થાય છે, તેમના પ્રત્યે પ્રેમ જાગે છે તેનું કારણ પૂર્વજન્મનો સ્નેહ છે. આ બંને પૂર્વભવમાં શાલીગ્રામમાં જન્મ્યા હતા. તેમાં આ ચંડાળ છે તે પૂર્વે સોમદત્ત નામને બ્રાહ્મણ હતો ને આ કૂતરી અગ્નિલા નામની બ્રાહ્મણી હતી. બંને પતિ-પત્ની હતા. અને તમે બંને ભાઈ એમના પુત્રો હતા. મોટાનું નામ અગ્નિભૂતિ અને નાનાનું નામ વાયુભૂતિ હતું. આ તમારા માતાપિતા મહામિથ્યાત્વી અને જૈન ધર્મનાં હેવી હતાં. વેદના અભ્યાસમાં લીન હતા. તમને બંનેને પણ વેદનો અભ્યાસ ખૂબ કરાવ્યું. 'હતો. તમે બંને એક વખત જૈન સાધુની સાથે વાદ કરતાં હારી ગયા તેથી તમારા પિતા તમારા ઉપર ખૂબ ગુસ્સે થયાં ને કહ્યું તમે ભલે શાસ્ત્રમાં હારી ગયા પણ શસ્ત્રવિદ્યાનો ઉપયોગ કરીને સાધુને મારી નાંખવા હતાં ને? એણે તમારું કેટલું અપમાન કર્યું.
આ પ્રમાણે પિતાના વચન સાંભળીને તમે રાત્રે મુનિને શસ્ત્રથી મારી નાંખવા માટે ગયા. ત્યારે મુનિના ચારિત્રના પ્રભાવથી ક્ષેત્રપાળ દેવે તેમનું રક્ષણ કરવા માટે તમને સ્થિર કરી દીધા. તમારા ઉપર આવું સંકટ આવ્યું ત્યારે તે કચ્છમાંથી છૂટવા માટે તેમણે ને તમે જૈનધર્મ સ્વીકાર્યો. પણ તેમણે પછી જૈનધર્મ છોડી દીધો ને ધર્મની ખૂબ હીલણા, નિંદા કરવા લાગ્યા. જ્યારે તમે બારવ્રત અંગીકાર કરીને તેનું પાલન કર્યું. ઘોર પાપ બાંધતા તમારા માતા-પિતા ત્યાંથી મરીને પહેલી નરકમાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા નારકી થયા ને તમે બંને ભાઈઓએ શ્રદ્ધાપૂર્વક જૈન ધર્મનું પાલન કર્યું. તેથી તમે બંને ત્યાંથી મરીને પાંચ પાપમની સ્થિતિવાળા દેવ થયા, આ બંને જ નરમાં પાંચ પાપમનું આયુષ્ય ભોગવીને અયોધ્યા નગરીમાં ચંડાળ અને કૂતરીપણે ઉત્પન્ન થયા છે. અને તમે બંને પહેલા દેવલોકે પાંચ પલ્યોપમ સુધી દેવલોકનાં સુખ ભોગવી સાગરદત્ત શ્રેષ્ઠીના પુત્ર થયા છે. એટલે આ ચંડાળ અને કૂતરી ત્રીજા ભવે તમારા માતા-પિતા એટલે પૂર્વ જન્મના સબંધને લીધે તમને તેમને જોઈને નેહ ઉત્પન થશે.
પૂર્વભવની વાત સાંભળીને બંને ભાઈઓને ખૂબ દુખ થયું. અહો, કર્મની ગતિ કેવી વિચિત્ર છે. આપણને તે જૈન ધર્મ મળે છે તેથી આપણે જરૂર ઉધાર