________________
૫૮૪
શારદા શિખર મહાપરાક્રમી તરૂણ છેદી નાંખવા લાગ્યા. આવું અદ્ભુત પરાક્રમ જોઈને જેમ ઘણાં હરણે એક સિંહને ઘેરી લે તેમ રાજાના માણસોએ તેને ઘેરી લીધે અને દરેક માણસ પિતાની શક્તિ પ્રમાણે તેને બાણ મારવા મંડી પડયા. આથી યુવાને ગુસ્સે થઈને રાજાના મદમસ્ત ધ્યાને જમીન ઉપર પછાડી દીધા.
આ છોકરાનું આવું અતુલ બળ જોઈને રાજા ખૂબ કે પાયમાન થયા અને દાંત કચચાવીને ધનુષ્ય પર બાણ ચઢાવવા જાય છે ત્યાં તે તરૂણ પુરૂષે ખૂબ ચાલાકીથી બાણ મારી તેના ધનુષ્યની દેરી તેડી નાંખી. તેનું આવું અદૂભૂત સાહસ જોઈને જેમ સિંહના પરાક્રમથી હાથી વ્યાકુળ થાય તેમ શાંતનુ રાજા વ્યાકુળ થયે. અને પોતાની હાર થવાથી ફિક્કો પડી ગયો. આ બધો ખેલ ગંગાદેવી તેના મહેલમાં ઉભી ઉભી દેતી. તેના મનમાં થયું કે જે હવે આ છોકરાને નહિ વાળું તે મામલે ખતમ થઈ જશે. તેમ માની પોતે દેડતી ત્યાં આવીને ગાંગેયને કહેવા લાગી.
“માતાએ આપેલી પિતાની ઓળખાણ”: હે દીકરા! હવે બંધ કર. તારા પિતાની સાથે તું લડી રહ્યો છે. આ સાંભળી છોકરાને આશ્ચર્ય થયું ને પૂછયુંહે માતા ! જે એ મારા પિતા છે તે તું જંગલમાં શા માટે રહે છે ? ત્યારે ગંગાદેવીએ પિતે રાજમહેલ છેડીને શા માટે અહીં આવી છે તે વાત ગાંગેયકુમારને કહી સંભળાવી. આ સાંભળી તેણે કહ્યું કે માતા ! જે ઉચિત કર્મો કરવાનું છેડીને અનુચિત કર્મો કરે તે કુકમ કહેવાય છે. એવા કુકર્મી પુરૂષને હું પિતા માનવા તૈયાર નથી. એ તો મારે કટ્ટો શત્રુ છે. કારણ કે મેં જેમનું રાત-દિવસ રક્ષણ કરી પાલનપોષણ કર્યું એ પ્રાણીઓને એ મારવા તૈયાર થયા છે. તે મારા પિતા શેના? આવા કૃર કર્મો કરનાર મારે બાપ હોય કે પછી ગમે તે હોય તેને હું શિક્ષા કર્યા વિના રહેવાનું નથી. પિતાના પુત્રને કોધાવેશમાં આવેલ જોઈને ગંગાદેવી પોતાના પતિ પાસે આવી હાથજોડી નમ્રતાપૂર્વક કહેવા લાગી કે હે રાજન ! પોતાના પુત્ર ઉપર નિર્દય થવું તે આપને યોગ્ય નથી. કદાચ આ બાળકનો અપરાધ થયે હોય તો આપ તેને ક્ષમા કરો.
પિતાની પત્નીના આ મધુર વચનો સાંભળી રાજાને પૂર્વની બધી સ્મૃતિ તાજી થઈ. રાજા રથમાંથી નીચે ઉતર્યો અને પોતાના પુત્ર અને પત્નીને જોઈ તેનું હૈયું ભરાઈ આવ્યું. રાજા નીચે ઉતર્યા એટલે ગાંગેયકુમાર ધનુષ્યબાણ નીચે મૂકી પિતાના પિતાના ચરણમાં પડી ગયા. ત્યારે રાજા તેને ઉંચકીને ભેટી પડયા. તેની આંખમાં હર્ષના આંસુ આવ્યા. આ સમયે અમૃતની વૃષ્ટિથી દેવ પ્રસન્ન થાય તેમ પિતાના પુત્રને મળવાથી રાજાને શાંતિ વળી. પિતા પુત્રનો પરસ્પર પ્રેમ જોઈને ગંગાદેવીને પણ ખૂબ આનંદ થયો,