________________
પ૮૨
શારદા ખિર રાજાને ખૂબ સમજાવ્યા પણ રાજા સમજ્યા નહિ અને શિકાર ખેલવા માટે જંગલમાં ચાલ્યા ગયા.
ગંગાદેવીએ લીધેલી વિદાય : આથી ગંગાદેવીને ખૂબ દુઃખ થયું, અહા ! હું તે કેવી કમભાગી છું. હજુ મારા પુણ્યમાં ખામી છે કે હું જેને પરણીને આવી તે બીજા ને મારવા જતાં અચકાતા નથી. મને આપેલા વચનને પણ ભંગ કર્યો. આ સમયે ગાંગેયકુમાર અઢી વર્ષને હતે. રાજા શિકાર ખેલવા ગયા ને ગંગાદેવી પિતાના અઢી વર્ષના બાલુડાને લઈને પોતાના પિયર રત્નપુર નગર આવીને રહી. ત્યાં પિતાના પુત્રનું પાલન કરવા લાગી.
મારી બહેને ! તમે બરાબર સાંભળજો. એ સ્ત્રીઓ કેવી શૂરવીર હતી! એણે એ વિચાર ન કર્યો કે રાજા શિકાર ખેલવા ગયે, મારી પ્રતિજ્ઞાન ભંગ કર્યો તે હવે હું ક્યાં જાઉં? મારે પતિ મને પાછી નહિ બોલાવે તો તેની પરવા ન કરી. એ વિષય સુખની લાલચુ ન હતી. પણ સાચી ક્ષત્રિયાણી હતી. પાપના પંથે જતાં પતિને અટકાવી સાચા માર્ગે વાળનારી હતી. તમારા પતિ પણ જે પાપના પંથે જતું હોય તે તમે આ ગંગાદેવી જેવા શૂરવીર બને તે એને ઠેકાણે આવવું પડે ને ? ગંગાદેવીએ આપેલા વચનને રાજાએ ભંગ કર્યો એટલે બિલકુલ પરવા ર્યા વગર કેઈને સાથે લીધા વિના અઢી વર્ષના પિતાના બાલુડાને લઈને પિયર ચાલી ગઈ. આ તરફ શાંતનુ રાજા શિકાર ખેલીને પિતાના મહેલમાં આવ્યા ત્યારે પિતાની પ્રિય રાણી ગંગાદેવીને જોયાં નહિ. તેથી તેણે પોતાના દાસ દાસીઓને પૂછયું કે મહારાણી કે ગાંગેયકુમાર કેમ દેખાતાં નથી? ત્યારે દાસીઓએ કહ્યુંમહારાજા ! આપ શિકાર ખેલવા જંગલમાં ગયા ને મહારાણી કુમારને લઈને બીજા કેઈને સાથે લીધા વિના એમના પિયર તરફ ચાલ્યા ગયાં છે. આ સાંભળી રાજા ઢગલે થઈને પડી ગયો. રાણીના જવાથી તેને ખૂબ દુ:ખ થયું. તેમની ભૂખ ભાગી ગઈ. સુંવાળી શિયા કંટકની જેમ ખૂંચવા લાગી. ઉંઘ ઉડી ગઈ. “વિતાતુર ન ra = નિદ્રા ” માણસને અતિ ચિંતા થાય છે ત્યારે તેને સુખે ઉંઘ પણ આવતી નથી. - રાજાને ક્ષણે ક્ષણે ગંગાદેવીની યાદ સતાવવા લાગી, તેને રાણી વિના મહેલ સૂનકાર દેખાવા લાગ્યા. અને ગાંગેયકુમારની કાલીઘેલી ભાષા, તેનું હસતું મુખડું બધું રાજાને યાદ આવવા લાગ્યું. સતીઓમાં શિરોમણી એવી પવિત્ર ગંગાદેવીનું વચન મેં વ્યસનને વશ થઈને પાળ્યું નહિ ત્યારે તે મને મૂકીને ચાલી ગઈ ને? હવે હું તેના વિના મારા દિવસે કેવી રીતે પસાર કરીશ? તેને બેલાવવા પણ કયા મેઢે જાઉં? રાણી તથા પુત્રના વિરહમાં ને વિરહમાં રાજા દિવસે પસાર કરે છે. કઈ રીતે તેનું મન શાંત થતું નથી.