________________
શારદા શિખર
પ
એ ગંગાદેવી કાણુ હતા ? રત્નપુર નગરમાં જન્તુ નામે વિદ્યાધરાના રાજા હતા. તેને ગંગા નામની અતિ સૌંદર્યવાન પુત્રી હતી. તેના રૂપની પ્રશંસા સાંભળી ઘણાં રાજા મહારાજાએ તેને પરણવા માટે આવતા ત્યારે ગંગાદેવીએ કહ્યું કે જે મારું કહ્યું માને, મારી આજ્ઞામાં રહે તે વાત જેને કબૂલ હાય તેની સાથે હું પરણું. આવી વાત સાંભળીને તેને પરણવા માટે આવનારાં પાછા પડતાં કે દુનિયામાં સ્રીએ પુરૂષની આજ્ઞામાં રહેવાનુ હાય પણ પુરૂષ સ્ત્રીની આજ્ઞામાં રહેવાનું ન હેાય. પરણીને જિંદગીભર સ્ત્રીની ગુલામી કેાણ કરે? આવા વિચારથી ગંગાની સાથે પરણવા માટે કોઈ તૈયાર થયું નહિ.
એક વખત હસ્તિનાપુરના શાંતનુ રાજા ગંગાદેવીના રૂપની ખૂબ પ્રશંસા સાંભળીને તેને પરણવા માટે આબ્યા. ત્યારે ગંગાદેવીએ કહ્યું. જો તમારે મારી સાથે પરણવું હોય તેા મારી એક શરત સાંભળી લેા. જો તમને કબૂલ હોય તે હું તમારી સાથે પરણુ. રાજા કહે છે તમારી શું શરત છે ? ગંગાદેવીએ કહ્યું કે તમારે કયારે પશુ શિકાર કરવાને નહિ. શાંતનુ રાજા શિકારનેા ખૂબ શેાખીન હતા, પણ ગંગાના રૂપમાં મુગ્ધ બનીને તેણે શરતના સ્વીકાર કર્યો. ગ ગાદેવી કહે છે તમે અત્યારે મારી વાત કબૂલ કરેા છે. પણ જે દિવસે એક નાના પશુના પણ શિકાર કરશે! તે ધ્રુવસે હું ને તમે છૂટા. મારે ને તમારે કોઈ સમધ નહિ રહે. ગ ંગાદેવીના રૂપમાં મુગ્ધ અનેલા શાંતનુ રાજાએ શરત કબૂલ કરી અને ગ’ગાદેવી સાથે લગ્ન કરીને તે હસ્તિનાપુર આવ્યા. દિવસે દિવસે એકબીજા પ્રત્યે પ્રેમ વધવા લાગ્યા અને પ્રેમપૂર્વક સંસારના સુખા ભાગવવા લાગ્યા.
સમય જતાં ગંગાદેવી ગર્ભવતી થઈ. ગંગાદેવી ખૂબ પવિત્ર હતા. તે પ્રેમથી ગર્ભનું પાલન કરે છે. ગભ`માં આવેલા જીવ પણ કાઈ અલૌકિક તેજસ્વી હતા. તેના પ્રભાવ માતા ઉપર પડતાં દિવસે દિવસે ગંગાદેવીનું રૂપ પણ તેજસ્વી દેખાવા લાગ્યું. જોનારને પણ એમ લાગે કે આ તા કાઈ ઈન્દ્રાણી છે કે મનુષ્યાણી ? સવાનવ માસ પૂરા થતાં ગંગાદેવીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યા. એ પુત્ર ણુ એવા તેજસ્વી હતા કે ભલભલા સ્ત્રી-પુરૂષોનાં તેજ તેની પાસે ફિક્કા લાગે. શાંતનુ રાજાએ ખૂબ ધામધૂમથી તેના જન્મમહેાત્સવ ઉજવ્યેા. રાજાને ગંગાદેવી પ્રત્યે અપાર સ્નેહ હતા. તેથી તેના પુત્રનું નામ ગાંગેયકુમાર પાડયું. શાંતનુ રાજા ગંગાદેવી સાથે સ્વર્ગના જેવા સુખા ભાગવે અને ગંગાદેવીને આપેલું વચન ખરાખર પાળે છે, પણ માણસને જેના શે!ખ હાય તે કયારેક તો યાદ આવી જાય છે. એક દિવસે રાજાને માણુસ શિકાર ખેલવાની વાત કરે છે તે સાંભળીને રાજાને મન થઈ જાય છે. તેથી રાણી રાજાને ઘણું સમજાવે છે ને કહે છે કે તમે મારી સાથે લગ્ન કરતી વખતે વચનથી બધાયા છે, એટલે તમારાથી તેા શિકાર ખેલવા જવાય નહિ. આ રીતે ગંગાદેવીએ