________________
પણ
ધારા શિખર ભાવનાવાળા થશે. હું ભાગ્યવાન છું કે આવા સંસ્કારી પુત્રોની માતા બની છું. માતા આ બાળકને હાલરડા ગાય તે પણ ધર્મના ગાય છે. તેથી બાળકના શ્વાસે શ્વાસમાં નવકારમંત્ર ગુંજી ગયા.
- મણિભદ્ર અને પૂર્ણભદ્ર ધીમે ધીમે મોટા થતાં ત્રણ વર્ષના થયા. તે માતાપિતાને સામાયિક પ્રતિક્રમણ કરતાં દેખે એટલે તે બંને બાલુડા પણ તેમની સાથે બેસી જાય. જેને સંસાર એ છે હેય તે આત્માને ધર્મની રૂચી જાગે ને ધર્મ ગમે. જેને સંસાર વધારે હોય તેને ધર્મની રૂચી થતી નથી. બંને બાલુડા પાંચ વર્ષના થયા એટણે સ્કુલમાં ભણવા બેસાડયા. સમય જતાં બંને ભણીગણને ખૂબ હોંશિયાર થયા.
યુવાન થતાં બંને ભાઈઓ રૂપ–લાવણ્યથી ચંદ્રની કળાની માફક શેભવા લાગ્યા. તેથી માતા પિતાએ તે બંને પુત્રોને અનુપમ સૌંદર્યવાળી સહુગુણી કન્યાઓ સાથે પરણાવ્યા. પુણ્યોદયે પુત્રવધુએ પણ ધમઠ અને સંસ્કારી મળી. તેથી શેઠશેઠાણી ઘરને ભાર તેમને સેંપીને ધર્મારાધનામાં પિતાને સમય વ્યતીત કરવા લાગ્યા.
એક દિવસ અત્યંત ઉત્કૃષ્ટ કિયાસંપન, ચારિત્રસંપન્ન, જ્ઞાનસંપન્ન, મહેન્દ્ર મુનિશ્વર મહારાજ પિતાના સપરિવાર અધ્યા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. વનપાલક આ સમયે હાજર ન હતું તેથી તેના નેકરની આજ્ઞા લઈ ત્યાં રોકાયા. વસંતઋતુના આગમનથી જેમ ફળફૂલથી વનની શોભા વધી જાય છે તેમ મુનિના પ્રભાવથી પણ વનમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. સંયમી સાધકના પરમાણુથી વનની શેભા પણ કઈ અલૌકિક દેખાવા લાગી. વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. વનપાલક બહાર ગયે હતું તે આવ્યા ને વનની શેભા જોઈને પૂછે છે શું છે આજે? વન આટલું બધું રળિયામણું કેમ લાગે છે? ત્યારે કહે-આપણી ભૂમિમાં પવિત્ર સંતના પુનિત પગલા થયા છે. વનપાલક આ સાંભળી વિચાર કરવા લાગ્યું કે જેના પગલાથી વાતાવરણ શાંત બની ગયું તેવા સંતના ચરણમાં નમીએ ને તેમના જેવા બનીએ તે કેટલે લાભ થાય ?
વનપાલકે રાજાની પાસે જઈને ઉદ્યાનમાં મુનિ પધાર્યાની વધામણી આપી. રાજાએ વનપાલકને ખૂબ ઈનામ આપીને વિદાય કર્યો. ત્યારબાદ રાજા પિતાના સન્ય સહિત વાજતે ગાજતે મુનિના દર્શનાર્થે નીકળ્યા. આ અવાજ સાંભળીને લોકો પૂછે છે આજે શું છે ? ખબર પડી કે મહાન સંત પધાર્યા છે. એટલે નગરજને પણ રાજા સાથે મુનિને દર્શનાર્થે જવા નીકળ્યા. રાજા જયારે ઉધાન પાસે પહોંચ્યા ત્યારે છત્ર-ચામર બધું બહાર મૂકીને ઉદ્યાનમાં અંદર પ્રવેશ કર્યો.
મહેન્દ્રમુનિજીએ પર્ષદાને ઉપદેશ આપે. દેશના પૂરી થયા બાદ પર્ષદા જે