________________
શારદા શિખર
૫૭૭
બધી વાત કરી. ત્યારે જેલરે ગુરખાને પૂછયું કે ભાઈ! તે મુનિમનું ખૂન શા માટે કર્યું ? ઘણું પૂછયું પણ ગુરખાએ તેને જવાબ ન આપે. ગુરખાની મુખાકૃતિ જોઈને જેલરના મનમાં ઘણીવાર થતું કે આ માણસ કેઈનું ખૂન કરે તેવું નથી. વાતમાં ગમે તે કારણ હોય તેથી તે બેલ નથી પણ ખૂની નથી તે વાત નક્કી છે. ગમે તેમ કરીને આ નિર્દોષને મારે જેલમાંથી મુક્ત કરાવે છે. પ્રવીણે પણ જેલરને કહ્યું કે આ મારે પરમ ઉપકારી છે. કેઈપણ રીતે એ છૂટી શકે તેમ હોય તો હું તેને માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું. જેલરે મોટા અધિકારીઓ પાસે વાત મકી. એટલે એની ખૂબ ચકાસણી કરીને કહ્યું- કે રૂ. ત્રણ હજાર (૨૦૦૦) આપે તે જન્મટીપની સજામાંથી મુક્ત થાય. પ્રવીણે તરત રૂ. ૩૦૦૦ આપીને ગુરખાને જન્મની જેલમાંથી મુક્ત કરાવે ને સદાને માટે પિતાને ઘેર પિતા તરીકે રાખ્યો. ગુરખો પણ પ્રવીણને એના પિતાજીની માફક વહાલથી શિખામણ આપે છે. બેટા ! તું કદી ધર્મને ભૂલીશ નહિ, દગા-પ્રપંચ કદી કરીશ નહિ, પ્રમાણિક્તાને કદી છોડીશ નહિ. ગરીબની સેવા કરજે ને તારા પિતા જે તું બનજે. આ પ્રમાણે બધા આનંદથી ને એકતાથી સંસારમાં સ્વર્ગ જેવા સુખો ભેગવવા લાગ્યા.
બંધુઓ! આ દષ્ટાંતમાંથી આપણે એ સાર લેવાને છે કે જેમ પ્રવીણે ત્રણ હજાર રૂપિયા આપીને ગુરખાને જન્મની જેલમાંથી મુક્ત કરાવ્યું તેમ આપણે આત્મા પણ અનંતકાળથી જન્મ-મરણની જેલમાં પૂરાયેલ છે. તેને વીતરાગના સંતો વીતરાગ વાણું રૂપી પૈસા આપીને જેલમાંથી છોડાવે છે. તો જેને જેલમાંથી મુક્ત થવું હોય તે સાવધાન બની જાઓ. તમે પરણવા માટે ગયા ત્યારે ગોર મહારાજે કહ્યું હતું ને કે “સમય વર્તે સાવધાન.” કદાચ ત્યાં સાવધાન થયા કે ન થયા પણ અહીં તે જરૂર સાવધાન બનજો.
કુંભરાજાએ પ્રભાવતી દેવીને આવેલા સ્વપ્નનું ફળ પૂછવા માટે સ્વપ્ન પાઠકને બોલાવ્યા છે. બધા સ્વપ્ન પાઠકેએ એકત્ર થઈ અગાઉથી નક્કી કર્યું કે આપણે શું જવાબ આપે ? બધા ભેગા થઈને મહારાજા પાસે આવ્યા. મહારાજા ખૂબ પ્રસન્ન ચિત્ત સિંહાસન ઉપર બેઠા છે. જ્યોતિષીઓને બેસવા માટે આસને આપ્યા. મહારાણી પ્રભાવંતી પણ પડદાની પાછળ સ્વપ્નનું ફળ સાંભળવા માટે બેઠાં. હવે સ્વપ્નપાઠકેએ મહારાજા તેમજ અન્ય ઘણાં માણસો વચ્ચે કહ્યું કે હે મહારાજા ! અમારા મહારાણીને જે સ્વપ્ન આવ્યા છે તેનું ફળ જતાં અમને લાગે છે કે આપને ત્યાં જગતના જીવનું કલ્યાણ કરાવનાર તીર્થંકર પ્રભુને જન્મ થશે. આ સાંભળી રાજા-રાણી તેમજ સર્વના દિલમાં આનંદ છવાઈ ગયો. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે,