________________
શારદા શિખર
૫૭૫ મૂકીને ગયા. મારે ને તમારે પણ મૂકીને જવાનું છે. તે શા માટે આવું પાપ કરવા તૈયાર થયા છે? ગુરખાની વાત સાંભળી ક્ષણભર મુનિમ થંભી ગયે, પણ એને લક્ષમીને મેહ ઉતરે તેમ ન હતું. એટલે તેણે ગુરખાને કહ્યું –એમ કર. જે તું મારી વાતમાં સંમત થાય તે મારે ને તારો અડધો ભાગ. એથી અધિક આ દશ હજારની કથળી તને પહેલાં આપી દઉં. પણ ગુરખે લલચાવે નહિ. તેણે ખૂબ રૂઆબથી મુનિમને કહી દીધું કે ખબરદાર! પ્રવીણને મારી નાંખવા માટે એક શબ્દ બેલ્યાં છે તે? તમારી જીભ ખેંચી લઈશ. હું મરીશ પણ પ્રવીણને મરવા નહિ દઉં. ગુરૂખાના રૂઆબ ભર્યા શબ્દો સાંભળી મુનિમને ધ્રુજારી થઈ. એ ડરવા લાગે.
બંધુઓ ! માણસ લેભને વશ થઈને પાપ કરવા તૈયાર થાય છે પણ એની ધારણા ફળીભૂત નથી થતી ત્યારે એક પાપને છૂપાવવા માટે બીજું પાપ કરવા તૈયાર થાય છે. મુનિમના મનમાં થઈ ગયું કે હું માનતે હતું કે ગુરખે મારી ફેવરમાં આવશે પણ આ તે વિરૂધ પડે. મારી વાતમાં સંમત થતો નથી. તે આ વાત જો કેઈને કહી દેશે તે મારું આવી બનશે. તેના કરતાં હું એને મારી નાંખ એટલે વાત ફૂટવાની ચિંતા જ નહિ.
ગુરખાને મારવા જતાં મુનિમ પિતે મરાયો : એમ વિચાર કરી મુનિએ હાથમાં છરે લીધો ને ગુરખાની છાતીમાં મારવા જાય છે ત્યાં ગુરખાએ મુનિમના હાથમાંથી છરે ઝૂંટવી લઈ મુનિમની છાતીમાં માર્યો. મુનિમના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળીને માણસો ભેગાં થઈ ગયાં. પોલીસ દોડી આવી. ગુરખાના હાથમાં છરો છે. દશહજારની થેલી પાસે પડેલી છે. અને મુનિમનું શબ પડયું છે. આ જોઈને સૌ સમજી ગયા કે પૈસા માટે આ ગુરખાએ મુનિમનું ખૂન કર્યું છે. એટલે પિલીસે તેને પકડો. આ વાતની શેઠાણીને ખબર પડતાં દેડીને ત્યાં આવ્યા. પિોલીસ ગુરખાને પૂછે છે શા માટે મુનિમનું ખૂન કર્યું? પણ ગુરખે જવાબ આપતા નથી.
શેઠાણ પણ વિચારમાં પડ્યા કે મારે ગુરખે એક કીડીને દુભાવે તે નથી. જે ભૂલેચૂકે તેનાથી કીડી મરી જાય તે મારી પાસે પ્રાયશ્ચિત કરવા આવે. તે શું પંચેન્દ્રિય જીવની ઘાત કરે ? શેઠાણી તેની પાસે આવીને પૂછે છે બેટા! શું થયું ? તું આ સંસ્કારી થઈને મુનિમનું ખૂન કરે તે મારા માનવામાં આવતું નથી. કારણ કે બે દિવસ પહેલાં એક માખી મરી ગઈ હતી તે તે ખાધું નહોતું. એ દયાળ કદી ખૂની બની શકે ખરો? ના. તે આ બાબતમાં શું બન્યું છે તે તું મને સત્ય કહી દે. પણ ગુરખો કાંઈ ન બે. કારણ કે તેણે મુનિમને વચન આપ્યું હતું કે ગમે તેમ થશે પણ હું કેઈન મેઢે વાત નહિ કરું. અને હવે જે કહી દે તે