________________
શિખર
પહે
આ રીતે પુત્ર પિતાની આજ્ઞાને વફાદાર રહે તે તે શેઠનુ મન જીતી શકે છે. આ ગુરખાએ પણ પેાતાના ગુણેાથી શેઠનુ મન જીતી લીધું હતું. એટલે ગુરખા શેઠને પેટના દીકરા જેવા વહાલા હતા. એટલે શેઠના ઘરમાં કેટલી મિલક્ત છે? તે કયાં છે ? તે બધું ગુરખા જાણતા હતા ને દુકાનમાં કેટલેા માલ ને મિક્ત છે તે અધુ શેઠનેા મુનીમ જાતા હતા. મુનીમ વફાદાર હતા છતાં ગુરખા જેટલેા સંસ્કારી ન હતા. આ શેઠને ત્યાં માટી ઉમરે એક પુત્ર થયેલા. તેનુ નામ પ્રવીણ હતું. આ કરો અઢી વર્ષના થયા ત્યારે શેઠને એક દિવસ ભાસ થયા કે સાત દિવસમાં તારો જીવન દીપક બુઝાઈ જશે. માટે બને તેટલી ધ આરાધના કરી લેા. શેઠના મનમાં થઈ ગયું કે હવે મારે અંતકાળ નજીક આવ્યેા છે. હું સાત દિવસથી વધુ જીવી શકીશ નહિ. એટલે શેઠે ગુરખાને એકાંતમાં બેસાડીને કહ્યું-તું મને મારા પેટના દીકરાથી પણ અધિક વહાલા છે. તુ મારા ઘરની તમામ મિક્ત જાણે છે. તારાથી મે” કંઈ છાનું રાખ્યું નથી. આ મારો પ્રવીણ હજી અઢી વર્ષના છે અને હવે સાત દિવસમાં મારું આયુષ્ય પૂરું થાય છે. તે તું અધું સાચવે છે તેમ સાચવજે. શેઠાણીને માતા સમાન ગણીને રહેજે. ને મારા પ્રવીણ વીસ વર્ષના થાય પછી તું એને બધી મીલ્કતની વાત સમજાવજે. ગુરખાએ કહ્યું-ભલે પિતાજી ! હું આપને વચન આપું છું કે હું મારી માતા સમાન શેઠાણી અને મારા નાનાભાઈ પ્રવીણની ખરાખર સ'ભાળ રાખીશ અને તે વીશ વર્ષ ના થતાં હું તેને બધું ખરાખર સમજાવી દઈશ. આપ ચિંતા ન કરશે. પણ આપના જવાથી મને ખૂબ દુઃખ થશે. મને આપના વિના નહિ ગમે. આટલું ખેાલતાં ગુરખાની આંખમાં આંસુડાની ધાર વહી. ત્યારે શેઠે તેને હિંમત આપતાં કહ્યું કે તું શા માટે રડે છે ? જે જન્મે છે તેને એક દિવસ તે બધુ' છેડીને જવાનુ છે. મોટા મોટા તીર્થંકરા, ચક્રવર્તિ એને પણ આયુષ્ય પૂરું થતાં જવું પડે છે તે મારે જવુ પડે તેમાં શું નવાઈ! શેઠે ગુરખાને બધી વાત કરી પણ શેઠાણીને દુઃખ થાય તેથી કહ્યું નહિ.
શારદા
શેઠ ખૂબ ધીષ્ઠ ને પવિત્ર હતા. મૃત્યુ સુઝી આવતાં પેઢી પર જવાનું બંધ કરી દીધું અને ધર્મોમાં લીન અની સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ધ ચર્ચા તથા શાસ્ત્રનું વાંચન કરે છે તે સિવાય શેઠ ખીજી વાત નથી કરતા. શેઠાણી પૂછે છે સ્વામીનાથ ! આપ પેઢી પર જતાં નથી ને ધર્માંમાં લીન રહેા છે તેનું શું કારણ ? શેઠે કહ્યું –કાઇ કારણ નથી. પણ મારું મન કહે છે તું બધું છેડીને ધર્મક્રિયામાં લાગી જા. હવે તેા મારે અઠ્ઠમ કરવા છે. એમ કહી છેલ્લા ત્રણ દિવસ અઠ્ઠમ કરીને શેઠે સંથારા કર્યાં. ખરાખર સાત દિવસ પૂરા થતાં શેઠના જીવન દીપક બૂઝાઈ ગયા. સમાધિપૂર્વક કાળે કરીને શેઠ સ્વગમાં ગયા. શેઠના જવાથી ગામમાં શેક છવાઈ ગયા.
“ગુરખાની વફાદારી ” ગુરખા ખૂખ વફાદારીથી કામ કરે છે. શેઠાણીને