________________
૫૭૮
શારદા શિખર ચરિત્ર – અયોધ્યા નગરી દાન–શીલ, ગુણેથી સુશોભિત હતી. તે નગરીમાં સાગરદત્ત નામના શેઠ રહેતા હતા. ગઈ કાલે હું કહી ગઈ છું કે આ શેઠ અને ધારિણી નામના શેઠાણી બંને ધર્મમાં અનુરક્ત હતા. સવાર-સાંજ પ્રતિક્રમણ કરતાં. ગામમાં સંત-સતીજી પધારે ત્યારે તેમના દર્શન તથા વાણીને લાભ લેતા. અને શક્તિ પ્રમાણે આરાધના કરતા હતા. મહિનામાં ૨૯ દિવસ બ્રહ્મચર્ય પાળતા હતા. તેમને સંતાન નહિ હેવાથી સંતાનના મહના કારણે સંતાન પ્રાપ્તિ માટે ઘરસંસાર ચલાવવા માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું નહોતું. ધર્મને વારસો સાચવવા માટે એક સંતાનની જરૂર છે તેવું તે માનતા હતા. તેથી એક સંતાન થાય પછી આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ દઢ નિર્ણય હતે. રથના બે પૈડા સરખા હોય તે રથ સડસડાટ ચાલે છે. તેમ સંસાર વ્યવહારમાં પતિ-પત્ની રૂપ સંસારનાં બે પૈડા બરાબર હોય તે સંસાર સ્વર્ગ સમાન બની જાય છે. આજે સંસારમાં ઘણે સ્થળે બે પૈડા સરખા તે હેય છે પણ ક્યાં? પીચર જોવામાં, બગીચામાં ફરવા જવામાં પણ ધર્મની વાત આવે ત્યારે કહે તું કરી લે. ધર્મકાર્યમાં જે બે પૈડા સરખા હોય તે તેમનું જીવન આદર્શ બની જાય છે. આ શેઠ-શેઠાણી બંને એવા દયાળુ ને પવિત્ર છે કે પિતાના આંગણે આવેલા કેઈ પણ અતિથિને તે પાછા વળે નહિ. આવી રીતે શેઠ-શેઠાણી પિતાનું જીવન સુંદર રીતે વ્યતીત કરી રહ્યા છે ત્યાં શું બન્યું.
દેનાં બ્રાતા થવી સ્વર્ગસે, પુત્ર શેઠ ઘર આયા,
મણિભદ્ર ઔર પૂર્ણભદ્ર ચે, નામ દે હર્ષ મનાયા હે–શ્રેતા. પહેલા દેવલેકમાં પાંચ પલ્યોપમનું આયુષ્ય ભોગવી ત્યાંથી ચવીને તે બંને ધારિણીની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા. ગત જન્મમાં શ્રાવકપણું પાળીને ગયા છે તેથી ગર્ભમાં આવતા હૃદયમાં એ થનથનાટ થવા લાગ્યો કે કયારે અમે અહીંથી છૂટીએ અને દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરીએ. નવ માસ ને સાત દિવસ પૂર્ણ થયા બાદ શુભ મુહર્ત બને પુત્રનો જન્મ થયો. શેઠને પુત્ર જન્મની વધામણી મળતાં યાચકને અઢળક દ્રવ્ય દાનમાં આપ્યું. કુટુંબીઓએ પણ યાચકને દાન દીધું. બારમા દિવસે શેઠે બધા સગાવહાલા તથા કુટુંબીજનેને બોલાવીને બધાની સમક્ષ એક પુત્રનું નામ મણીભદ્ર અને બીજાનું નામ પૂર્ણભદ્ર રાખ્યું. બંને બાલુડા સવા નવ માસના થયા. શેઠ-શેઠાણીની સંતાનની ઈચ્છા પૂરી થઈ તેથી બંને જણાએ વિષય વાસનાને સંપૂર્ણ ત્યાગ કરી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. બંને બાળકે ધીમે ધીમે મોટા થાય છે. ગત જન્મના સંસ્કાર લઈને આવ્યા છે એટલે માતા-પિતા નમે અરિહંતાણું શબ્દ બેલે ત્યાં તે સાંભળવા તેઓ કાન માંડતા હોય તેમ લાગ્યું. તેથી માતા-પિતા સમજ્યા કે આ બંને પુત્રો ધર્મની