________________
શારદા શિખર
૫૫ અટકાવવી છે? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! વૈર તે વિષ જેવું છે. આપણે કેઈની સાથે વૈર રાખવું નથી. કવિએ કહ્યું જે તમારે વૈર ન રાખવું હોય તે મારે મોહ છેડે પડશે. હું આજે રાત્રે તેમને વચન આપ્યા પ્રમાણે મરવા માટે શંકરના મંદિરમાં જવાનો છું. તમારી આજ્ઞા છે ને ? ત્યારે પત્ની કહે છે પતિ એ તે સતી સ્ત્રીનું સૌભાગ્ય છે. પતિને સામેથી મરવા મેકલતાં કઈ પત્નીને દુઃખ ન લાગે? છતાં આપ જે વૈરના બીજને બાળવા માટે આપની જાતનું બલીદાન આપે છે તે હું ખુશીથી આજ્ઞા આપું છું. આમ કહીને ઉપરથી કઠણ થઈને દુખિત દિલે પતિને આજ્ઞા આપી. કવિ તે દશ વાગતા પહેલાં નિશ્ચિત કરેલા સ્થાને પહોંચી ગયા. પિલા બને તે એમ માનતા હતાં કે એ શું આવવાનું છે? એ તે ક્યાંય ભાગી ગયે હશે, છતાં જોઈએ તે ખરા. બંને ભાઈઓ તલવાર લઈને ત્યાં આવી પહોંચ્યા.
કવિ રત્નની શૂરવીરતા' : બંને ભાઈઓને જોઈને કહે છે કે હું મારા વહાલા વીરે! આવી ગયે છું. હવે તમે કહે તે રીતે ઉભું રહે. તમે તમારી તલવાર હાથમાં લઈને તમારું કાર્ય જલ્દી પતા ને તમારા આત્માને શાંતિ આપે. વિચારે, આ કવિની કેટલી શૂરવીરતા હશે ! મરવા માટે આપણને પ્રજારી છૂટે ને અહીં તે વૈરની આગ શમાવવા માટે કેટલી તૈયારી છે ! શું એમને બચવું હોય તે બચી શકે તેમ ન હતું ? શું એમનામાં શુરાતન ન હતું ? એ રાજાને ખૂબ પ્રિય હતો. એને રસ્તામાં બે ભાઈઓએ કર્યો એટલે ખબર પડી ગઈ હતી કે આ વૈરને બદલે લેવા માટે આવેલાં છે. એ ધારત તે રાજાને વાત કરીને તેમને જેલમાં પૂરાવી દેત.
બૈરને બદલે લેવા આવનારની નિર્દયતા : કવિરત્ન કરવા માટે હસતે મુખડે આવીને ઉભા છે. મેતના મુખમાં ઉભા છે પણ મુખડા ઉપર અદ્દભૂત પ્રસન્નતા છે. તે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મારા દેહનાં બલિદાન પછી મારી પરંપરામાં વૈર ન રહે ને શાંતિ થાય. તેઓ પવિત્ર બને તેવી તેમને સબધિ આપજે. એમ કહીને નવકારમંત્રના સ્મરણમાં લીન બન્યા. ક્ષમાનું કેવું અદ્ભૂત ફળ મળે છે તે સાંભળો.
જ્યાં પેલા બંને ભાઈઓ કવિરત્નને મારવા માટે તલવાર ઉગામે છે ત્યાં દૂરદરથી ઘેડાનાં ડાબલા ખખડતા સંભળાયા. પૂરવેગથી ઘોડા દોડતાં નજીક આવતાં હોય તેમ લાગ્યું. બંને ભાઈએ ગભરાયા કે કઈ માણસ ઘોડા ઉપર બેસીને અહીં આવી રહ્યા છે. હવે જો આપણે આને મારી નાંખીશું તે આપણી પાસે ઘોડે નથી કે તેના ઉપર બેસીને ભાગી છૂટીએ. આવનાર તે આપણને પકડી મારી નાંખે. આ ગભરાટમાં એમના હાથ નીચા પડ્યા અને ગુસ્સે થઈને કવિરત્નને કહેવા લાગ્યા