________________
५९७
શારદા શિખર બચાવી લેવા આ બે ઘોડા લઈને હું આવી છે. જેથી આપને મારવાનું કામ પતાવીને તરત તેઓ આ બે ઘોડા ઉપર બેસીને ક્યાંના કયાંય દૂર ભાગી જાય જેથી આપણાં છોકરાને પણ ખબર ન પડે કે મારા પિતાજીને તેણે માર્યા ને મારનારા ક્યાં ગયા ? અને હું આપના શબને અહીં અગ્નિ સંસ્કાર કરી તે ચિતામાં હું પણ બળી મરું. કારણ કે સ્વામીનાથ! સતી સ્ત્રીને પતિ ચાલ્યા જતાં તેનું સંસારમાં કોઈ નથી. મારે સૌભાગ્ય ચાંદલે લૂછાઈ જતાં ક્યારેક પણ મારા મુખ ઉપર ઉદાસીનતા આવે. મને એ વિષયમાં આપણા પુત્રો અગર બીજા કોઈ પણ કંઈ પૂછે ત્યારે અકળાઈ મૂંઝાઈ બે શબ્દ કોઈના મઢ બેલી જાઉં તે માટે અનર્થ ઉભો થાય. હું જીવતી હોઈ તે આ પ્રશ્ન ઉભું થાય ને ? તેના કરતાં આપની પાછળ આપના માર્ગે ચાલી આવું તો વૈરની વાત અહીં જ પતી જાય. કઈ જાણે નહિ ને કઈ પૂછે નંહિ ને છોકરાઓને આ વાતની ગંધ આવે નહિ, અને તેમના દિલમાં વૈરને અંકુર ફૂટે નહિ.
પનીને જવાબ સાંભળી કવિરત્ન તેને વાંસો થાબડીને કહે છે વાહ! શું તારી બુદ્ધિ છે! વૈરના લેણાં ચૂકવવાની શું તારી ઉદારતા છે ! આપણું ધારેલું કાર્ય સફળ થાય, વરને કાયમ માટે અંત આવી જાય ને આ બંને આપણાં ભાઈએ ક્ષેમકુશળ તેમના ઘરે પહોંચી આનંદથી રહે. ખરેખર! તું સતી છે. તું નારી નહિ પણ નારાયણી છે. શું તારી શક્તિ ને બુધ્ધિ છે ! બીજાનું રક્ષણ કરવા માટે તે કેટલે ભેગ આપે ! એમ કહી તેને ખૂબ ધન્યવાદ આપ્યા. પછી પેલા બંને ભાઈએ સામે દષ્ટી કરીને કહે છે ભાઈએ ! હવે આ તલવાર હાથમાં લઈને તમે તમારું કાર્ય જલ્દી પતા.
પતિ-પત્ની વચ્ચે થયેલી વાતચીત સાંભળીને બંને ભાઈઓ તે થંભી ગયા. અહા ! આપણે જેને મારવા માટે આવ્યાં છીએ તે આપણને બચાવવા માટે કેટલી અનુપમ ઉદારતા વાપરે છે ! વૈરની વણઝાર દૂર કરી મૈત્રીભાવનું રક્ષણ કરવા માટે તેઓ કેટલે ભોગ આપે છે ! જે એમને બચવું હેત તે તે ધારે તેમ કરી શકે તેમ હતું. રાજાના જેના ઉપર ચારે હાથ હેય તેને શું બાકી રહે? આપણને પકડાવી દેવા તે સમર્થ હતા. છતાં એવું કાંઈ ન કરતાં વૈરની આગ બુઝાવવા માટે પોતાના જીવનને અંત લાવવા તૈયાર થયા. એ કેવા ઉદાર ને સજજન છે! જ્યારે આપણે કેવા શઠ, લૂંટારા, પાપી અને હત્યારા છીએ! ધિકકાર છે આપણા જીવનને! પતિપત્નીની ઉદારતા જઈ બંને ભાઈઓના અંતરમાં જાગેલે વૈરને અગ્નિ શાંત પડી ગયે. જવાળા જળ બની ગઈ. વૈરને આવેશ ઉતરી ગયો ને હાથમાંથી તલવાર ફેંકી દીધી. તેમની આંખમાં ધારા આંસુ વહેવા લાગ્યા. પવિત્ર આત્માની પવિત્રતા પામરને પણ પીગળાવી નાંખે છે.