________________
વિશારદા શિખર કે હે પાપી! તે તે અમને એવું કહ્યું હતું કે હું એકલે આવીશ. એમ કહીને અમને ઠગવાને ધંધો કર્યો? આ તારા કાકાઓને ખાનગીમાં આવવાનું કહ્યું હતું ? તારે જેટલી ઠગબાજી રમવી હોય તેટલી રમી લે પણ એક વાત નક્કી સમજી લેજો કે અમે તેને માર્યા વિના રહેવાના નથી. કવિરત્ન કહે છે કે ભાઈઓ! મેં કેઈને ખાનગીમાં બોલાવ્યા નથી. કેઈને કંઈ વાત કરી નથી. કેણુ આવે છે? તે હું કંઈ જાણતા નથી. ત્યારે પેલા બંને કહે છે તો અત્યારે ટાઈમસર અંધારામાં કેણ આવે છે? ચોર થઈ ને પાછો શાહુકાર બને છે? આ પ્રમાણે વાત થતી હતી ત્યાં બે ઘડી ત્યાં આવીને ઉભા રહ્યા. એક ઘડો ખાલી હતું ને બીજા ઘોડા ઉપરથી કવિરત્નની પત્ની ઉતરી. આ જોઈ કવિરત્ન પૂછે છે કે તમે અંધારી રાત્રે અહીં એકલા શા માટે આવ્યા ?
કવિરત્નની પત્નીની સમજણ અને ઉદારતા ભરેલો જવાબ”: કવિ–પની ખૂબ શાંતિપૂર્વક મધુર સ્વરે બેલી. સ્વામીનાથ ! આપે તે મને બધી હકીકત સમજાવી અને આપણી કુટુંબ પરંપરામાં વૈરને વિષમ દાવાનળ ચાલુ ન રહે તેને ઠારવા માટે અહીં ચાલ્યા આવ્યા. તે સમયે મને આપના વિયોગનું દુઃખ થયું પણું મેં મારા મનને મક્કમ કરી બીજી ક્ષણે વિચાર કર્યો કે અહા ! હું કેટલી ભાગ્યવાન છું કે વૈરના વિષમ દાવાનળને શાંત કરવા માટે પિતાની જાતનું બલિદાન આપનાર ઉદાર અને પવિત્ર પતિની પત્ની બનવાનું મને પરમ સૌભાગ્ય સાંપડયું. આવા પરમેશ્વર તુલ્ય પતિ તે કેઈક પુણ્યવંતી સ્ત્રીને મળે. જુઓ, આ કવિની પત્ની પણ કેવી ઉદાર છે ! હવે પિતે શા માટે મધ્યરાત્રે એકલી આવી છે તે વાત કરતાં કહે છે સ્વામીનાથ ! આપને મેં રજા આપી અને આપ અહીં આવ્યા. પણ પાછળથી મને વિચાર આવ્યો કે મારા પતિ તે વૈરને દાવાનળ શાંત કરવા માટે હોંશે દેહનું બલીદાન આપશે તેમાં શંકા નથી. પણ આ મારા બે લાડકા દિયરીયા આવ્યાં છે તેમની પાસે તે ઘોડે કે બીજું કંઈ વાહન નથી. તેઓ તમને મારીને અંધારી રાત્રે ક્યાં જશે? પગે ચાલીને માણસ જઈ જઈને કેટલે દૂર પહોંચી શકે ? હમણાં ત્રણ ચાર કલાકમાં વહાણું વાઈ જશે. મંદિરના પૂજારી પૂજા કરવા આવે ને બીજા લેકે દર્શન કરવા આવે. તે વખતે આ૫નું શબ પડેલું જોશે એટલે રાજાને ખબર પડશે. આપ તે રાજાને ખૂબ પ્રિય છે. એટલે રાજા આપને વધ કરનારની તપાસ કરવા માટે ચારે તરફ ઘોડેસ્વારોને દેડાવશે, અને આ મારા દિયર પકડાઈ જશે ને એમને રાજા ફાંસીએ ચઢાવશે. એટલે પાછું એમને અને આપણું સંતાન વચ્ચે વૈર ઉભું થશે. જો આપને ભેગ આપવા છતાં વૈરની વણઝાર ચાલુ રહે તે તેને અર્થ છે? આ બધા વિચાર ઉતાળમાં તે સમયે ન આવ્યું. પણ આપના ગયા પછી વિચાર આવતાં હું ગભરાઈ ગઈ કે મારા બે દિયરનું શું થશે ? એટલે તેમને મૃત્યુના મુખમાંથી