________________
૫૩૦
શારદા શિખર
મહારાજાને ખૂબ માન હતું એટલે આ તેમના ભાઈ આ છે તેથી તેમને સારા ખાનદાન ગણીને એમને ઉંચા સંગીતકારની પદવી ઉપર સ્થાપિત કર્યાં. જુએ, કવિરત્નની કેવી મહાન ઉદારતા છે!
બંધુએ ! વિચાર કરો. મૈત્રી ભાવનાનું કેવું સુખદ પરિણામ આવ્યું ! કવિરત્નના હૈયામાં મૈત્રી ભાવનાએ કેવુ' સ્થાન જમાવ્યું હશે ! એમની રગેરગમાં અને રામેરામમાં મૈત્રી ભાવનાને કેવા રણકાર થયા હશે કે જેથી પોતાનામાં ખચવાની છતી શક્તિ હાવા છતાં ખચવાના કાઈ ઉપાય ન કરતાં કુળપરંપરામાં વરના અંત લાવવા પેાતાનું જીવન હોડમાં મૂકી ભાઇના હાથે તલવારના એક ઘાએ મરવા તૈયાર થયા, અને એ ભાઈઓને વૈરાગ્નિ શાંત કરવાની સગવડ કરી આપી. એમના પત્ની પણ કેવા દિલનાં દિલાવર કે પતિના સાચા પ્રેમનાં પ્રતિક રૂપે પતિને પ્યારા મૈત્રીભાવ પેાતે અપનાવી લીધેા; અને એ દિયરીયાઓને એમનું કામ પતાવ્યા પછી કાઈ જાતની અગવડ ન પડે ને તેમના માથે આપત્તિ ના આવે તે માટે એ ઘેાડા લઈને આવી અને ભવિષ્યમાં ચાડી ખાવાની બુધ્ધિ ન જાગે તે માટે પતિની ચિતામાં મળી મરવા તૈયાર થઈ. આ પતિ-પત્નીની કેવી ભવ્ય ઉદારતા ! ધન્ય છે આવા આત્માએને !
આપણે પણ ચેતનદેવને જાગૃત કરવાની જરૂર છે કે હે ચેતનદેવ ! ક્ષમા એ અમર બનાવનાર અમૃત છે ને વૈર તને ભવેાભવમાં મારનારુ વિષ છે. કહ્યું છે કે “નસ્ય મૂળ સર્વ, વસ્યામૂળ શુળઃ ।ગુળસ્ય મૂળ જ્ઞાનં, જ્ઞાનસ્યા મૂળ ક્ષમા ।।”
મનુષ્યનુ ભૂષણ રૂપ છે; અને રૂપનું ભૂષણ ગુણ છે. કારણ કે મનુષ્ય ગમે તેટલે સૌદયવાન હાય પણ તેના જીવનમાં ગુણુ ન હાય તા ગુણ વિનાનું સૌંદય ફીકકુ લાગે છે. તેથી આ લેાકમાં કહ્યું છે કે રૂપનું ભ્રષણ ગુણ છે ને ગુણનુ ભૂષણ જ્ઞાન છે. અને જ્ઞાનનું ભ્રષણ ક્ષમા છે. કારણ કે જ્ઞાન વિના ગુણ પ્રગટ થતા નથી. અને જીવમાં જ્ઞાન ન હોય ત્યાં સુધી ક્ષમા આવતી નથી. એને જ્ઞાન વિના ખબર નથી પડતી કે ક્ષમાથી શું લાભ થાય છે? “ક્ષમા ક્ષીયતે મે ” જ્યારે જ્ઞાન દ્વારા જીવને ભાન થાય છે કે ક્ષમા રાખવાથી જીવ કર્મોના ક્ષય કરે છે. જ્ઞાન દ્વારા આત્મા એ વાત સમજી શકે છે કે
नहि वेरेन वेरानि, सम्मन्तीध कदाचनं । अवेरेन व सम्मान्ति, एस धम्मो सनन्तनो ॥
આ સંસારમાં ક્યારે પણ વૈરથી વૈર શમતુ નથી. અગ્નિમાં લાકડા નાંખવાથી આગ બૂઝાતી નથી પણુ વધે છે; તેમ બૈરી સાથે વૈરની પરંપરા ચાલુ રાખવાથી વેર વધતું જાય છે, પણ વૈરની સામે અવર એટલે મૈત્રીભાવ રાખવાથી વૈર શાંત થાય છે. માટે આજે સંવત્સરીના દિને એક નાનકડું સૂત્ર વેશ માં ન ઝેર્ ” તમારા