________________
વારા શિખર બનાવ્યું. એક વખતના મારક ચંડકૌશિકને સમતાની સાધનાથી ભગવંતે પૂજનીય બનાવ્યા. આ છે ક્ષમાની અદ્ભુત શક્તિ.
. બંધુઓ ! આપણે સાત સાત દિવસ સુધી સાધના કર્યા બાદ આજે ક્ષમાના નીરમાં સ્નાન કરીને આત્માને પવિત્ર બનાવવાનું છે. આજે અમારે ને તમારે લેતીદેતી એ બે કાર્યો કરવાના છે. આખા જગતનો તમામ વ્યવહાર લેતીદેતીથી ચાલે છે. હેલસેલ વહેપારી પાસેથી નાના વહેપારીઓ માલ ખરીદે છે. નાના વહેપારી પાસેથી ગ્રાહક માલ લે છે. આ રીતે દરેક વ્યવહાર લેવડદેવડથી ચાલે છે.
આજે શૂરવીર ને ધીર બનીને જેની જેની સાથે વેર ઝેર થયાં હોય તેની તમે ક્ષમાપના માંગી લેજે. અને કેઈએ તમારે અપરાધ કર્યો હોય તે વ્યક્તિ તમારી પાસે ક્ષમા માંગવા આવે ત્યારે તેને તમે અંતઃકરણપૂર્વક ક્ષમા આપજે. ક્ષમા લેજે અને ક્ષમા દેજે. દિવાળી આવે છે ત્યારે પૈસાનું સરવયું કાઢે છે તેમ આજના દિવસે તમે એ વિચાર કરજે કે ગઈ સંવત્સરીથી આ સંવત્સરી સુધીમાં મારા જીવનમાંથી બૂરાઈઓ કેટલી ઓછી થઈને સદ્ગુણેની કેટલી વૃદ્ધિ થઈ? બૂરાઈની બાદબાકી, સદ્ગુણને સરવાળે ને ગુણને ગુણાકાર કરી જીવનને ધન્ય બનાવે.
અહં અને અમને દૂર કરી પર્વની આરાધના કરજે. આ પર્વ આત્મામાં રહેલા ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ–વેર ઝેર આદિ દુર્ગને કચરો દૂર કરીને ક્ષમા, દયા, નિર્લોભતા, સરળતા આદિ ગુણેને અપનાવી આત્માને ઉજજવળ બનાવવા માટે છે. માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વ શલ્યરૂપ મેલથી મલીને બનેલા આત્મારૂપી કપડાને વીતરાગવાણીના વારિથી ક્ષમાને સાબુ અને ધર્મરૂપી ધોકા વડે સાફ કરવા માટે આ પર્યુષણ પર્વની આરાધના કરવાની છે. ત્રણ દિવસના મેલા કપડાને તમે કહો છો કે ખૂબ મેલા છે. તે તરત ઘેઈ નાખે છે પણ આત્મારૂપી કપડા ઉપર અનંતકાળથી કર્મના મેલ ચેટી ગયા છે તેને સાફ કરવા માટે કંઈ કેશિષ કરે છે ખરાં ? કપડાંને એક નાનકડું શાહીને ડાઘ લાગી જાય તે તરત સાફ કરે છે પણ આત્મા ઉપર તે ક્રોધાદિ કષાયેનાં કેટલા મેટા ડાઘ પડયા છે તે તમને રાખી મૂકવા કેમ ગમે છે? આ પર્યુષણ પર્વરૂપી ગંગાને ઘાટ છે. આ ઘાટ ઉપર આવીને સમતારૂપ પાણીથી કષાય રૂપ લાગેલે મેલ દૂર કરીને આત્માને પ્રશાંત–પવિત્ર બનાવી અનંત સુખને ભેક્તા બને તેવી આરાધના કરી લે. ' તમે બધાએ પર્યુષણ પર્વના સાતે દિવસે દાન, શીયળ, તપ તથા પવિત્ર ભાવનાઓથી પસાર કર્યા. આજે તેના ફળ સ્વરૂપે એ નિર્ણય કરજે કે મારે ગમે તેવા સંગમાં કષાય કરવી નહિ. પિતાને કે પિતાના નિમિત્તે બીજાને કષાય આવે