________________
પપ૭
ધારદા શિખર
તે સમયમાં અધ્યા નામની પવિત્ર નગરી હતી. તે નગરીમાં શત્રુજ્ય નામના પરાક્રમી અને નીતિમાન રાજા રાજ્ય કરતા હતા. તેના બંને હાથ યાચકની દીનતા દૂર કરવાને માટે દાનગુણથી અલંકૃત હતા. જેના પ્રતાપને શત્રુઓ સહન કરી શકતા ન હતા. તેના સેવકે, પ્રધાને, નોકર ચાકરે બધા તેમની કઈ પણ આજ્ઞાને સહર્ષ વધાવી લેતા હતા. પરસ્ત્રી તરફ જેની દષ્ટિ કયારે પણ ગઈ નથી. દેવે પણ જેના શીલગુણની પ્રશંસા કરતા હતા. એવું તેમનું તે વ્રત શુધ્ધ હતું. તેમનું સૌંદર્ય અને ૫ અનુપમ હતું. તેમને અત્યંત મીઠી મધુરી ભાષા બોલનારી, પિતાના પતિમાં અનુરક્ત, પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેનારી પ્રિયવંદા નામની રાણી હતી. રાજા-રાણી બંને સુખપૂર્વક આનંદમાં પિતાના દિવસો પસાર કરી રહ્યા છે. તે અયોધ્યા નગરીની પ્રજા પણ સર્વ વ્યસનથી રહિત, જિનવચનની અનુરાગી અને સદ્ગુણી છે. તે નગરની બધી સ્ત્રીઓ શીલ, સદાચાર આદિ ગુણોથી શોભતી હતી. ત્યાંની પ્રજાને દાનનું વ્યસન હતું. કેઈ દુરાચારી કૂર પાપી માનવી આ નગરીમાં આવે તે આ નગરની ભૂમિના પ્રભાવથી અને જનતાની સદ્ગુણની સૌરભથી તે પુણ્યશાળી પવિત્ર બની જતા. તીર્થકર, ચકવર્તિ, વાસુદેવ બળદેવ, આદિ ઘણુ મહાન પુરૂષની આ પવિત્ર જન્મભૂમિ હતી.
આ અધ્યા નગરીમાં સાગરદત્ત નામના એક મહાન શ્રીમંત શેઠ રહેતા હતા. તેમને ધારણ નામની પવિત્ર પત્ની હતી. આ સાગરદત્ત શેઠ જૈન ધર્મના અનુરાગી હતા. અને તેમની પત્ની પણ ધર્મના રંગે રંગાયેલી હતી. બંને પતિ-પત્ની રોજ સાથે બેસીને સામાયિક-પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરતા. સંસારના કામકાજથી નિવૃત્ત થાય ત્યારે તેઓ ધર્મની વાત કરતા. દરરોજ સંતના દર્શન અને વ્યાખ્યાન વાણીને પણ લાભ લેતાં હતાં. આજે ઘણોને ધન મળે પણ સાથે ધર્મ ન ગમે. ઘણુંને ત્યાં ધર્મ હેય પણ પૂર્વના અશુભ કર્મના ઉદયથી ધન ના મળે. આ સાગરદત્ત શેઠનું પુય એવું પ્રબળ છે કે તેમને ત્યાં ધન અને ધર્મ બને છે. પતિ-પત્ની બંને સાથે સાથે ધર્મ કરે છે. આવા પુણ્યવાન આત્માઓ છે પણ તેમને ત્યાં સંતાન નથી. હવે તેમને ત્યાં પુણ્યવાન છે આવશે તે વાત અવસરે.
વ્યાખ્યાન નં. ૫૬ ભાદરવા સુદ ૫ ને રવિવાર “સંવત્સરી
તા. ર૯–૮–૦૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આપણે પ્રેમની પાવન સરિતામાં સ્નાન કરી પાપનું પ્રક્ષાલન કરી પવિત્ર બનવા