________________
૫૪૪
શારદા શિખર મારી જાતે કાપી આપીશ. જમણે હાથ તે મારા પતિને મેં સોંપી દીધું છે. તે બીજાના હાથમાં નહિ સોંપાય. ધડ દઈને કલાવંતીએ છરી વડે પોતાના જમણા હાથનું કાંડુ કાપી આપ્યું ને ડાબા હાથનું કાંડું ચંડાળણીએ કાપી નાંખ્યું. રાણી કહે છે બહેન ! મારા સ્વામીને આ કાંડા આપજે મારા છેલ્લા વંદન રાજાને કહેજે. ચંડાળણી તે કાંડા લઈને રાજા પાસે પહોંચી ગઈ. - આ તરફ હાથના કાંડા કપાવાથી રાણીને અસહ્ય વેદના થવા લાગી. એ વેદનાના ધ્રાસ્કાથી રાણીને પ્રસૂતિ થઈ. રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપે. પણ જંગલમાં એનું કેશુ? એક તે હાથના કાંડા કપાઈ ગયા છે તેની વેદના અને બીજી પ્રસૂતિની અસહ્ય પીડા ભોગવી પુત્રને જન્મ આપે. પણ અશુચી સાફ કરવા માટે પાણી નથી. રાણી અને પુત્ર બંને નિરાધાર પડ્યા છે. આ સમયે રાણી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મેં મારા મન-વચન-કાયાથી મારા પતિ સિવાય અન્ય કઈ પણ પુરૂષ સામે કુદષ્ટિથી જોયું ન હોય તે મને સહાય કરજે. એના શીયળના પ્રભાવથી દેના આસન ચલાયમાન થયા. સતીને કચ્છમાં જેઈને ત્યાં પાણીનું ભરેલું સરોવર બનાવી દીધું. રાણી પુત્રને અશુચીથી શુદ્ધ કરવા જાય છે ત્યાં પુત્ર હાથમાંથી સરકી જાય છે. હવે તે શી રીતે ? છતાં બે હાથ પુત્રને લેવા માટે પાણીમાં નાંખે છે
ત્યાં બેરખાં સહિત હતા તેવા હાથે થઈ જાય છે. આ છે સતીના શીયળને પ્રભાવ. - જંગલમાં દેવે તેની રક્ષા કરે છે. - રાજાને બાર વર્ષ પછી બેરખાં તે રાણીને તેના ભાઈએ મોકલવાની વાતની ખબર પડે છે. ત્યારે પોતાની ભૂલ માટે અત્યંત દુઃખ થાય છે. ભાઈ તે બહેનને વહાલે જ હોય ને ? રાણીની વાત સાચી જ છે ને ? અરર. આ શું કર્યું? પવિત્ર સતીને માથે કુસતીનું કલંક ચઢાવ્યું. ધિક્કાર છે મને ! હવે એનું શું થયું હશે ? આ રીતે રાજાને ખૂબ પશ્ચાતાપ થયે. પછી રાજાએ વનમાં કલાવંતીની તપાસ કરાવી. માતા-પુત્ર બંનેને રાજ્યમાં લઈ આવે છે. પણ કલાવંતીને વૈરાગ્ય આવવાથી દીક્ષા લે છે.
બંધુઓ ! જુઓ, રાગ અને દ્વેષનાં બંધન કેવા કર્મ કરાવે છે! સુચનાઓ રાગને વશ થઈને કોધમાં આવીને પિપટની પાંખે છેદી નાંખી હતી. તે આ ભવમાં રાજાએ તેના કાંડા કપાવ્યા. વૈર પૂરું થતા સાચી સમજણ પડી અને પસ્તાવાનો પાર ન રહ્યો. આટલા માટે કહ્યું છે કે જેમ બને તેમ રાગ-દ્વેષને પાતળા પાડતાં શીખે. આવા મહાન પુરૂષ અને સતીઓનાં દાખલા લઈને તમારું જીવન પવિત્ર બનાવે. વધુ ભાવ અવસરે કહેવાશે. • ચરિત્ર : શાલીગ્રામ નગરમાં નંદીવર્ધન નામના મુનિ પધાર્યા છે. તેમના