________________
ધારદા શિખર
પછ નિર્દોષ મુનિની હત્યા કરનાર બ્રાહ્મણે ઉપર ક્ષેત્રપાળ દેવને ક્રોધ આવ્યો. તેથી તેમને પિતાની શક્તિથી સ્વૈભિત કર્યા. સવાર પડતાં ગામ લેકેને ખબર પડી. પિલા બ્રાહણ પુત્રોના માતા-પિતાને પણ ખબર પડી એટલે તેઓ દોડતા આવ્યાને મુનિના ચરણમાં પડીને તેમને પોતાના પુત્રોને મુક્ત કરવા માટે વિનવવા લાગ્યા. મુનિ ધ્યાનમાંથી જાગૃત થયા. પણ એ તે કંઈ જાણતાં નથી. આ સમયે ક્ષેત્રપાલ દેવે અદશ્યપણે કહ્યું-હું નિર્દોષ મુનિની હત્યા કરનાર પાપીઓને હું મારી નાંખીશ.
આ સમયે સત્યભૂતિ મુનિએ કહ્યું કે જૈન મુનિઓનું જીવન જીવ રક્ષા માટે શિવ સુખની પ્રાપ્તિ માટે તેમજ ઘર ઉપસર્ગો સહન કરીને કર્મ ક્ષય કરવા માટે હોય છે. અમારા નિમિત્તે એક કીડી જેવા પ્રાણીની હિંસા કરાય નહિ તે પછી તેમને મારવા કેમ દઉં? એ તે મને આત્મસાધના કરવામાં સહાયક બન્યા છે. ત્યારે ક્ષેત્રપાલ દેવે પ્રસન્ન થઈને કહ્યું કે ધન્ય છે આપને! કે મારવા આવનાર પ્રત્યે પણ આવી ઉદારતા! પણ એક વાત છે કે તે બંને છોકરાઓ અને તેના માતા-પિતા જૈન ધર્મ સ્વીકારે તો હું તેમને જીવતા છે.
બંધુઓ ! જીવવું સૌને કેટલું પ્રિય છે ! જે જૈન ધર્મને કટ્ટર વિરેાધી હતી તે બ્રાહ્મણ પણ જૈન ધર્મ સ્વીકારવા તૈયાર થયે. સત્યતિ મુનિએ તેમને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી બંને ભાઈએ અને તેના માતા પિતાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. પણ થોડા સમય પછી તેમના માતાપિતાએ કહ્યું-કે બેટા! તે વખતે આપણે સંકટમાંથી મુક્ત થવા જૈન ધર્મ સ્વીકાર્યો હતે. હવે તેને છોડી દે. આપણાં વૈદિક ધર્મ સિવાય આત્મકલ્યાણ બીજે કયાંય નથી. પણ છોકરાઓને તે રગેરગમાં જૈન ધર્મને રંગ લાગે એટલે તેમણે જૈન ધર્મ છોડ નહિ. પણ તેના માતા પિતાએ જૈન ધર્મ છોડી દીધું. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૫ ભાદરવા સુદ ૪ને શનિવાર
તા. ૨૮-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
પ્રેરણાના પીયૂષનું પાન કરાવી આત્માને અજર અમર સ્થાન પ્રાપ્ત કરવાને દિવ્ય સંદેશ લઈને આપણે ત્યાં મંગલકારી પર્યુષણ પર્વની પધરામણી થઈ છે. આ દિવસોમાં મનુષ્ય શું કરવું જોઈએ? જ્ઞાની પુરૂ કહે છે હે આત્માઓ! વીતરાગ વાણીનું પાણી લઈને કર્મની કાલીમાને જોઈ નાંખે, રાગની આગને બૂઝાવી દે, અને વીરવાણીને છંટકાવ કરી વિષયના વંટેળને શાંત કરે. જયાં સુધી કષાયની