________________
શારદા શિખર
૫૪૩
ક્રોધથી લાલઘૂમ થઈ ગઈ, પણ રાણીને પૂછ્યું નહિ કે તને કાણુ વહાલુ છે ? જો પૂછ્યું હોત તે વાંધો ન આવત. પણ કર્મની ગતિ વિચિત્ર છે. કય સમયે ડાહ્યા માણસ પણ વિવેક વીસરી જાય છે.
કલાવંતી રાણી ગભવતી છે. તેને નવમે માસ જાય છે ને રાજાએ કઈ વિચાર કર્યા વિના ચંડાળને આજ્ઞા કરી કે તું એને જંગલમાં લઇ જઈ ને કડા સહિત તેના કાંડા કાપી લાવ. આ સાંભળી ચ'ડાળ ધ્રુજી ઉઠચેા. અહા ! આવી પવિત્ર સતી તુલ્ય રાણીના મારે કાંડા કાપવા પડશે ! એ જાતિનેા ચંડાળ હતા પણ કથી ચંડાળ ન હતા. તેના દિલમાં દયા હતી. એણે ઘેર જઈને એની પત્નીને વાત કરી કે રાજાએ આવા હુકમ કર્યો છે. પણ મારે એવું કામ કરવુ' નથી. જો અહી રહીને રાજાની આજ્ઞાનું પાલન નહિ કરીએ તેા રાજા કેાપાયમાન થશે. તેના કરતાં ગામ છેડીને ચાલ્યા જઈએ. ત્યારે એની પત્ની કહે છે. તમારાથી એ કામ ન થાય તે। હું જાઉં. તમે ઘરમાં સૂઈ જાએ. આપણું તે રાત-દિવસનું કામ છે. એમાં વળી ડર શેને ? એવા પાપનેા આપણે વિચાર કરીએ તેા રહેવાય નહિ. જુએ, પતિ-પત્ની વચ્ચે કેટલું અંતર છે! પતિ જાતિએ ચંડાળ છે પણ કથી નથી. જાતિ ચંડાળ સારા પણ કમ ચંડાળ ભૂંડા છે. એની પત્ની તેા જાતિથી અને કમથી બંને રીતે ચંડાળ હતી.
ચડાળણીએ કલાવતીના કાંડા કાપવાનું કામ માથે લીધું. રાજાના હુકમ મુજબ તેને રથમાં બેસાડીને લઈ જાય છે. રાણી પૂછે છે મને રથમાં બેસાડીને કયાં લઈ જાએ છે ? ત્યારે ચંડાળણીએ કહ્યું- રાજાએ તમને પિયર મેાકલવાનું કહ્યું છે એટલે લઈ જાઉં છું. રથ આગળ ચાલ્યા. ખૂબ નિજન વનમાં જઈને રથ ઉભેા રાખ્યા. ત્યારે રાણીએ પૂછ્યું-ખહેન! મારું પિયર તે ઘણું દૂર છે ને આ વિકરાળ વનમાં તમે રથ કેમ થાભાળ્યેા ? ત્યારે ચંડાળણી કહે છે, જુએ રાણીજી! હવે તમને સાચી વાત કહી દઉં છું. તમને પિયર મેાકલવાના નથી પણ તમારે। કોઈ અપરાધ થયા હશે તેથી રાજાએ તમારા આ કડા સહિત બે હાથના કાંડા કાપી લાવવાનું કહ્યું છે. તેથી તમને આ જંગલમાં લાવી છું. હવે તમે નીચે ઉતરી જાઓ. કલાવતી ખૂબ સરળ હતી. મારે શું વાંક છે ? કયા કારણથી રાજાએ મને આ શિક્ષા કરી છે? તે સમજી શકી નહિ. તેથી આઘાત લાગ્યા. પણ સજ્જન મનુષ્યા સિંહુ જેવી દૃષ્ટિ રાખે છે. શ્વાન જેવી દૃષ્ટિ રાખતાં નથી. તેથી રાણીએ વિચાર કર્યો કે મારા કા ઉદય છે. રાજાને શું દોષ છે? વાળ ધમ્માળ ન મોવું અસ્થિ ।” કલાવતી રાણીની માફ્ક કર્મીના ઉદય થાય ત્યારે એવા વિચાર કરે કે હે જીવ! કરેલાં કર્માન ભાગળ્યા વિના તારા છૂટકારા થવાને નથી. કલાવતી રાણીના હૃદયમાં આ સૂત્ર રમતું હતું. તેથી ગર્ભવતી અવસ્થામાં કાંડા કાપવાના વખત આવ્યે છતાં સ્હેજ પણ ઝૂરી નહિ. એણે ચંડાળણીને કહ્યું- બહેન! આ મારા જમણા હાથનું કાંડુ તા