________________
૨૨૪
શારદા શિખર સુખડીને સ્વાદ મળે ત્યાં સુધી શી વાત ! ખમ્મા ખમ્મા કરે ને સંસારની સુખડી મળતી બંધ થાય એટલે સર્ષની જેમ તમને એ ડંખ દેવા સમાન દગો દેશે. માટે કુટુંબ પરિવારને રાગ છેડો. સર્પનું ઝેર કયું ? કુટુંબ-પરિવાર અને પરિગ્રહમાં મૂછ રાખવી તે. પેલું ઝેર તે મનુષ્યને એક વખત મારે છે, પણ આ વિષય પ્રત્યેની આસક્તિનું ઝેર છે તે જીવને ભવોભવ મારનારું છે. માટે સંસારને સર્પના રાફડા જે સમજી, સગાને સર્પ સમાન માની તેમના ઉપરની મમતા છોડે, આવી વાતે સદ્દગુરૂઓ પાસેથી સાંભળી, હૈયામાં ઉતારી આચરણમાં મૂકી ને રાગના બંધન તોડો.
આગળના સંતોને પરમપદ મોક્ષની પ્રાપ્તિ માટે કે તલસાટ હતો ! જેમ નાને બાળક બરફી પૅડાનું પડીકું જેઈને ખાવા માટે તલસે છે તેમ મહાન પુરૂષો મુકિતના મેવા લેવા માટે તલસાટ કરતાં હોય છે. મુક્તિ મેળવવા દેહને રાગ પણ છોડવું પડશે. બંધક મુનિના ૫૦૦ શિષ્ય ઘાણીમાં હસતે મુખડે પીલાયા. પિતાના ફૂલ જેવા શિષ્યોને ઘાણીમાં પીલાતા જોઈ ગુરૂને દુઃખ થાય છે ત્યારે શિષ્ય કહે છે ગુરૂદેવ ! આ દેહ નથી પીલાતે પણ અમારા કર્મો પીલાય છે. દેહ પીલાય છે ઘાણમાં ને મન રમે છે નવકારમાં. એ કેવું આત્મબળ કેળવ્યું હશે ? દેહની મમતા કેટલી છતી હશે ! મુકિત એમ ને એમ નથી મળતી. એ સંતે મુક્તિ મેળવવા તલપાપડ થઈ રહ્યા હતા.
આજે ઘાટકે પર સંઘને આંગણે બેરીવલી, કાંદીવલી અને દેલતનગર એ ત્રણ સંઘે આવ્યા છે. ને એ ઘાટકે પર સંઘ. ચતુર્ગતિના ફેરા ટાળવા ચાર સંઘ ભેગા થયા છે. આ ત્રણ સંઘોના દિલમાં પણ સંતના ચાતુર્માસ લેવાનો તલસાટ જાગ્યો છે. સંતે પ્રત્યે તમને આટલે બધે પ્રેમ શા માટે? સંતે તમારા વિષયના વિષ ઉતારનાર છે. તે વીરના વચનામૃતનું પાન કરાવી વિષયેનું વમન કરાવી આત્માની અમરતાનું ભાન કરાવે છે. સંસાર સાગર પાર કરવાનો માર્ગ બતાવે છે. જેમ નદી સાગરને મળવા જાય છે ત્યારે માર્ગમાં જેટલી જમીન આવે તેને ફળદ્રુપ બનાવે છે. તેમ સંતે એક ગામથી બીજે ગામ વિહાર કરે છે ત્યારે માર્ગમાં નાના મોટા ક્ષેત્રોને લાભ આપે છે. જ્યાં નદી હોય ત્યાં વાતાવરણ હરીયાળું રહે છે. તેમ જે જે ક્ષેત્રોમાં સંત-સતીજીએ પધારે છે ત્યાં ધર્મારાધનાથી વાતાવરણ હરિયાળું બને છે. આવા સંતના ચાતુર્માસ માટે સંઘ પડાપડી કરે છે. આજે ત્રણ સંઘ વિનંતી કરવા આવ્યા છે તેમને બોલવું છે. અહીંના પ્રમુખ વજુભાઈને પણ બોલવું છે. પણ વિદ્યુતપ્રભાના પૂર્વભવની વાત ચાલે છે તે થોડી બાકી છે તે પૂર્ણ કરીએ.
, ચરિત્ર : કુલધરની પુત્રીના શીયળના પ્રભાવથી સૂકે બગીચે લીલુંછમ થયે,