________________
૫૩૨
શારદા ઊિંખ વિતરાગ છે. તેમની પાસે કઈ જાતને ભેદભાવ નથી. ચાલ મારી સાથે. એને ખૂબ આશ્વાસન આપી સુદર્શન શેઠ ભગવાન પાસે લાવ્યા. એણે પ્રભુના દર્શન કર્યા. પ્રભુની વાણી સાંભળી. તેના હૃદયનું અજબ પરિવર્તન થઈ ગયું.
રોજના સાત સાત ખૂન કરનારો પાપી પણ પ્રભુની વાણી સાંભળીને પાવન બની ગયા. ને વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. પ્રભુની વાણીમાં કેવું અદ્ભુત સામર્થ્ય છે! આ પાપી એક વખત ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામી ગયે. તમે એના જેવા તો નથી ને? “ના”. તમે આટલી જિંદગીમાં એક પણ મનુષ્યનું ખૂન કર્યું છે? “ના”. એના જેવા તમે નથી. છતાં વર્ષોથી વીરવાણી સાંભળો છો પણ હજુ સંસાર છોડવાનું મન થાય છે ખરું? “ના”. તે મારે તમને કેવા કહેવા ? (હસાહસ). અર્જુન માળીએ દીક્ષા લઈને નિર્ણય કર્યો કે મેં જેટલા જોશથી પાપ કર્યા તેનાથી અધિક જોશથી ધર્મ કરું, તપ કરું, સંયમ પાળું. પહેલા જે ઘોર પાપી હતું તેનાથી અધિક ધર્માત્મા બનું. ખરેખર તેમણે એ પુરૂષાર્થ કર્યો કે છે મહિનામાં કર્મના ભૂકા ઉડાડી દીધા.
આ અનમાળીને પ્રભુની પાસે લાવી કલ્યાણ કરાવવામાં સહાયક કોણ હતા? એ તમારા જે શ્રાવક હતા ને? જે સુદર્શન શેઠ હિંમત કરીને નીકળ્યા ન હતા તે આ ઉપદ્રવ શાંત થવાનું ન હતું. પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રધ્ધાના બળે યક્ષ જેવો યશ ભાગી ગયે. જુઓ, શ્રદ્ધાનું બળ કેવું છે ! શ્રધ્ધા એ અમૂલ્ય સંજીવની છે.
ટૂંકમાં મારે તમને એ સમજાવવું છે કે માણસની શ્રધ્ધા શું કામ કરે છે ? શ્રધ્ધા હોય તે મારણતિક ઉપસર્ગમાંથી પણ બચી શકાય છે. માટે ધર્મમાં શ્રધ્ધા રાખે. વીતરાગ વચનમાં યથાર્થ શ્રધ્ધા રાખવી તેનું નામ સમ્યગદર્શન છે. જીવ જ્યારે સમકિત પામે છે ત્યારે તેને પોતાની સ્થિતિનું ભાન થાય છે.
આપણુ પરમપિતા મહાવીર પ્રભુને જન્મ વાંચવાને આજે પવિત્ર દિન છે. આજે તેમનું સ્મરણ કરી તેમનાં ગુણગાન કરી તે ગુણે આપણું જીવનમાં અપનાવી આપણું જીવન તેમના જેવું બનાવવું છે. ભગવાન પહેલેથી ભગવાન ન હતા. એક વખત એમને આત્મા પણ આપણા આત્માની જેમ ભવનગરમાં ભૂલે પડેલે યાત્રી હતો. પણ સમક્તિ પામ્યા પછી મહાવીર ભગવાનનાં સત્તાવીસ મેટા ભવની ગણત્રી થઈ છે. સત્તાવીસ ભવમાં નયસારને ભવ પહેલે છે.
નયસારના આત્મામાં રહેલી પવિત્ર ન્યતઃ” નયસાર એ જૈન ન હતા. એ એક સુથાર હતાં. આ નયસાર બધા સુથારેને ઉપરી હતું. તેમને પહેલાં કઈ જૈન મુનિને ભેટે થયું ન હતું. છતાં સમ્યકત્વ પામવા પહેલાનું તેમનું જીવન પણ કેટલું શુદ્ધ હતું ! તેઓ કેઈન દેશ સામે દષ્ટિ કરતા ન હતા. અને