________________
શારદા શિખર ઉત્કૃષ્ટ ભાવે સંતભક્તિ કરતાં પામી ગયા સમકિત :
ખૂબ હર્ષભેર નયસાર સંતને પિતાના સ્થાને લઈ જઈને નિર્દોષ આહારપાણી ઉત્કૃષ્ટ ભાવે પહેરે છે. વહોરાવતાં હૃદયમાં અલૌકીક આનંદ થયો. તેના સાડા ત્રણ કોડ રોમરાય પુલકિત બની ગયા. મુનિ શેડે દૂર જઈને આહાર–પાણી વાપરે છે. નયસારે પણ ભોજન કર્યું. પછી સંત પાસે આવીને પૂછયું કે આપ એકલા કેમ છે? ત્યારે સંતે પિતે કેવી રીતે ભૂલા પડયા તે વાત કરી. એટલે નયસારે કહ્યું. આપ માર્ગ ભૂલી ગયા છે તે હું આપને જે નગરમાં જવું છે તે નગરને ટૂંકે ને સરળ માર્ગ બતાવું. નયસાર સંતને માર્ગ બતાવવા ગયે. સાચા માર્ગે ચઢી ગયા પછી નયસારનું મુખ જોતાં સંતના મનમાં થયું કે આ કેઈ હળુકમી આત્મા છે. એણે મને આ દ્રવ્ય અટવી પાર કરાવી તે હું એને ભવાટવી પાર કરવાનો માર્ગ બતાવું. એમ વિચારી એક વૃક્ષ નીચે બેસીને સંતે નયસારને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. દેવ-ગુરૂ અને ધર્મની ઓળખાણ કરાવી. નયસાર સુથાર સંતના સમાગમથી ત્યાં સમ્યકત્વ પામે. એમને માટે તો જંગલ મંગલ સ્વરૂપ બની ગયું. ભાવનગરમાં ભૂલે પડેલ યાત્રી સાચા માર્ગે ચઢી ગયે.
આ નયસારને ભવ પૂરે કરીને તે આત્માએ વચમાં દેવલોકનાં, નરકના, ત્રિદંડીના આદિ થઈને ચોવીસ મોટા ભવ કર્યા. તે સિવાય નાના ભ તો ઘણાં કર્યા છે પણ અહીં તેની ગણત્રી કરી નથી.
નંદરાજાના ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યુ” : નયસારના ભવથી માંડીને પચીસમા ભવમાં તે આત્મા નંદ નામના રાજકુમાર થયા.એ નંદરાજાના ભવમાં તેમણે દીક્ષા લઈને ૧૧ લાખ ને એકાસીહજાર મા ખમણુ કર્યો. ત્યાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી કાળ કરીને તેઓ દેશમાં પ્રાણુત દેવલોકે ગયા. ત્યાંની ભવસ્થિતિ પૂર્ણ કરી ત્યાં શુભ નક્ષત્ર અને શુભ યોગ હતા તે સમયે ચવીને માહણૂકુંડ નગરમાં ત્રષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં પ્રભુ પધાર્યા. તે સમયે દેવાનંદાજીએ ચૌદ સ્વપ્ના પિતાના મુખમાં ઉતરતાં જોયા. તેણે ઋષભદત્ત બ્રાહ્મણને સ્વપ્નની વાત કરી. તેણે સ્વપ્નનું ફળ જોઈને કહ્યું. તમારી કુક્ષીએ તીર્થકર પ્રભુને જન્મ થશે. આ સાંભળી દેવાનંદાનું હૈયું હરખાઈ ગયું. સાડી ખાસી રાત્રી ગયે દેવલોકમાં ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. પ્રભુને ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જોઈને ઈન્દ્ર હરણગમગી દેવને આજ્ઞા કરી કે દેવાનંદાની કુંખે જે ગર્ભ છે તેમનું સાહારણ કરીને ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણી જે પુણ્યવતી માતા છે તેમના ગર્ભમાં મૂકે અને ત્રિશલામાતાની કક્ષામાં પુત્રી પણે જે ગર્ભ છે તે દેવાનંદામાતાની કુંખે મૂકે. કારણ કે તીર્થકરને જન્મ તે ક્ષત્રિયકુળમાં