________________
૨૫૮
શારદા શિખર ટી.વી. અને ગાદલા ઓશીકા વિના નહિ ચાલે તે લાવ લઈ લઉં'. એ વસ્તુઓ લઈને બહાર આવે તે તમે એને શું કહેશે? એ અબુધ ! આવું લાગે તેના કરતાં મૂલ્યવાન વસ્તુઓ લાવ્યા હતા તે? એમાંથી ઘણાં રેડિયા અને ટી.વી. લાવી શકાત. એનું તને ક્યાં ભાન છે? આજે બીજાને તે અબુધ કહી દીધે પણ આપણે પિતે કેવા અજ્ઞાન છીએ તેની ખબર નથી. ભગવાન કહે છે કે હે ભવ્ય છે ! આ સંસાર જન્મ–જરા અને મરણ રૂપી દાવાનળથી પ્રજળી રહ્યો છે. તેમાંથી જે તમારે બચવું હોય તે સંયમરૂપી સાર વસ્તુને લઈ લે તો ફરી ફરીને જન્મ-મરણના દાવાનળમાં બળવું નહિ પડે.
મહાબલ રાજાના છએ મિત્રોએ કહી દીધું કે એ મૂર્ખ કોણ હોય કે જેનો નાયક દાવાનળમાંથી સારી વસ્તુ લઈને બહાર નીકળી જાય ને સાથીદારે દાવાનળમાં રહી જાય ! તમે અમારા નાયક છે, અમારા સલાહકાર છે ને તમે અમારા સાચા મિત્ર છે. તમારા વિના અમને ગમે નહિ એટલે તમારે જે માર્ગ તે અમારો માર્ગ. અમે તમારાથી છૂટા રહેવા ઈચ્છતા નથી. અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું. મિત્રો દીક્ષા લેવા તૈયાર થયા છે. હવે મહાબલ રાજા તેમને શું જવાબ આપશે તે વાત અવસરે વિચારીશું.
ચરિત્ર : સત્યભામાના દિલમાં રૂક્ષ્મણ પ્રત્યે અત્યંત ઈષ્ય હતી. જ્યારે રૂક્ષમણી અત્યંત સરળ હતી. એટલે એણે સત્યભામાની શરતને સ્વીકાર કર્યો. અને તેમાં રૂકમણીની સાક્ષી તરીકે કૃષ્ણને અને સત્યભામાની સાક્ષીમાં બલભદ્રને રાખ્યા. કૃષ્ણ તે વાતને બરાબર સમજી ગયાં હતાં કે આ સત્યભામાની ઈર્ષ્યાનું કારણ છે. પણ જે કંઈ કહે તો સત્યભામાને દુઃખ થાય એટલે કૃષ્ણ મૌન રહ્યા. પણ બને ભાઈઓ મનમાં ખૂબ હસ્યા કે સ્ત્રી જાતિ પિતાની ઈષ્યને અગ્નિ ઠારવા કેવા કેવા ઉપાય શેઠે છે! સત્યભામાને તેનું ભાવિ ભૂલવાડે છે. નહિતર આવી હોંશિયાર સ્ત્રી આવી શરત ના કરે. કેને પહેલે પુત્ર જન્મે ને કેનાં લગ્ન પહેલાં થશે! અથવા દીકરો આવશે કે દીકરી ! આ કંઈ હાથની વાત છે? ભાગ્યયોગે સત્યભામાને એ વિચાર ન આવ્યું કે કદાચ રૂક્ષમણીને પુત્ર થયા પછી મારા ઘેર દીકરો જન્મશે ને તેનાં લગ્ન પછી થશે તે મારું કેવું અપમાન થશે ? એક તો કૃષ્ણને મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો છે કે જે તેમાં પણ આવું થશે તો મારું શું માન રહેશે ? એવો વિચાર પણ ન આવ્યું ને આવી શરત કરી બેઠી. સત્યભામાના દિલમાં એમ હરખ છે કે હું મટી છું. અને મને જરૂર પુત્ર આવશે એટલે હું એના લગ્ન પહેલાં કરીશને રૂક્ષમણીનું માથું મુંડાવીશ. હવે કોને પુત્ર પહેલે આવશે ને તેનું માથું મુંડાશે તે વાત પછી આવશે પણ તેણે મનથી તેવું માની લીધું છે કે મને જરૂર દીકરો આવશે. .