________________
શારા શિખર પૂર્વના ત્રાણાનુબંધે મને અહીં એકલી છે. તેને માટે હર્ષ કે શાક શું કરવું ? પણ એક વાત નક્કી છે કે મારું ગમે તેમ થશે પણ હું મારો ધર્મ નહિ છોડું.
છોકરી દરરોજ પિતાનો નિત્ય નિયમ સામાયિક-પ્રતિક્રમણ, રાત્રજનન ત્યાગ વિગેરે કરવા લાગી. થોડા દિવસ તે સાસુ કંઈ બોલ્યા નહિ પણ પછી કહ્યું કે વહુ ! તમે મારે ઘેર પરણીને આવ્યા છે તો અમારો ધર્મ સ્વીકારો. વહુ સાસુજીની વાત પ્રેમથી સાંભળતી ખરી પણ એ તે પિતાની ધર્મક્રિયામાં રકત રહેતી. ઘણી વખત સાસુ-જેઠાણી, નણંદ બધા ન કહેવાનાં શબ્દો કહી દેતાં કે મોટી ધર્મની પૂંછડી આવી છે. આ તે શું ધર્મ કહેવાય ? છતાં ખૂબ સમતા ભાવે સહન કરી લેતી હતી ને મનમાં વિચાર કરતી હતી કે હે પ્રભુ! જે ધર્મમાં ઈન્દ્રિઓ ઉપર કાબૂ મેળવવા તપ-ત્યાગ અને સંયમનું વિધાન નથી, જન્મ-જરા અને મરણના દુઃખથી મુકત થઈને મેક્ષ મેળવવાનું લક્ષ નથી ત્યાં સાચે ધર્મ નથી, જ્યાં શીલ-સદાચાર સાથે દુશ્મનાવટ છે, જ્યાં દયા અને દાનની ઠેકડી ઉડાડવામાં આવે છે, જ્યાં પાપનો ડર નથી, શુધ્ધ પવિત્ર વીતરાગ પ્રભુની ઉપાસના નથી. ત્યાગી ગુરૂઓની પૂજા નથી, પવિત્ર આચાર-વિચાર નથી ત્યાં કદી ધર્મ હોઈ શકે નહિ.
બંધુઓ! ધર્મ એ કઈ બહારની ચીજ નથી. પણ ધર્મ એ આત્માની ચીજ છે આત્માનો ધર્મ બહાર નથી પણ અંદર છે. જેનું હૃદય સરળ, ચિત્ત નિર્મળ, વિચાર ઉચ્ચ અને પવિત્ર હોય ત્યાં ધર્મ છે. ધર્મક્રિયાઓ વિચાર અને વર્તનને સુધારવા માટે છે. જે મનુષ્યના વિચાર અને વર્તનથી જગતના જીવને સંતેષ, અભય અને શાંતિ મળે ત્યાં સાચો ધર્મ છે. જે ધર્મમાં માંસ-ઈંડા-દારૂનો નિષેધ નથી, પરસ્ત્રીનો ત્યાગ નથી, શિકાર ને જુગાર ઉપર પ્રતિબંધ નથી, ભઠ્યા ભક્ષ્યને વિવેક નથી, દયા-દાન-તપ ત્યાગ અને બ્રહ્મચર્યનું સચોટ વિધાન નથી, મોક્ષનું કેઈ ધ્યેય નથી, સત્ય તનું પ્રતિપાદન નથી ત્યાં સત્યધર્મના દર્શન ક્યાંથી થઈ શકે? સગવડી અને કષ્ટ વગરનો, તપ-ત્યાગ અને વ્રત નિયમ વિનાનો ધર્મ કોને ન ગમે ? બોલે, તમને પણ એ ધર્મ ગમે ને ? પણ એટલું જરૂર યાદ રાખજે કે જેમ નકલી દવાથી રોગ ન મટે તેમ નકલી ધર્મથી ભવરગ ન મટે. ધર્મ તે ભવરોગને નાબુદ કરનારું રામબાણ ઔષધ છે. નકલી દવા ખાવાથી રોગ મટે નહિ પણ વધે છે તેમ નકલી ધર્મરૂપી ઔષધીનું સેવન કરવાથી પણ ભવરોગ વધે છે.
પિલી સંસ્કારી વહુને પિતાના નિર્વધ અનુષ્ઠાનો છેડીને સાવઘમાં જવાનું ગમતું નથી. જે અસલ હીરાને પિછાણે તેને નકલી ઝગમગતે કાચનો ટુકડો ગમે ખરે! ન ગમે. પણ પિતાને ધર્મ સાચવવા સમતાભાવે બધું સહન કરે છે. છેવટમાં વહને ખૂબ કષ્ટ પડયું. આકરી કસોટી કરી પણ વહુ ધર્મથી ચલિત ન થઈ