________________
૫૭૬
શારા પર ધનધ્યની કાયાવાળો છું. એમના દેહમાન આગળ હું તે કીડી મંકડા જેવું છે. આ લેકના પગ નીચે ચગદાઈ જઈશ તે મરી જઈશ. જો કે એમના પગ નીચે કચરાઈને મરીશ તે સીમંધર પ્રભુના સમવસરણમાં એમની પાસે મરીશ તે ઉત્તમ આરાધક બનીશ. તેની મને ચિંતા નથી. પણ હું રૂમણુને તેના પુત્રને પત્તો મેળવી આપવાનું વચન આપીને આવ્યો છું ને જે આમ મરી જાઉં તે મારું વચન જાય. તે માટે પણ મારે જીવવાની જરૂર છે. આમ વિચાર કરીને નારદજી પિતાનું રક્ષણ કરવા સીમંધર પ્રભુના સિંહાસનની નીચેના ભાગમાં જઈને બેસી ગયા.
નારદજીને જોઈને પદ્મચકવતિને થયેલ શંકા અને આશ્ચર્ય :
નારદજી સીમંધરસ્વામીના સિંહાસન નીચે જઈને બેઠા એટલે બધા લોકોના સામું તેમનું મોડું થયું. તેથી સૌની દષ્ટિ તેમના તરફ ગઈ. ત્યાંના પદુમ નામના ચક્રવતિ પણ પ્રભુની દેશના સાંભળવા માટે ત્યાં આવ્યા હતા. પ્રભુના સિંહાસન નીચે અદષ્ટ પૂર્વ સ્વરૂપ જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે દેવ-નારક-તિયચ અને માનવમાંથી આ કેણ છે? આ કઈ જાતનું પક્ષી છે? એમ વિચાર કરીને નારદજીને ચક્રવર્તિએ પક્ષીની માફક પિતાના હાથમાં લઈ લીધા. લઈને તેમને રમાડવા લાગ્યા. અને તેમના અંગોપાંગને કૂતુહલતા પૂર્વક જોવા લાગ્યા. આ કઈ જાતનું જીવવું છે ને તેમની કઈ યાની છે તે વિષે ચકવતિને તેમજ ત્યાંના લોકોને શંકા અને કૂતુહલ થયું છે. હવે નારદજીને પ્રશ્ન પછી પૂછાશે પણ પદ્મ ચક્રવતિ પ્રભુને નારદજી વિષે પ્રશ્ન પૂછશે ને પ્રભુ તેમને નારદજી વિષે સ્પષ્ટતા કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૪૯
“અઠ્ઠાઈ ધર”. શ્રાવણ વદ ૧૩ ને રવિવાર
તા. ૨૨-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો !
આજનું મંગલમય પ્રભાત એક અનોખું પ્રકાશ લઈને ઉદયમાન થયું છે. ભગવાન મહાવીરસ્વામીના શ્રમણે પાસકો અને શ્રાવિકાઓ આ વીતરાગભવનમાં પનોતા પર્યુષણ પર્વની આરાધના કરવા માટે ઉપસ્થિત થએલ છે. આ પર્યુષણ પર્વ આપણાં આત્મપ્રદેશ ઉપર રહેલાં અજ્ઞાનના ગાઢ તિમિરને ટાળીને જીવનમાં અલૌકિક પ્રકાશ પાથરે છે. આવા પર્વાધિરાજનું આપણે અંતરના ઉમળકાથી સ્વાગત કરીએ ને ધર્મભાવનાના ઘેરા પુષ્પોથી તેમને વધાવીએ તે પર્યુષણ પર્વની મહત્તા સમજાય.