________________
શારદા શિખર
પરા
પંદરનુ ધર છે. જેને સેાળભથ્થુ કરવુ' હાય તેને ૫દરના ધરના આગલા દિવસથી ઉપવાસની શરૂઆત કરવી પડે. ત્યારે શેઠ કહે છે હું સેાળભથ્થુ તા કરવાના તું આજે લાડવા બનાવજે. શેઢાણીએ તે લાડવા ને ભજીયાં મનાવીને શેઠને જમાડયા. શેઠાણી કહે–સ્વામીનાથ ! ચાલેા ઉપાશ્રયે જઈ એ. તમે ઉપવાસનાં પચ્ચખાણ લેજો. શેઠ કહે-શેઠાણી તમે જાવ, હું' અવાશે તે આવીશ. કાલે લાડવા ને ભજીયા ખાધાં છે તેથી મારા પેટમાં અપચા થઈ ગયા છે. એટલે હવે હું સેાળભથ્થુ કરી શકુ તેમ નથી. હવે તેા અડ્ડાઈ કરીશ. (હસાહસ) શેઠાણી સમજે કે એના પતિ એક ટકનુ ભાજન છેડી શકે તેમ નથી. એ કંઈ કરવાના નથી. આમ કરતાં અઠ્ઠાઈધરના દિવસ આળ્યે એટલે શેઠાણી કહે છે-આપણે અને સજોડે અડ્ડાઈ કરીશું. આપણે સાથે પચ્ચખાણ કરીશું. શેઠ કહે છે તારી વાત સાચી છે. અઠ્ઠાઈ કરવી એ તા રમત છે. પણ તે કાલે મને લવીગ ખવડાવ્યા છે એટલે મારા પેટમાં ખળતરા મળે છે. માટે અડ્ડાઈ કરી શકુ તેમ નથી. હવે સંવત્સરીનેા ઉપવાસ કરીશ. (હસાહસ) શેઠાણી કહે છે નાથ ! અમ્બે મહિનાથી ગાણાં ગાતાં હતાં કે મારે માસખમણુ કરવું છે. પણ તમે તે માસખમણુ ઉપરથી સેાળભથ્થા ઉપર અને સેાળભથ્થા ઉપરથી અઠ્ઠાઈ ઉપર આવ્યા ને અઠ્ઠાઈ છેડીને હવે સંવત્સરીના એક ઉપવાસ પર આવ્યા. હવે જો' છુ. તમે સંવત્સરીએ કેવા ઉપવાસ કરે છે ? આમ કરતાં સંવત્સરીને દિન આવી ગયા. શેઠાણી કહે છે શેઠ ! આજે તેા ઉપવાસ કરવા છે ને? ત્યારે શેઠ કહે છે ઉપવાસ કરવા તેમાં શી માટી વાત છે? સેપારીના કટા ચાવવાને ઉપવાસ કરવા તે મારા માટે સરખુ' છે. પણ પચ્ચખાણુ સવારે નહિ લઉં. ખપેારે લઈશ, આ તા વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાન સાંભળીને ઘેર આવ્યા. એટલે કહે છે રશેઠાણી'! ઉપવાસને બદલે આયખીલ કરુ` તા ? શેઠાણી કહે છે આયંબીલ કરો. શું બનાવું? શેઠે ડે-ના....ના આયંબીલનુ બનાવવાની તમારે કેટલી માથાકૂટ કરવી પડશે ! તેના કરતાં આ છેકરા ભેગુ એકાસણુ' કરી લઉં. (હસાહસ) શેઠે એકાસણું કર્યુ પણ પચ્ચખાણ ન લીધા. સાંજે પ્રતિક્રમણ કરીને ઘેર આવીને ચાને પૂરી ઝાપટા. (હસાહસ) માસખમણુ કરવાનાં સ્વપ્ના સેવતા શેઠ સવત્સરી પ્રતિક્રમણ કરીને એક રાત્રીભાજનને પણ ત્યાગ કરી ન શક્યા. કેટલા બધા આહારસજ્ઞાના ગુલામ ખની ગયા હશે!
ખ'ધુએ ! આહારસ'જ્ઞાને તેાડવા માટે તપ કરવાના છે. તમે એ શેઠ જેવાં તા નથી ને ? ઢંઢણમુનિ અભિગ્રહ કરીને ઘરઘરમાં ઘૂમે છે. આમ કરતાં છ મહિના વીતી ગયા પણ તેમની લબ્ધિના આહાર મળતા નથી. છેવટે કૃષ્ણ વાસુદેવની સ્વારી નીકળે છે. કૃષ્ણજીએ મુનિને જોતાં નીચે ઉતરીને વંદન કર્યા. આ દૃશ્ય એક ડોશીમાએ જોયું ને તેથી મુનિને ભાવપૂર્વક ચાર લાઢ્યા વહેારાવ્યા. તે લઈને મુનિ ભગવાન
}}