________________
વ્યાખ્યાન નં. ૫૩ ભાદરવા સુદ ૨ ને ગુરૂવાર
તા. ૨૬-૮-૭૬ સુર બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
મંગલકારી પર્યુષણ પર્વ વીતરાગ પ્રભુને દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. તેમાં ચાર દિવસ તે વ્યતીત થઈ ગયા. આજે પુનિત પર્વના પાંચમા દિવસનું સોનેરી સુપ્રભાત ઉગ્યું છે. આજે મહાવીર પ્રભુને જન્મ વાંચવાનો મંગલકારી દિન છે. જગત ઉધ્ધારક ભગવાન મહાવીર સ્વામીએ જગતના ઉપર અનુકંપાનો ધંધ વહાવીને જીવને ઉદ્દેષણ કરતાં કહ્યું કે હે ભવ્યજીવો! અનંતકાળથી આત્મા ચાર ગતિ, ૨૪ દંડક અને ૮૪ લાખ છવાયેનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જે માર્ગે જીવ ચાલી રહ્યો છે તે માર્ગે ચાલતાં જીવને યુગના યુગ વીતી ગયા છતાં હજુ પંથ પૂરે કપાતું નથી. એટલે ભવભ્રમણને અંત ક્યાંથી આવે? આ પંથ નથી પાતે તેનું મૂળ કારણ તપાસો. જીવનમાં ગાઢ અંધકાર છવાયેલા છે તેથી જીવને સાચે રસ્તે જડતું નથી. જ્યાં સુધી સાચે રસ્તે જડે નહિ ત્યાં સુધી તેને અંત પણ ક્યાંથી આવે ? આ જીવ અનંતકાળથી જન્મ-મરણના ચકરાવે ચઢેલ છે. અત્યાર સુધીમાં આપણે આત્મા અનંત વખત જન્મ-મરણ કરી ચૂક્યા છે. એકેક છવાયેનિમાં છવ ઘણીવાર જઈ આવ્યો છે ને ત્યાં જઈને અનંતા દુઃખ ભોગવ્યા છે, છતાં હજુ જીવ એ પુરૂષાર્થ નથી કરતા કે ભવચકને અંત આવે.
બંધુઓ! અજ્ઞાનમાં આથડતો આત્મા વસ્તુના સ્વરૂપને સમજ નથી તેથી આ સંસારમાં અનંતી વખત જન્મ-મરણ કરી રહ્યો છે. ને અનંતા દુઃખ વેઠી રહ્યો છે. જ્ઞાનીઓ કહે છે કે આ સંસાર દુઃખથી ભરેલું છે.
दहरुवं दुहफलं, दुहाणुबंधी विडंबणास्वं ।
संसार जाणिउण, नाणी न रई तहिं कुणइ ॥ આ સંસાર રોગ-શેક આદિ દુઃખથી ભરેલું છે. અને માનવી તેમાં રપ રહે તે નરકાદિ દુઃખરૂપ ફળને આપનાર છે ને જીવને વારંવાર દુઃખની સાથે સબંધ કરાવનાર છે. અને વિટંબનારૂપ છે. માટે જ્ઞાની પુરૂષો કહે છે કે આવા સંસારના સ્વરૂપને સમજીને આ સંસારમાં રાગ ન કરે. સંસારમાં અનંત પ્રકારના દુખે રહેલાં છે. છતાં ભગવંત કહે છે કે જન્મ-મરણ જેવું બીજું એક પણ દુઃખ નથી. જન્મ-મરણનાં દુખે ચાર ગતિમાં ભ્રમણ કરતાં પ્રાણી માત્રના માથે ઉભેલાં છે. માટે સમ્રાટ ચક્રવતિ હોય કે સામાન્ય રાજા હોય છતાં તે નિર્ભય નથી.