________________
શારદા શિખર
સત્યભૂતિ મુનિ પૂછે માર્ગ મેં કહાં જાઓ તુમ બ્રાતા, વિવાદ કાજે જાવું મુનિ પાસે, કેસે વે હૈ જ્ઞાતા હે.
સત્યભૂતિમુનિએ પિલા બે બ્રાહ્મણ પુત્રને જતાં જોઈને પૂછયું કે તમે કયાં જાઓ છો ? ત્યારે તેમણે કહ્યું કે નગર બહાર ઉદ્યાનમાં નંદીવર્ધન નામને એક જૈન સાધુ આવ્યું છે. તેની સાથે વાદ-વિવાદ કરીને તેને જીતવા માટે અમે જઈએ છીએ. ત્યારે સત્યભૂતિમુનિએ કહ્યું કે હું તેમને શિષ્ય છું.તમારે મારા ગુરુ પાસે જવાની પણ જરૂર નથી. તમારે જે વાદવિવાદ કરવું હોય તે મારી સાથે કરી લે ને....
બંધુઓ ! આ સત્યભૂતિ મુનિ નાના હતા. મેટા જેટલા ગંભીર હોય છે તેટલા નાના ગંભીર હોતાં નથી. જે તેમનામાં ગંભીરતા હતા તે એમ ન કહેતા કે મારી સાથે વાદવિવાદ કરે. એ તે ગુરૂ પાસે મેકલત. મેટ જે ગંભીરતાથી સમાધાન કરી શકે છે તે નાના નથી કરી શક્તા. સત્યભૂતિમુનિએ કહ્યું એટલે કહે ભલે, તારામાં કેવું પાણી છે તે જોઈ લઈએ. પછી તારા ગુરૂ પાસે જઈ. સત્યભૂતિ મુનિએ પૂછયું કે તમે હારી જશે તે શું કરશે ? ત્યારે બંને ભાઈ મનમાં જ્ઞાનનું અભિમાન હતું તેથી તે માનતા કે હારે એ બીજા, તેથી બોલ્યા કે તમારી જેવા સાધુ બની જઈશું. એમ કહી માર્ગમાં વિવાદ કરવા લાગ્યા. સત્યવૃતિ મુનિએ કહ્યું કે તમને જે સંશય હોય તે પૂછે, ત્યારે એ બંને ભાઈઓએ કહ્યું કે અમને તે કોઈ સંશય છે જ નહિ, અમે તે પૂર્ણ જ્ઞાની છીએ. માટે તમને જે સંશય હિને પૂછે, એટલે મુનિએ તેમને પૂછ્યું. તે બ્રાહ્મણપુત્ર ! તમે કયાંથી આવ્યા છે તે તો મને કહે. એટલે અભિમાનથી ભરેલા ફૂટબોલની માફક કૂદાકૂદ કરતા બહાણપત્રોએ હસીને કહ્યું. તે સાધુ! આવું તે શું પૂછે છે કે કયાંથી આવ્યા? કયાંથી આવ્યા શું? અમારા ઘેરથી આવ્યા. એટલી ખબર નથી પડતી તે પૂછે છે ? (હસાહસ), ત્યારે સત્યભૂતિમુનિએ કહ્યું. ભાઈ! હું તમને એ વાત નથી પૂછતે. હું તે તમને એમ પૂછું છું કે તમે પૂર્વભવમાં કેણ હતા? ને અહી કયાંથી આવ્યા છે ? ત્યારે બ્રાહ્મણ પુત્રોએ કહ્યું કે પરભવમાં કયાં હતા ને કેણુ હતા એ અમને પાર નથી. આ લોકમાં પરભવની વાત જાણનાર કોણ છે? અમે તો જાણતાંનથી પણું જો તમે જાણતાં હે તે, અમને કહે. હવે શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. '