________________
શા ખિર ચંદ્ર, સાતમા સ્વપ્નમાં તેજસ્વી સૂર્ય, આઠમા સ્વપ્નમાં ધ્વજા, નવમા સ્વપ્નમાં અમીભરેલ કળશ, દશમા સ્વપ્નમાં પમ સરોવર, અગિયારમા સ્વપ્નમાં ક્ષાર સમુદ્ર, બારમામાં દેવના વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નને રાશિ-રત્નોનો ઢગલે જો અને ચૌદમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિશિખા એટલે ધૂમાડા વગરની અગ્નિશિખા જઈ.
આ ચૌદ સ્વપ્નોને જોઈને પ્રભાવતી દેવી જાગૃત થયા. આ ચૌદ સ્વપ્નો શુભના સૂચક છે. આ તે તીર્થંકર પ્રભુની માતા છે અને તેમણે ચૌદ સ્વપ્નો જોયા. પણ આ ચૌદ સ્વપ્નમાંથી કઈ પણ એક સ્વપ્ન જે માતા દેખે છે તે પણ પવિત્ર અને પરાક્રમી પુત્રની માતા બને છે. કેઈ માણસ સ્વપ્નમાં સમુદ્ર દેખે, અગર તો હું મોટા ઘૂઘવતા સમુદ્રમાંથી બહાર નીકળે, અગર મને કેઈએ સમુદ્રમાંથી હાથ પકડીને બહાર કાઢયે તે તે સ્વપ્ન શ્રેષ્ઠ છે. આવું સ્વપ્ન જોનારે આત્મા એાછા ભવમાં સંસાર સમુદ્રને તરીને મેક્ષમાં જાય છે, માટે આવું સારું સ્વપ્ન આવ્યા પછી ધર્મ જાઝિક કરવી પણ ઉંઘવું નહી.
હવે જ્યાં તીર્થકર ભગવંત માતાના ગર્ભમાં આવે ત્યાં આનંદ આનંદ છવાઈ જાય છે. તેથી અધિક આનંદ પ્રભુનો જન્મ થતાં છવાય છે. અને તેથી અધિક ભગવંત દીક્ષા લે, કેવળજ્ઞાન પામે અને તીર્થની સ્થાપના કરે ત્યારે થાય છે. આ ભરતક્ષેત્રમાં આપણી પાસે અત્યારે તીર્થંકર પ્રભુ બિરાજમાન નથી પણ જ્યાં ભગવાન બિરાજતાં હેય ને તેમની અમીરસ વાણીને વરસાદ વરસતે હેય ત્યાં જ પરસ્પર વૈર-વિરોધ-ઈર્ષા, ઝેર બધું ભૂલી જાય છે. આપણાં કમભાગ્ય છે કે એવી વાણી આપણે પ્રત્યક્ષ સાંભળી શકતા નથી. છતાં તદ્દન નિરાશ થવાની જરૂર નથી. જેમ કેઈ સૂકાઈ ગયેલી વેરાન જેવી નદી હોય, તેમાં કઈ તરસ્ય મુસાફીર તલક વલક થત પાણી પાણી કરે છે પણ પાણી મળતું નથી. જ્યાં દષ્ટિ કરે છે ત્યાં તેને સૂકવેરાન દેખાય છે. તેથી તરસ અને થાકથી આકુળ-વ્યાકુળ બનેલે મુસાફીર નિરાશ થઈને પાછા ફરે છે. તે સમયે અચાનક સૂકી નદીમાં એક વીરડે દેખે છે. તે વખતે તેને અનહદ આનંદ થાય છે. અને વીરડાનું શીતળ જળ પીને તેની તૃષા શાંત કરે છે.
બંધુઓ ! આ પંચમકાળમાં સૂકા રણ અગર નદીમાં મીઠી વીરડી સમાન જે કઈ હોય તે તીર્થંકર પ્રભુની વાણી છે. એ વાણીના આધારે સંતે તમને કહે છે કે તમે દર્લભ એવા મનુષ્ય જન્મ પામીને તપ-ત્યાગ કરે. કંદમૂળને રાત્રી ભોજનનો ત્યાગ કરે. બ્રહ્મચર્યનું પાલન કરે, કષાય છે. પ્રમાદનો ત્યાગ કરો. જે ઉત્તમ મનુષ્યભવ પામીને ધર્મની આરાધના નહિ કરો તે કર્મની જંજીરોમાંથી આત્મા જ્યારે મુક્ત બનશે ? કર્મોને વશ થએલા આત્માએ નરકમાં જઈને રી રી વેદનાઓ ભોગવી છે. તિર્યંચમાં પરાધીનપણે અસહ્ય દુઃખો વેઠયા. આવું બધું વીતરાગવાણી દ્વારા