________________
હા શિખર સીઝનના સમયમાં પ્રમાદ કરે પિષાય નહિ. જ્ઞાની પણ એમ કહે છે કે અજ્ઞાનના અંધારા ઉલેચીને અનંત જન્મ-મરણને અંત લાવવાને સોનેરી સમય પ્રવર્તતો હોય, આત્માને ક્ષણે ક્ષણે કર્મની નિજા થાય તે અમૂલ્ય સમય વર્તાતે હોય ત્યાં પ્રમાદ કરે પિષાય? હવે પ્રમાદની પથારી અને આળસનું ઓશીકું છે ને નયન ખેલી જાગૃત બનો.
મહાન પુરૂષે આ ચેતનદેવને કેટલે ઢંઢોળે છે ! નિગોદમાં તેને એવું ભાન ન હતું કે હું કેણ છું? એ પૂર્વની દશાને યાદ કરીને વર્તમાનકાળમાં જે સુગ સાંપડે છે તેમાં આત્માને જગાડી સિંહની જેમ પરાક્રમ ફેરવીને કર્મરૂપી શિયાળીયાને ભગાડો. જ્યારે આ સૂતેલે સિંહ જાગશે ત્યારે કર્મરૂપી શિયાળીયાની તાકાત નથી કે તેની સામે ટકી શકે !
કેઈ એક ખેડૂત ખેતરમાં ખેતીનું કામ કરતું હતું. સંધ્યાનો સમય નજીક હતા. તેથી ખેડૂતે ઘઉં લણનાર માણસને કહ્યું–આપ કામ જલદી કરે. શામ આવી રહી છે. કામ કરનારા માણસોએ કહ્યું. શામ આવી રહી છે પણ સિંહ તે નથી આવતે ને? ત્યારે ખેતરના માલિકે કહ્યું-જેટલે શામ આવવાનો ડર છે તેટલે સિંહ આવવાનો ડર નથી. કારણ કે શામ આવવાથી અંધારું થઈ જાય પછી ખેતરનું કામ થઈ શકે નહિ.
આ બધી વાત તે ખેતરના એક ખૂણામાં બેઠેલા સિંહે સાંભળી. આ વાત સાંભળીને તે સિંહને ખૂબ ભય લાગે. તે એમ સમજે કે શામ નામનું કઈ જાનવર છે ને તે આવવાનું છે. જે મારાથી પણ વધુ બળવાન હશે. આ કારણથી ખેડૂત મારા કરતાં શામથી વધુ ડરે છે. આમ વિચારીને તે સિંહ ભયભીત થઈને ત્યાં છુપાઈને ચૂપચાપ બેસી ગયા. થોડીવારમાં શામ થઈ ગઈ. ખેતરનો માલિક અને કામ કરનારા બધા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. થોડો ટાઈમ થયે ત્યાં એક કુંભાર પિતાના ગધેડાને શોધવા માટે આવ્યો. કુંભાર લાંબે અને જાડો માણસ હતું. તેના હાથમાં એક મોટી લાકડી હતી અને તેણે કાળી કામળી ઓઢી હતી. આવા રૂપમાં કુંભારને આવતે જોઈને સિંહ સમયે કે શામ આવી ગઈ. સિંહ ભયને માર્યો ત્યાં બીજા ખૂણામાં લપાઈ ગયે.
બંધુઓ ! આ સિંહ પિતે શામના સકંજામાં ન સપડાઈ જાય તે માટે કીમિયે શોધીને અંધારા ખૂણામાં છૂપાઈ ગયે. આ કર્મરાજાના સકંજામાં જીવ અનંતકાળથી સપડાઈ ગયો છે તેમાંથી છૂટવા માટેનો કેઈ કીમિયો શક્ય છે ખરો ? મહાન પુરૂષોએ કર્મના સકંજામાંથી છૂટવા માટે કમિ શો હતે. તે કીમિ કે ?