________________
પ૧૬
શારદા શિખર સાંભળ્યા પછી પણ જે તમને કર્મના બંધન ખટકતા ના હોય તે કયાં ખટકશે? અરે, આત્મા કયારે જાગશે? કયાં સુધી મેહ નિદ્રામાં ઉંઘશે ? મહાનપુરૂષે કહે છે ' હે ચેતનદેવ ! ક્યાં સુધી મેહની મીઠી નિંદરમાં પહેલાં રહેશે ? જાગે, નરક અને નિગોદમાં ગયા ત્યાં ઘણી લાંબી રાત વીતાવી. કારણ કે નરકનું જ ધન્ય આયુષ્ય દશહજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. તે ત્યાં ઓછામાં આ છે દશહજારથી માંડીને વધુમાં વધુ તેત્રીશ સાગરોપમનો કાળ વીતાવ્યો. ને . નિગોદમાં ગમે ત્યાં અનંત કાળ કાઢો. એટલે નરક અને નિગદની અંધારી ને લાંબી રાત પૂરી થઈ ગઈ અને માનવભવનું સોનેરી સુપ્રભાત પ્રગટયું છે. તેમાં અનાદિકાળના અજ્ઞાનરૂપી અમાવસ્યાના ગાઢ અંધકારને વિખેરી જ્ઞાનને પ્રકાશ પાથરીને સત્કર્મો દ્વારા માનવજીવનને પવિત્ર બનાવે. પાંચ ઇન્દ્રિઓના વિશ્વમાં ચકચૂર બની જીવ નરક અને તિર્યંચ ગતિમાં જવાના કર્મોનો કાફલો ભેગા કરે છે.
નરકમાં કેવા દારૂણ દુઃખે ભેગવવાં પડે છે. અહીં તે કઈ માણસ સરકારનો ગુન્હ કરે તે તેના ગુન્હા પ્રમાણે સજા થાય છે. જે વધુ મટે ગુન્હો કર્યો હોય તે સરકારની કેર્ટમાં ફાંસીની સજા થાય છે. એક વખત ફાંસીની સજા થઈ એટલે અહીં પતી ગયું પણ કર્મરાજાની કેટે એવી કપરી છે કે જે ગુન્હ તેવી સજા ભેગવવા નરક અને તિયચમાં જવું પડે છે. નરકમાં નારકીના જીવન પરમાધામીઓ એવી સજા કરે છે કે એના હાથ-પગ કાપી નાંખે પણ તે પાછા ભેગા થઈ જાય છે. તેના શરીરના રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાંખે, અગ્નિમાં ભડથાની માફક એને શેકી નાખે. આવા દુઃખે નરકમાં જીવને વારંવાર ભોગવવાં પડે છે. અહીં તે એકવાર ફાંસીની સજા ભોગવવી પડે છે ને નરકમાં ઘણીવાર આવી વેદના જીવને ભેગવવી પડે છે. આ વેદના કંઈ ફાંસી કરતાં ઓછી નથી. તે પણ ૫૦ કે ૧૦૦ વર્ષ નથી પણ ઓછામાં ઓછી દશહજાર વર્ષ ભેગવવી પડે છે. આવી સજા નરકમાં ભેળવીને જીવ આવ્યું છે. અને નિગોદમાં ગમે ત્યાં એક શરીરમાં અનંતા જેની સાથે ભાગીદારી કરીને અનંતા દુઓ ભેગવ્યા. હવે એવા દુઃખ વેઠવા ના હેય તે આતમદેવને જગાડો.
બંધુઓ ! અનાદિકાળના અંધકારને ઉલેચવાનો અવસર આવી ગયો છે. રાત્રે તમારા ઘરમાં ટયુબ લાઈટ સળગાવીને અજવાળું કરો છો તેના કરતાં પણ અનંત ગણું અજવાળું અંતરમાં રહેલું છે. માત્ર સ્વીચ દબાવવાની જરૂર છે. આ મનુષ્યભવ પામીને નિર્ણય કરે કે સમ્યગ્ગદર્શન પામ્યા વિના તે મરવું નથી. તે આત્માના ભાગ્ય ખુલી જાય. આત્માની કમાણી કરવાના અવસરે કેમ પ્રમાદ કરે છે? દુકાનમાં ધમધોકાર વહેપાર ચાલતો હોય, નાણાં કમાવાની કુલ સીઝન હોય તે ઘરમાં બેસી રહે ખરા? ત્યાં તે તાવ આવતો હોય તે પણ . ત્યાં તમે માન્યું છે કે