________________
પહેઠ
શારદા શિખર, સોળ વર્ષ પછી તે તેના માતા-પિતાને મળશે. તે પહેલાં ગમે તેટલી શોધ કરશે પણ તે મળશે નહિ. અહે ભગવાન! તે આવશે ત્યારે કેવી રીતે આવશે? કુણ તેનું સામૈયું કરવા જશે? તે આવ્યાની ખબર કેવી રીતે પડશે? તેની આવવાની નિશાની શું છે? ત્યારે ભગવંતે કહ્યું. તે પુત્રને શોધવા નહિ જાય. જે દિવસે તે આવવાનો હશે તે દિવસે શું શું નિશાની થશે તે સાંભળો. તે પહેલાં તે માતાને જાણે તે દિવસે પુત્રનો જન્મ થાય ને જે આનંદ થાય તે અપૂર્વ આનંદ થશે. તેના હૈયામાં આનંદ સમાશે નહિ. ને સૌના દિલમાં અલૌકિક આનંદ હશે. આટલો બધો આનંદ ને હર્ષ કેમ થાય છે તે સમજી નહિ શકાય તેવો આનંદ થશે. તે પહેલી નિશાની સમજવી. સૂકા ઝાડ હરિયાળા બની જશે. જે કુવામાં પાણી નથી તે કૂવા પાણીથી ભરાઈ જશે. વગર વરસાદે બગીચે લીલાછમ બની જશે ને વિના તુના ફળ ફૂલ તેમાં આવશે. કેયલ મીઠા ટહુકાર કરશે. હજુ આગળ શું નિશાની થશે.
સખી નૃત્ય હે વિવિધ વધાવા, સૂકા હે વાચાળ, વાંકા સરળ અંધ લહે ચક્ષુ, કુરૂપ રૂપ રસાળ હે. શ્રોતા- *
બધી સખીઓ ભેગી થઈને ગીત ગાશે. જે મૂંગા હશે તે બેલતા થઈ જશે. વાંકા હશે તે સરળ બની જશે, આંધળા દેખતા થઈ જશે. જે કુરૂપ હશે તે સુરૂપ બની જશે. જ્યાં પ્રદુકુમારના પગલાં થશે ત્યાં આ બધું બની જશે. જુઓ, પ્રદ્યુમ્નકુમાર કેટલે પુયવાન છે કે એના પગલે આટલું બનશે.
પ્રદ્યુમ્નકુમાર આવવાનો હશે ત્યારે બંદીવાનોને છોડી દેવામાં આવશે. વૈરીના વૈર ભૂલાઈ જશે. આ બધા નિશાન પ્રદ્યુમ્નકુમાર આવવાના છે. ૧૬ વર્ષે તેની માતાને તેનો લાડીલ મળશે. હે નારદજી! આપ જઈને રૂક્ષમણીને કહેજે કે તે હિંમત રાખે, ધર્મધ્યાન કરે ને આત્માની સાધના કરે. નારદજીને ભગવાનના મુખેથી આ બધી વાત સાંભળીને દિલમાં આનંદ થયા. ઘડીભર મનમાં થયું કે ૧૬ વર્ષ કાઢવા કેવી રીતે ? પરંતુ નારદજી કર્મને માનવાવાળા હતા. એટલે વિચાર કર્યો કે તીર્થર જેવાને પણ પિતાના કરેલા કર્મો ભોગવવા પડયા છે તે અમારે ભેગવવા પડે એમાં શું નવાઈ? હવે ચક્રવતી હજુ ભગવાનને પૂછશે કે અહો પ્રભુ ! આવા પુણ્યાત્મા જીવને પણ જન્મ થતાં માતાથી વિખૂટું પડવું પડયું ને માતાના હેત–પ્રેમ ન મળ્યા અને તેનું અપહરણ થયું તે ક્યા કર્મોના કારણે થયું ? આ પ્રમાણે ચક્રવતિ પ્રશ્ન પૂછશે અને ભગવાન તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.