________________
૧૦૮
શારદા શિખર
લાગ્યા કે શેઠજી ! હું આપને એક વાત કહેવા આવ્યેા છું. શેઠ કહે ખુશીથી કહેા. ત્યારે ઈર્ષ્યાળુ માણસ કહે છે આપને ખાટું તો નહિ લાગે ને ? શેઠ કહેમને કદી ખાટુ લાગતુ નથી. શેઠને ક્રોધી બનાવવા માટે પેલા માણસે કહ્યું કે આપ તે આવા સદાચારી, ધનિષ્ઠ, પવિત્ર અને ગુણવાન છે ને તમારી માતા કેમ આઉટ લાઈનની છે ? હું કેાઈની સાંભળેલી વાત કરતો નથી. મેં મારી નજરે તમારી માતાને એક દરખાર સાથે ફરવા જતાં ને તેની સાથે પ્રેમ કરતા જોઈ છે. તમે જેટલા પવિત્ર ને સદાચારી છે તેટલી તમારી માતા ચારિત્રથી ભ્રષ્ટ થયેલી છે. પેાતાની માતા વિષે કાઈ આવી વાત કરે તો ગમે તેવા શાંત પ્રકૃતિનો માણસ હોય તો પણ તેને ક્રોધ આવ્યા વિના ન રહે. લેાહી ઉકળી જ જાય. આ વાત સાંભળી શેઠના દિલમાં ખૂબ લાગી આવ્યું પણ શાંત ચિત્તે કહ્યું કે તે મારી માતા વિષે જે વાત કરી તે હું માનવા તૈયાર નથી. મારી માતા તો પવિત્ર સતી છે. મારા જન્મ પછી ચાખ્ પ્રાચય પાળે છે. કાઇને રાગ થયેા હાય તો મારી માતાએ સ્નાન કરેલ પાણી તેના શરીરે ચાપડે તો રાગીને રેગ ચાલ્યેા જાય છે. આવી પવિત્ર મારી માતા છે. જેના ચરણામાં દેવા પણ નમી જાય તેવી પવિત્ર સતિ શિરામણી મારી માતા છે. છતાં તારા કહેવાથી હું ઘેર જઈને ચાકસાઈ કરીશ.
પેાતાની માતા વિષે આવું સાંભળીને કાણુ શાંત રહી શકે? ગમે તેવા પુરૂષ હાય તો પણ ક્રોધ આવ્યા વિના ન રહે. આ શેઠને ક્રોષ ન આવ્યેા ને શાંતિથી જવાખ આપ્યા એટલે ઈર્ષ્યાળુ માણસના મનમાં થયું. કે ખરેખર, લેાકેા જેવી પ્રશંસા કરે છે તેવા આ શેઠ છે. મેં આવા શબ્દો કહ્યા છતાં તેમના અણુમાં પણ ક્રોધ ન આન્ગેા. એ માણસે શેઠના ચરણમાં પડીને માફી માંગી, સાહેબ! મને માફ કરો. મેં પવિત્ર સતી જેવી આપની માતાને માટે આવા શબ્દો કહીને તેની ઘેાર અશાતના કરી છે. અને આપની પ્રશંસા સહન ન થવાથી આપના ઉપર ઈર્ષ્યા કરી ઘેાર પાપ ખાંધ્યું છે. મને માફ કરેા. મેં તો ફક્ત તમને ક્રોધ આવે છે કે નહિ તે જોવા આવુ કર્યુ છે.
શેઠે કહ્યું. એ તો મારી સેાટી છે. તમારા દોષ નથી. એમ કહીને ક્ષમા આપી. શેઠના પરિચયથી પાપી પાવન બની ગયા. આ પર્યુષણ પર્વના પવિત્ર દિવસેામાં ક્રોધ-માન-માયા-લેાભ-ઈર્ષ્યા આદિ ણાને દૂર કરીને સગુણા અપનાવે. દાનશીયળ–તપની ભાવના ભાવા અને આત્મસ્વરૂપની પીછાણુ કરે. આજે આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. આપણા જીવનના રાહ બદલાઈ ગયા છે. આધ્યાત્મિક અનુભવના અભ્યાસ ભૂલાઈ ગયા છે. આજના યુગમાં સૌથી માટી જરૂર છે આત્મસ્વરૂપની ઓળખાણુ કરવાની. પરંતુ અરૂપી આત્મારૂપી પુદ્ગલની પાછળ પડી