________________
શારદા શિખર
૫૦૯
પેાતાના અરૂપી સ્વરૂપને ભૂલી ગયા છે. ને રૂપી પુદ્ગલાની મૂર્છા. મમતામાં પડયે છે. ઉચ્ચ જીવનના ધ્યેયવાળા માનવ લક્ષ્ય રાખીને વ્યવસ્થિત અને વિચારપૂર્વક કામ કરે છે. નાવિક જ્યારે નાવ ઉપાડે ત્યારે એને પહેાંચવાનું ખંદર નક્કી કરેલુ હોય છે. આ પ્રમાણે આપણે જન્મ્યા, જીવન યાત્રા શરૂ કરી, સંસાર સાગરમાં સર માંડી પણ જન્મ્યા શા માટે? જીવનયાત્રા શરૂ કરી શા માટે ? એને વિચાર કયારેય પણ કર્યો છે ખરે ? જીવનમાં આ વિચાર નથી, લક્ષ્ય નથી તેની દશા મ ંદરના નિણૅય વિનાના નાવિક જેવી છે. એવા માનવને કાઈ કિનારા કે કોઈ ખંદર હાથ આવતું નથી. જેને અરૂપી આત્મસ્વરૂપને પામવાની તમન્ના જાગી છે. તે પેાતાનું ધ્યેય લક્ષ્યમાં રાખીને કાર્ય કરે છે.
બંધુએ ! રૂપીના રંગ તે મિથ્યાત્વ અને અરૂપીના રંગ તે સમ્યક્ત્વ. મિથ્યાવ આત્માને સત્ય સ્વરૂપની આળખાણ થવા દેતું નથી. તેથી રૂપી એવી કાયાના સંગ કરી અરૂપી આત્માના રંગ ભૂલી ગયા છે. કાયાને શણગારવા અને સજાવવા માટે કેટલા સાધના રાખો છે ? અંતે આ કાયા તા બધું જવાની છે. અરૂપી આત્મા શાશ્વત રહેવાના છે. શાશ્વત આત્માને કંઈ સાધના રાખ્યા છે ખરા ?
છોડીને ચાલી શણગારવા માટે
જ્ઞાની કહે છે આ અવસર ચૂકવા જેવા નથી. કારણ કે ફરી આવા અપૂ અવસર હાથમાં આવવા અતિ દુર્લભ છે. માટે ખરાખર નિશાન તાકીને માહુરાજા ઉપર એવા પ્રહાર કર કે માહનીય કનુ મૂળમાંથી નિકદન નીકળી જાય. આ તને ખરેખરા માર્ક મળ્યા છે. માહરાજા એ તારા કટ્ટો દુશ્મન છે. આ દુશ્મને તને અનતીવાર પછાડયા છે. આ વખતે તુ તેનાથી જરા પણ પાછે ના પડીશ. માહુરાજાએ તારી ખરાખી કરવામાં જરાયે ખામી રાખી નથી. માટે તારુ અળવીય ક્ારવીને આ વખતે તું એ દુશ્મનને એવા પછાડ કે ફરીને ઉભું ન થાય. માટે આવા મળેલા કિમતી સમયને તું ચૂકી જઈશ નહિ. નવાઈની વાત તો એ છે કે કમ જડ હાવા છતાં ચેતનને અનેક પ્રકારે નાચ નચાવે છે. વાઘ અકરીને ખાઈ જાય પણ અકરી વાઘને ખાઈ જાય તો માનવીને આશ્ચય ઉપજાવે તેવી વાત છે. વાઘની આગળ ખંકરીની શી તાકાત ? તેમ અનંતશક્તિના ધણી આત્મા આગળ જડ કર્મોની શી તાકાત ? અન તશક્તિના ધણી આત્મા જ્યારે સ્વરૂપમાં નહાય અને જડપુદ્ગલામાં આસક્ત બની ગયા હૈાય ત્યારે જ કર્મો તેને ફાવે છે. દા. ત. જેમ વનમાં સિહુ ગના કરે ત્યારે બધા વનચર પ્રાણીએ ભયભીત થઈને ભાગવા માંડે છે. તેમ સૂતેલા ચૈતન્યરૂપી સિ’હુ એકવાર પણ સ્વરૂપમાં જાગીને સિંહ ગજ ના કરે તો તેને ઘેરી વળેલા આઠ ક`રૂપી ઘેટા બકરાને ભાગ્યા વિના છૂટકા નહિ થાય. જે સાંભળીને કર્મ શત્રુના છક્કા છૂટી જાય. આત્મારૂપી સિંહ સ્વમાં સાવધાન અને પછી બાકી શું રહે ? એ તે