________________
શારદા શિખર
પા
આ પ્રદ્યુમ્નકુમારે પૂર્વભવમાં કેવુ' કમ ખાંધ્યું હતું. કે જેથી તેને છ દિવસમાં માતાના વિચાગ પાસેા. તેનુ પુણ્યખળ જથ્થર હતું. જેથી જે વિદ્યાધર લઈ ગા તેને ત્યાં પણ વિપુલ સુખ પામ્યા. પણ માતાથી વિખૂટા પડવુ પડયું અને તેની માતા રૂક્ષ્મણીએ શુ પાપ કર્યું હતું કે જેના કારણથી છ દિવસમાં તેને પુત્રનો વિયેાગ પડયા. તે વાત ખાસ ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે.
સામદત્ત બ્રાહ્મણને ત્યાં બે પુત્રોના જન્મ થયા. ખૂબ લાડકોડથી તેના માતા-પિતા ને પુત્રોનું રક્ષણ કરે છે. સમય જતાં અને ભાઈઓ મેટા થાય છે.
“વિદ્યા પારંગત અને ભાઇઓ” : અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને મોટા થયાં ત્યારે તેના પિતાએ તેમને વ્યાકરણ, છ ંદ, ચૈાતિષ, નિરૂક્તિ, કલ્પ, તથા શિક્ષા અને ચાર અંગે। સહિત ચાર વેદ મીમાંસા, ન્યાયશાસ્ત્ર, ધમશાસ્ત્ર અને પુરાણનો અભ્યાસ કરાવી તેમને વિદ્યામાં પારંગત બનાવ્યા. અને યુવાન થતાં એ રૂપવતી કન્યાઓ સાથે અને ભાઈઓનાં લગ્ન કર્યાં. રૂપ, ધન, વિદ્યા, યુવાની, બ્રાહ્મણ જાતિ, લેાક પ્રતિષ્ઠા અને અને બાંધવાની સુંદર જોડલી આ સાત ગુણાથી યુક્ત હોવાના કારણે અને ભાઈએમાં ખૂબ અભિમાન આવ્યું. તે મને એમ માનતા હતા કે નગરમાં અમારા જેવુ' કઈ જ્ઞાની નથી.
જ્ઞાન મેળવવું સહેલુ છે પણ તેને પચાવવું કઠીન છે. જે કાઈ કાંઈક તેમને પૂછવા આવે તેમને તે અને ભાઈ એ તુચ્છકારી નાંખતા ને મજાક ઉડાવતા હતા.
શાલીગ્રામ નગરમાં નદીવર્ધન મુનિનું આગમન :
ગ્રામાનુગ્રામ વિચરતાં ઘણાં શિષ્યાના પરિવાર સહિત નદીવન નામના મહાન જ્ઞાની સંત ત્યાં પધાર્યા. તેઓ શાલીગ્રામ નગરની બહાર એક સુંદર ઉદ્યાનમાં વનપાલકની આજ્ઞા લઈ ને ઉતર્યાં. નંદીવન ગુરૂ પધાર્યાના સમાચાર ગામમાં પહેાંચી ગયા. એટલે નગરજનેાના ટોળેટોળા આનંદભેર સંતના દર્શન કરવા અને તેમની વાણી સાંભળવા માટે જઈ રહ્યા હતાં. તેમને જોતાં બ્રાહ્મણના પુત્રોએ પૂછ્યું કે તમે બધા ક્યાં જઈ રહ્યા છે. ત્યારે નગરજનેાએ કહ્યું તમે લેાકેા હમણાં આકાશમાંથી નીચે ઉતર્યા છે કે પૃથ્વી ફાડીને હમણાં બહાર આવ્યાં છે ? શું તમને ખબર નથી કે સૂર-અસૂર અને મનુષ્યેાના પૂજનીક એવા ત્રણ જ્ઞાનથી વિભૂષિત અને દવિધ યતિધમના પાળનાર નંદીવર્ષોંન ગુરૂ બહાર ઉદ્યાનમાં પધાર્યાં છે. તેમના દન અને દેશનાનો લાભ લેવા માટે અમે જઈ રહ્યા છીએ. આ વાત સાંભળીને મને ભાઈ આ ક્રોધથી ધમધમી ઉઠયા. હવે તેઓ પેાતાના જ્ઞાનના ઘમંડથી તે મુનિને કેવા શબ્દો કહેશે ને ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.