________________
ચારા વિકા ન હોય ! લેઢાનું કહું તો તે પણ બરાબર નથી. કારણ કે લેખંડને અગ્નિમાં નાંખવામાં આવે તો એ પણ પીગળી જાય છે. પથ્થરનું કહું તો તે પણ બરાબર નથી કારણ કે પથ્થર ઉપર બેબી પડા ધોવે છે તો પથ્થર પણ ઘસાઈ જાય છે. લાકડાનું કહું તો લાકડું અગ્નિમાં પડે ને બળી જાય છે. મારે તમને કેવા કહેવા? (હસાહસ) તમે આટલા બધાને જલાવી આવ્યા પણ હજુ તમને સમજાતું નથી. લખંડનો ટુકડે વૈજ્ઞાનિકના હાથમાં જાય તો સુંદર મશીનરી બનાવી દે, લાકડાનો ટુકડા સુથારના હાથમાં આવે તો તેનું સુંદર ફનીચર બને. અને પથ્થરનો ટુકડો શીલ્પીના હાથમાં આવે છે તેમાંથી સુંદર મૂર્તિ ઘડી દે પણ મારે તમને કેવા ઘડવા તે સમજાતું નથી. (હસાહસ).
ટૂંકમાં તમને એ વાત તો સમજાઈ ગઈ ને કે આત્મતત્વને પીછાણવા જેવું છે. દેહ અને આત્મા ભિન્ન છે. કર્મના સંગથી આત્માને દેહમાં રહેવું પડયું છે. આ બંધનની બેડી તોડવા, આત્માને દેહના સંગથી સદાને માટે મુક્ત કરવા તપ-ત્યાગ આદિ કરી છે. આ પર્યુષણ પર્વના દિવસોમાં ભાગ્યશાળી આત્માઓએ તપની આરાધના કરી છે. અત્યારે તપની આરાધના કરવાના જે ઉત્કૃષ્ટ ભાવ આવે છે તે પર્યુષણ પછી આટલા ભાવ નહિ આવે. આ દિવસોમાં દાન-શીયળ–તપ અને ભાવનાનાં પૂર વહે છે. જ્ઞાનદાન, અભયદાન વિગેરે દાનમાં વાપરવાનું મન આ દિવસમાં થાય છે. આ ચારમાંથી એકાદ દરવાજામાં તે તમે જરૂર પ્રવેશ કરે છે. જો એટલું પણ ન કરી શકો તે જીવનમાંથી કષાયોનો ત્યાગ કરજો.
એક શેઠ ખૂબ સદાચારી અને જૈન ધર્મના જાણકાર હતા. એમના જીવનમાં રોમેરેામે આત્મતત્વની ઝલક હતી. શેઠ દશ દશ તિથિના પૌષધ કરતા. રાત્રીભજનને સર્વથા ત્યાગ અને બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી હતી. એથી અધિક શેઠના જીવનમાં ગમે તેવા પ્રસંગમાં પણ ક્રોધ આવતો ન હતો. એ ક્ષમાના સાગર હતા. જ્યારે જ્યારે તેમને સમય મળે ત્યારે આત્મતત્વની ચિંતવનામાં મગ્ન રહેતાં. કેઈ જિજ્ઞાસુ વડે હોય તે શેઠની પાસે આત્મતત્વની ચર્ચા વિચારણા કરવા માટે આવતે. આવા પવિત્ર શેઠની ગામમાં ખૂબ પ્રશંસા થતી હતી. ગામની આસપાસના ગામડામાં પણ શેઠની ખ્યાતિ ખૂબ હતી.
એક વખત શેઠ બહારગામ ગયા. તે જ્યાં ગયા ત્યાં ઘણું જૈનોનાં ઘર હતાં. એક સબંધીને ત્યાં શેઠ ઉતર્યા. તે પણ જૈન હતા. ને આત્મતત્વની રૂચીવાળા હતા. એટલે બંને મિત્ર રેજ ભેગાં થઈને આધ્યાત્મિક વાતો કરતા હતા. જ્ઞાની આત્માને જ્ઞાની મળે, ધમડને ધમષ્ઠ મળે તે ખૂબ આનંદ આવે છે.
કલાકેન કલાક સુધી શેઠ ધર્મનું સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપ કેવું છે