________________
શારદા શિખર
ना दंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा ।
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खम्स निव्वाणं ॥३०॥ 'મેક્ષમાં જવા માટે સર્વપ્રથમ સમ્યગદર્શન જોઈશે. જીવ જ્યાં સુધી સમ્યગ્ગદર્શન પામતો નથી ત્યાં સુધી મેક્ષમાં જવાની લાયકાત તેનામાં આવતી નથી. દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર ગુણની પ્રાપ્તિ નથી, ચારિત્ર વિના મોક્ષ નથી અને મક્ષ વિના નિર્વાણ નથી. - જ્યારે જીવને મોક્ષની રૂચી જાગશે ત્યારે પર પદાર્થોની મમતા છૂટી જશે. મોક્ષની રૂચીવાળે જીવ સંસારમાં હોય તે તેને દરેક કામકાજમાં જોડાવું પડે પણ તેને પર દ્રવ્યમાં પ્રીતિ હેતી નથી. પણ જેને આત્માની ઓળખ નથી તે શ્રેષમાં રગદોળાય છે. ક્રોધ-માન-માયા-લોભ આદિ કષામાં જોડાઈને પિતાના આત્માને મલીન બનાવે છે. જેમ બહારથી ધૂળમાં રમી આવેલા છોકરાને તેની માતા નવરાવી સ્વચ્છ બનાવે છે તેમ આ પર્યુષણ પર્વ રૂપી માતા અનાદિકાળથી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષા અને વિષયમાં રગદોળાયેલાં મલીન આત્માને શુદ્ધ બનાવે છે. પણ આ મેહમાં પડેલા આત્માને શુધ્ધ બનવાની લગની લાગતી નથી. એણે પિતાનું ઘર હજુ જાણ્યું નથી. જેમ કહેવાય છે ને કે દીકરાની વહુ વડે તે ઘર ઉજજડ બનાવી મૂકે અને જે દીકરે વંઠે એટલે ખરાબ મિત્રોના સંગે ચઢીને દારૂ પીવે, પરસ્ત્રીગમન કરે, તે કરોડોની સંપત્તિને સાફ કરી નાંખે છે, દીકરા-વહુ જે કુસંગે ચઢી જશે તે આ ભવ પૂરતું નુકશાન કરશે. પણ જો આપણે ચેતનદેવ પરપુગલના સંગે ચઢીને મંહમદિરાનું પાન કરી વિષય કષાયના કીચડમાં પડી જશે તે ભવોભવ બગાડશે.
- જ્ઞાની પુરૂષ કહે છે કે જેણે આત્મતત્ત્વ એાળખું તેણે કંઈક ઓળખ્યું, જેણે આત્મતત્ત્વ આરાધ્યું તેણે કંઈક આરાધ્યું અને જેણે આત્મતત્તવ સાધ્યું તેણે કંઈક સાધ્યું.” તું મેટે વકીલ બન, લેખક કે પ્રોફેસર બન, ડોકટર કે સર્જન બન, ઈજનેર કે સોલીસીટર બન, ગમે તે ડીગ્રીધારી બની જાય, માટે વિદ્વાન કે વક્તા બની જાય પણ જ્યાં સુધી તને આત્મતત્વની પીછાણ નથી થઈ ત્યાં સુધીની બધી ડીગ્રીઓ નકામી છે. માટે વિચાર કરો કે
માનવજીવન પામીને જે જીવ આટલું ન જાણે તે તેને જન્મારો અફળ છે, આજે જીવને બધું જાણવાની જિજ્ઞાસા થાય છે પણ આત્મતત્વને જાણવાની જિજ્ઞાસા થતી નથી. વૈજ્ઞાનિક શોધળની પાછળ જીવ પાગલ બન્યો છે. પણ વિચાર કરો, આ બધી શોધખોળ સંહારક છે. એક બોમ્બ હજાર સંહાર કરે છે. આજે 'વિજ્ઞાને કેટલા વિનાશ સર્યા છે! જીવે આ બધું જાણ્યું પણ એક આત્માને નથી જા,