________________
૫૨
શારદા શિખર સંદેશ લઈને આપણે આંગણે આવ્યા છે. તે પડકાર કરીને કહે છે કે હે ચેતન ! હવે તું કયાં સુધી ઉંઘીશ? તે આત્માને જાગૃત કરતાં કહે છે કે,
આતમ જાગ ને હવે શાંતિ નહિ રે મળે
આ તે માયાના મિનારા એ તે તુટી રે જવાના વિભાવના વાયરે આ જીવડે અટવાયે, રાગ અને દ્વેષ થકી બહુ મૂંઝાયે, કર્મો લાગ્યા છે અપાર, દુઃખને આવે નહિ પાર
આ ચેતનદેવને સુમતિ અને કુમતિ નામની બે પત્ની છે. તેમાં સ્વરૂપમાં રમણતા કરવાવાળી સુમતિ નામની તેમની પત્ની કહે છે કે હે ચેતનરાજા ! ક્યાં સુધી પરના સંગી બનીને ફરશે? હવે સ્વઘરમાં આવે. તમારી પતની તમને આ રીતે કદી જગાડે છે? પિતે પરભાવમાં રમણતા કરતી હોય તે બીજાને ક્યાંથી જગાડે? (હસાહસ) મહાન પુરૂષ કહે છે કે આ સંસાર માયાજાળ છે. આ માયાજાળમાં જીવ આશાના મિનારા બાંધીને બેસી ગયો છે. પણ એને ખબર નથી કે આશાના મિનારા કાચી માટીના મિનારા જેવા છે. તેને તૂટતાં વાર નહિ લાગે. જ્યાં જુઓ ત્યાં સંસારના મોહમાં ફસાયેલા છે માયાના મિનારા બાંધી રહ્યા છે.
એક વખત એક શેઠે ઈજનેરને બેલા ને એક સુંદર બંગલે બાંધી આપવા કહ્યું. ઈજનેરે કહ્યું. રૂપિયા પાંચ લાખ જોઈશે. શેઠે કહ્યું. ભલે, હું તમને અત્યારે ત્રણ લાખ રૂપિયા આપી દઉં છું. બે લાખ રૂપિયા પછી આપીશ. શેઠે બંગલે બાંધવાનું કામ ઈજનેરને ઉધડું સોંપી દીધું. ઈજનેરે સુંદર બંગલો તૈયાર કરીને શેઠને જોવા આવવાનું કહ્યું. શેઠે જોઈ લીધું કે બંગલે તૈયાર છે. તેથી સારા દિવસ જેઈને કુંભ મૂકવાનું નક્કી કર્યું. બંગલામાં કુંભ મૂકવાના દિવસે શેકે ઇજનેરને બોલાવીને કહ્યું તમે બંગલે સુંદર બનાવ્યું છે. આપનું કામ જોઈને હું ખુશ થયો છું. અને મને હોશ આવી છે તેથી આ બંગલે આપને બક્ષીસ કરું છું મેં ત્રણ લાખ રૂપિયા આપને આપેલા છે ને હવે બંગલે દઈ દઉં છું. આ સાંભળી ઈજનેર રડવા લાગ્યો. આ બંગલે બક્ષીસ મળતો હોય તે રડવાનું શું પ્રયોજન? એમાં તમને કંઈ સમજાણું? એણે બંગલે બાંધવામાં કપટ કર્યું હતું. ત્રણ લાખ હાથમાં આવી ગયા એટલે સીમેન્ટ ઓછી અને રેતી વધુ વાપરી હતી. એને ખબર હેત કે આ બંગલો મને જ બક્ષીસ મળવાને છે તે આવું ન કરત.
સમજાયું ને ? કે મકાન મળવા છતાં દુખ થયું. તમને પણ આવું થાય ને? ક્યારે પણ તમને એવું દુઃખ થયું છે ખરું કે અરેરે....મને ભગવાન મળે તે સંદર અવસર મળે છે છતાં હું કંઈ પામી શકતો નથી ! પૈસા ગુમાવ્યા, આબરૂ ગુમાવી હોય કે સત્તાની ખુરશી ચાલી ગઈ હોય તો તમારી આંખમાંથી આંસુ પડે છે. અરે.