________________
४७५
વારત ઉપર કલકને દૂર કરી શકતા નથી. પણ હે પ્રભુ! આપ તે મનુષ્યલોકમાં રહેવા છતાં પણું દે, અસૂરો અને મનુષ્યના કલંકને દૂર કરે છે. હે ભગવંત! આપતો દીના ઉપકારી છે. આપ સૂક્ષમ વસ્તુઓના પ્રકાશક છે. મનુષ્યરૂપી કમળોને વિકસિત કરનાર છે. સંસારના બધા વિષયે પ્રત્યે ઉદાસીન છે. આપ અશરણ મનુષ્યને શરણ રૂપ છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનના સંશયને દૂર કરનાર છે. તે નાથ! શેષ નાગ હજારો છથી પણ આપના ગુણેનું વર્ણન કરવાને માટે અસમર્થ છે તે પછી હું એક જીભથી આપના ગુણોનું વર્ણન કેવી રીતે કરી શકું? હે પ્રભુ! આપનું દર્શન કરીને આજે હું ધન્ય બન્યો છું. મારા જેવા અહેભાગ્ય કે આ સમગ્ર વિશ્વમાં અત્યંત દુર્લભ એવા આપના મને દર્શન થયા. આપના દર્શનથી મારું જીવન સાર્થક થયું. - હે ભગવંત! આપના દર્શન પામ્યાને મને અપાર હર્ષ છે. વર્ષાઋતુમાં મેઘનાં દર્શન અને ગર્જનાએ જેમ મયૂરો નાચી ઉઠે છે, એમ હે પરમકૃપાળુ પ્રભુ! આપનાં દર્શન અને વાણીથી મારું હૈયું થનથન નાચે છે. કેમ કે આ જગતમાં આપનાથી વધીને જોવા લાયક કઈ ચીજ નથી, કેઈ વ્યક્તિ નથી. આપ તે અનન્ય કહીનુર હીરા જેવાં છે, તે મારા પ્રભુ! મારે આપને છોડીને બીજે કયાં ઠરવાનું હોય ? હે પરમાત્મા પ્રભુ! આ તું મને નાથ મન્ય, માર્ગદર્શક ઉધ્ધારક મળે. મારા ભાગ્યની અવધિ નથી. આજ તારા દર્શને મને જે અમાપ આનંદ થાય છે એની આગળ સ્વગય આનંદ પણ ફિક્કા છે. મારા અંતરાત્મામાં ઉગેલા કર્મોના ઝુંડ તારા દર્શનના અપાર આનંદથી સળગી સાફ થઈ જવાના. મોહની ઘોર નિદ્રામાં સૂતેલા અમને આજે તારા દર્શન જગાડીને જ્ઞાન અને વૈરાગ્યની નવચેતના આપી રહ્યું છે. પ્રભુ! કેટી કેટી વંદન તને. એક આશ્ચર્યજનક વાત છે કે આપ અનંત ગુણવાન અને જ્ઞાનવાન હોવા છતાં પણ આપ મારી સ્તુતિને સ્વીકાર કરી છે. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને વંદણા કરીને નારદજી વિનયપૂર્વક યોગ્ય સ્થાને બેસી ગયા.
પિતાનું વામન શરીર બચાવવા લીધેલ આશ્રય = ભગવાનની વાણીને વરસાદ વરસી રહ્યો છે. સાંભળતાં સૌનાં દિલ હરખાઈ રહ્યા છે. ત્યાં નારદજીને શું વિચાર આવ્યેસમવસરણ જિનવર દે દેશના રે, બૈઠે સુરનર ચક્રીધર રાય રે, સિંહાસન તલ બેઠે નારદમુનિ રે, દેખીને લોક અછંભે પાય રે યે હૈ કોણ જંતુ મનુષાકારકેરે, હાથ પર લે લે નિરખે લેગ રે....
સમવસરણમાં બેઠા પછી નારદજીના મનમાં વિચાર આવ્યું કે અહીંના મનુષ્યનું શરીર ૫૦૦ ધનુષ્ય પ્રમાણુ હોવા છતાં અત્યંત સુંદર છે. ને હું તે દશ