________________
શારદા પર સામાયિક કરવી જોઈએ. સામાયિક, પૌષધ, ઉપવાસ શા માટે છે? અંતઃકરણની શુધ્ધિ માટે. પણ જે ત્યાં સમજણ નહિ હોય તે મૂળ માર્ગને ચૂકી જશે. બકાલાના વહેપારીએ ઓરડાના ઓરડા ભર્યા હશે જ્યારે ઝવેરી પાસે હીરાનું એક પડીકું હશે, તો બંનેમાં કામ કણ કાઢશે? ઝવેરી. હીરાથી જે નાણાં ઉપજશે તે બકાલાથી નહિ ઉપજે. તેમ સમજણપૂર્વકની કરણી ભવબંધન તોડી નાંખશે પણ અણસમજની ઘણી ક્રિયા હોવા છતાં ભવબંધનના ફેરા નહિ ટળે.
દેવાનુપ્રિય! આ પર્યુષણ પર્વમાં દાન–શીયળ–તપ અને ભાવના એ ચાર બેલની આરાધના કરવાની છે. ગઈ કાલે આપણે દાન અને શીયળ વિષે વાત કરી હતી. આજે તપ વિષે વિચારીએ. તપ કોને કહેવાય? નિજ મનાતો નિંયમનુષ્ઠાન તા: પાંચ ઈન્દ્રિઓ અને મનને વશમાં કરવું. અથવા તો વધતી વાસનાઓને રોકવી તે તપ છે. આ મહાન તપ કરીને મહાનપુરૂષએ કર્મના ચૂરેચૂરા કર્યા છે. આપણે પણ તપ દ્વારા કર્મના ભૂકા કરવા છે. દરેક ધર્મમાં તપની મહત્તા બતાવી છે. જે મહાભારતમાં પણ કહ્યું છે કે, વેપનિષત્ સત્ત્વ, સત્યનિષ મા
दमस्योपनिषद् दान, दानस्योपनिषत् तपः ॥
વેદને સાર સત્યવચન છે. સત્યને સાર ઈન્દ્રિઓનું દમન છે, સંયમને સાર દાન છે અને દાનને સાર તપશ્ચર્યા છે, માટે દરેક જીવે તપશ્ચર્યા અવશ્યમેવ કરવી જોઈએ. તપ વિના આત્માની શુધિ થવાની નથી. આટલા માટે ભગવંતે શાસ્ત્રમાં કહ્યું છે ને કે “જ્ઞામિડના તવ સંમ્બિ તપ અને સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. કારણકે તપશ્ચર્યા કરવાથી આ જીવને શું લાભ થાય છે તે જાણે છે ? “વૈr fસુન્નર તપશ્ચર્યાથી આત્મા પવિત્ર અને મેલરહિત બને છે. અને
મોરી સવિઘ વર્ષ, તવા નિષ્કારિક
આ જીવે અનંત કાળથી ભવમાં ભમતાં ઘણાં કર્મો બાંધ્યા છે. તે કોડે ભવના સંચિત કરેલાં કર્મો તપ દ્વારા જીર્ણ થઈને આત્મા ઉપરથી ખરી જાય છે. વનપાલક એકદમ જ્યારે ગીચ ઝાડીવાળા જંગલને નાશ કરવા વિચાર કરે છે ત્યારે દાવાનળ સિવાય બીજા કેઈ શસ્ત્રથી કરી શકતો નથી. વિસ્તાર પામેલા દાવાનળને બૂઝવવા માટે વરસાદ સિવાય બીજુ શસ્ત્ર નથી. વરસાદથી ઘેરાયેલાં વાદળાને વિખેરવા માટે પવન સિવાય બીજું શસ્ત્ર નથી. જેમ વનને બાળવા અનિ, અગ્નિને શમાવવા વરસાદ અને વાદળને વિખેરવા પવનની જરૂર છે તેમ કર્મ સમુહને વિખેરવા માટે તપશ્ચર્યા વિના બીજું કંઈ ઉત્તમ સાધન નથી. તપ વાહવાહ માટે ના હવે જોઈએ પણ આત્માની સમજણપૂર્વકને હવે જોઈએ.