________________
-
બા
શારદા શિખર
૪૯૭ રહીશ મા ચાલ, તારે લાલ બતાવું. આ સાંભળતાં મા-દીકરી એના પગમાં પડીને કહે હે ભાઈ! તું મારા લાલને બતાવે છે? બેલ બોલ. ક્યાં છે મારે લાલ? આ દય જોઈ દયાળુનું હૃદય પીગળી ગયું. અરેરે... આ મા-દીકરીનું શું થશે ? આ કેમ જીવશે ? હિંમત કરીને ત્યાં લઈ ગયા. દીકરાને જોતાં મા-દીકરીએ પછાડ ખાધી. અરે ભાઈ! તને આ શું થયું? ડોકટર સાહેબ! મારા દીકરાને શું થયું છે? તે કેમ બોલતે નથી? મારી સામું જતું નથી ? એને કેમ આટલી મોટી પાઘડી બાંધી છે? આમ બોલતી ને ઝૂરતી માતા દીકરાની કેટે બાઝી પડી.
હવે બીજી બાજુ શેઠ છોકરાની રાહ જુવે છે. અરે, હજુ કેમ ન આવે? એનું શું થયું હશે? શું કરે સાચું કે ખેટે? અરે, ઠગ તે નહીં હોય ને ? આમ વિચાર કરતાં શેઠે અડધો કલાક રાહ જોઈ અને છોકરો ન આવે ત્યારે શેઠ એની શોધમાં નીકળ્યા. લોકમાં પૃચ્છા કરતાં ખબર પડી કે છોકરાનું આવું થયું છે. શેઠ દેડતાં દવાખાને જઈ રહ્યા છે. દેવાનુપ્રિયે! શેઠમાં કેટલી કરૂણતા ! કેટલી માનવતા ! પિતાના બધા કાર્યક્રમ છેડી દુઃખીની વહારે દુઃખીનો ભગવાન પહોંચી જાય છે.
ત્યાં છોકરે ચેડી શુધિમાં આવતાં ગલ્લાતલ્લા ભાષામાં બોલે છે. એ મારી વહાલી બહેન! ભગવાન તુલ્ય દયાળુ શેઠ સ્કુલના કંપાઉન્ડમાં વડલા નીચે ઉભા છે. ત્યાં જઈ તેમની ૧૦૦૦ રૂપિયાની નોટ તું પહોંચાડી દે. ઓ મારી માડી ! * આ દેહ પર ઓઢાડવા કફન નહિ રહે તેની પરવા નથી.
આ દેહને જલાવવા કાષ્ટ નહિ મળે તેની પરવા નથી. આ દેહને દફનાવજો પણ શેઠને નેટ પહોંચાડજો.
ભાઈના શબ્દો સાંભળી બહેન રડી રહી છે. ત્યાં શેઠ આવી ચઢયા, છોકરે ઓળખી ગયે. બહેન ! આ બાપુજી આવ્યા. શેઠના હાથમાં નેટ આપે છે ત્યાં શેઠનું હદય એકદમ પીગળી જાય છે ને બાળકને બાઝી પડે છે. એ મારા વહાલા બેટા ! તને શું થયું ? તારે એકસીડન્ટ કેવી રીતે થયો ? આમ કરતાં શેઠ પણ પ્રસ્કે પ્રસ્કે રડી રહ્યા છે. અરેરે.આ ફૂલ સમે બાળક શું, કરમાઈ જશે ? આમ જ્યાં શેઠ હદયમાં વિચારે છે ત્યાં બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રાણ વિનાને દેહ જોતાં મા-દીકરી તે જાણે વીજળી તૂટી પડે તેમ ધરતી ઉપર ઢળી પડયા, અરેરે.... ભગવાન! તે આ શું કર્યું ? તે મારે લાલ લઈ લીધે? ટૂંકમાં મા-દીકરીનું કરૂણ કરંદન જોઈ દવાખાનાના દરેક માનવીના હૃદય પીગળી ગયા. અહા ! આ દુઃખીયારી મા-દીકરી હિંમત હારીને આ ધરતી ઉપર પડી ગયા છે. સૌ તેમને સહકાર આપવા તૈયાર થયા. પણ કેઈને સહકાર નહિ સ્વીકારતા કાળા કલ્પાંત સહિત બાળકને અગ્નિસંસ્કાર કર્યો, ફૂલ ગયું પણ ફેરમ રહી ગઈ. તે બાળકનું સ્મરણ કરતાં