________________
શારદા ખિર ઉત્પન્ન થઈ છે કે જે તે કોઈ મનુષ્ય ઉપર દષ્ટિ કરે છે તેનું શરીર વજા સમાન બની જાય છે. માટે તમે તમારી માતા સામે નિર્વસ્ત્ર થઈને ઉભા રહે અને માતા ગાંધારી આંખેથી પાટો ખેલીને તમારા આખા શરીર ઉપર દષ્ટિ ફેરવે તે તમારું શરીર વજી જેવું થઈ જાય. પછી પાંચ તો શું પચાસ પાંડ તમને હરાવવા મથશે તે પણ તેઓ હરાવી શકશે નહિ. કઈ પણ શસ્ત્ર તમને લાગશે નહિ. આ વાત સાંભળી દુર્યોધનના આનંદનો પાર ન રહ્યો. તે ત્યાંથી રવાના થઈને પિતાને ઘેર જવા નીકળે.
શ્રીકૃષ્ણ પાંડવોને મળવા જતાં હતાં ત્યાં દુર્યોધન સામો મળ્યો. એને હસતો ચહેરો જોઈને કૃષ્ણજી કહે છે. દુર્યોધન ! આજે તારા મુખ ઉપર અતિ આનંદ દેખાય છે તેનું કારણ શું? દુર્યોધન કહે-આપે પાંડવોને પક્ષ લીધે છે. અમારે પક્ષ નથી લીધે માટે આપના જેવા માયા કપટીને વાત નહિ કરું. આનંદનું કારણ આજે નહિ પણ કાલે યુધ્ધભૂમિ ઉપર બતાવીશ. ભાઈ! હું કેઈને પક્ષ લેતો નથી. પણ મને જ્યાં ન્યાય દેખાય એનો પક્ષ લઉં છું. શ્રીકૃષ્ણને ખૂબ કહેવાથી દુર્યોધને પિતાના વિજય માટે ધર્મરાજાએ બતાવેલા ઉપાયની વાત કરી.
આ સાંભળી કૃષ્ણ વિચાર કર્યો કે ભીમે પ્રતિજ્ઞા કરી છે કે દુર્યોધનની જાંગ ચીરું તો જ હું ભીમ ખરે. અને જો આવું બનશે તો ભીમની પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી થશે? શ્રીકૃષ્ણ તો હતા મહાન બખડજંતર. તેથી કહે છે, ધર્મરાજાએ સલાહ તે સાચી આપી છે પણ મારી એક સલાહ માનીશ ? ગાંધારી તમારી માતા છે તેથી શું થયું? તમે હવે બાળક તો નથી ને ? આટલા મોટા થઈને શું તમે તમારી માતાની પાસે નિર્વસ્ત્ર જશે ? શિશુ અવસ્થામાં રમવું, આનંદ પ્રમોદ કરે એ શરમજનક નથી. પરંતુ આજે તારું શરીર પહાડ જેવું છે. ત્યારે એની સામે નિર્વસ્ત્ર ઉભા રહેવાથી માતાનું ગૌરવ કેમ જળવાય? શું તને લજજા નથી આવતી? માતાનું ગૌરવ જાળવવું એ પુત્રનો ધર્મ છે. માટે ઓછામાં ઓછો એક ચડ્ડી પહેરીને માતાની સામે ઉભા રહેવામાં શું વાંધો છે?
કૃષ્ણજીની આ વાત સાંભળીને દુર્યોધન લજજત થઈ ગયે. ઘેર જઈને માતા પાસે બધી વાત કરી. માતાના પ્રેમનું તો પૂછવું શું ? દરેક માતા હંમેશા પોતાના પુત્રનું હિત ઈચ્છે છે. ગાંધારી પણ એ ઈચ્છતી હતી કે પિતાના પુત્રનું યુદ્ધમાં મૃત્યુ ન થાય, અને તે યુદ્ધમાં વિજયી બને તેથી તેણે કહ્યું. તું તારા શરીર ઉપરથી વસ્ત્ર ઉતારીને મારી સામે આવ. હું તારા પર દષ્ટિ ફેંકીને તને વા સમાન બનાવી દઈશ. દુર્યોધન ચડ્ડી પહેરીને માતા સામે ઉભે રહ્યો. પુત્ર આવેલે જાણીને માતાએ પ્રેમથી આંખેથી પાટે દૂર કર્યો. ને પુત્ર સામે દષ્ટિ કરી. તેથી દુર્યોધનનું સંપૂર્ણ