________________
દ્વારા શિખર નથી. આવું સમજીને પણ સંસારના મોહથી પાછા વળી આત્મા તરફ વળે. બીજું ન કરી શકે તે બ્રહ્મચર્ય વ્રતમાં આવે. તરુ ઘા ઉત્તમ વંમાં ” સર્વ તપમાં બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ તપ છે. બ્રહ્મચર્યએ શ્રેષ્ઠ તીર્થ છે. બ્રહ્મચર્યને એક ગુણ ઘણાં ગુણને ખેંચી લાવે છે. આવું મહાનત્રત વીરલ આત્માઓ ધારણ કરી શકે છે. માટે આવા પવિત્ર દિવસોમાં મા ખમણ તપ ન કરી શકે તે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લો. તપ કરવામાં શારીરિક શક્તિ જોઈએ. દાન કરવામાં પૈસા જોઈ એ પણ શીયળ પાળવામાં પૈસા કે શકિતની જરૂર પડતી નથી. બ્રહ્મચર્ય પાળવામાં માનસિક શક્તિની જરૂર છે. પ્રીનવ્યાકરણ સૂત્રમાં ભગવંતે બ્રહ્મચર્ય વ્રતને કેવી સુંદર ઉપમાઓ આપી છે.
तं बंभ भगवंते गहगण गक्खत्त तारागणं जहा उडुवइ, मणिमुत्तं सिलप्पवाल रत्तरथणागराणं य जहा समुद्दो वेरुलिओ चेव जहा मणिणं जहा मउडो चेव भृसणाणं वत्थाणं चेव खोम जुयलं, अरविन्द चेव पुष्फ जेहें, गोसीसं चेव चंदणाणं, हिमवं चेव ओसहीणं, सीतोदा चेव निन्नगाणं, उदही सुजहा सयंभूरमणो, एरावण इव कुंजराणं कप्पाणं चेव बंभलोए, दाणाणं चेव अभयदाणं, तित्थयरे चेव जहा मुणीणं. वणेसु जहा नन्दणवणं पवरं ।
બ્રહ્મચર્ય એ ભગવાન છે. તે ગ્રહ-નક્ષત્ર અને તારામાં ચંદ્ર સમાન છે. જેમ સમુદ્રમાં ચંદ્રકાંત મણી, મોતી, પ્રવાલ, પદ્મરાગ આદિ ઉત્પન થાય છે, તેમ બ્રહાચર્ય વ્રતના પાલનથી બીજાં અનેક ગુણે ઉત્પન્ન થાય છે. એટલે બ્રહ્મચર્ય વ્રત સમુદ્ર સમાન છે. જેમ બધા મણીઓમાં વૈડૂર્યમણ, આભૂષણેમાં મુગટ, વસ્ત્રોમાં યુગલ વસ્ત્રો, પુષ્પમાં અરવિંદ કમળનું પુષ્પ, સર્વ ચંદનમાં ગોશીષચંદન ઔષધિયુકત પર્વતમાં મેરૂપર્વત શ્રેષ્ઠ છે, સર્વ નદીઓમાં સીતાદા નદી મોટી છે. સર્વ સમુદ્રોમાં સ્વંયભૂરમણસમુદ્ર, હાથીઓમાં ઐરાવત હાથી, દેવલેકમાં પાંચમું બ્રહ્મદેવલોક, દાનમાં અભયદાન, મુનિઓમાં તીર્થકર ભગવંત અને સર્વ વનમાં નંદનવન જેમ શ્રેષ્ઠ છે તેવી રીતે સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત શ્રેષ્ઠ છે.
શાકાર બ્રહ્મચર્યનો મહિમા અપૂર્વ સમજાવે છે. બધા ધર્મોમાં બ્રહ્મચર્યને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. બ્રહ્મચર્યમાં એવી તાકાત છે કે દેવ પણ તેને તમસકાર કરે છે. વધુ શું કહું ? અખંડ બ્રહ્મચારીમાં બ્રહ્માંડને હલાવી દેવાની શકિત છે. બ્રહ્મચારીમાં જે તાકાત છે તેવી તાકાત બીજા કેઈમાં નથી. જીવનને તેજસ્વી બનાવવા માટે બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ સાધન છે. આજના માનવીઓ શરીરને સારુ બનાવવા ને શક્તિ માટે જુદી જુદી વિટામીનની ગેળીઓ ખાય છે. પણ જો તમારે