________________
૪૮૨
શારદા શિખર નાથ ! આજે એકાએક એફીસેથી પાછા કેમ આવ્યા? તમને શું થયું છે? મેં તમારી આંખમાં ક્યારે પણ આંસુ જોયા નથી ને આજે એકાએક આ શું થયું છે? શું તમારું કેઈએ અપમાન કર્યું ? વહેપારમાં ખેટ ગઈ કે ભાગીદારે દગો દીધે? શું બન્યું છે? તે આપ જલદી બેલો. જ્યાં તમારી આંખમાં આંસુ પડે છે ત્યાં મારા લેહીનાં ટીપાં પડે છે. હું મારા પતિને રડતા નહિ જોઈ શકું. શેઠાણીનો પિતાના પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ જોઈને શેઠ એકદમ ધ્રુસકે ધ્રુસકે રડી શેઠાણના કેટે બાઝી પડયા. અરેરે....તારો ચાંલ્લો ને ચુડો નાશ થવાનો પ્રસંગ આવી રહ્યો છે. મારું સાત વારમાંથી એક વારે મૃત્યુ થવાનું છે.
શેઠાણ આ શબ્દો સાંભળીને ધ્રુજી ઉઠયા. અરે શેઠ! તમને આવું કેણે કહ્યું? કહેનારની જીભ કપાઈ જાવ. મારા નાથને ઉનો વા પણ ન વાય. રડતે આંસુએ શેઠાણી બેલ્યા-તમારા મૃત્યુનું નિમિત્ત શું છે ? મારા ઉપર અકસ્માત વીજળી પડશે તેમ મને જ્યોતિષીએ કહ્યું છે. અરે, જોતિષીનું શું સાચું પડવાનું છે? ગભરાવાની કેાઈ જરૂર નથી, સાત વારના સાત દિવસો કાલે પસાર થઈ જશે ને તમારી આફતના વાદળા ઉતરી જશે. હિંમત ન હારો. ઉકે, ઉભા થાવ. ઓફીસે જાવ. હિંમત આપીને શેઠને ઉભા કરી ઓફીસે મોકલ્યા. પણ ચારે બાજુ વાત ફેલાઈ જવાથી ઓફીસે પગ મૂકતાં કેશીયરથી માંડીને નોકર સુધીના બધા માણસો શેઠને જેઈને નીચે ઉતરી ગયા. શેઠ આશ્ચર્ય પામ્યા. વહાલા મારા મિત્રો! તમે બધા આમ કેમ કરો છો ? સાહેબ ! મૃત્યુનો ડર બધાને છે. શેઠ વાત સમજી ગયા. તે દુકાનેથી પાછા ગયા. શેઠાણું પણ વિચાર કરતી થઈ ગઈ કે જે આમ જ હોય તે એક દિવસ અમારો પણ વારો આવી જાય ને ? એક દિવસ અગાઉ શેઠાણું પણ શેઠના ચરણમાં પડી આંસુ સારતી બેલી. નાથ ! તમારો વિરહ એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી. પણ ન છૂટકે બાળકોના રક્ષણ ખાતર આજ મારા પિયર જાઉં છું. આ૫નું વિદન દૂર થતાં આવીશ. આ શબ્દ સાંભળતાં શેઠ તે ઢગલો થઈને પડી ગયા. શેઠાણ તે કાંઈ પણ જોવા ન રહેતાં બે બાળકને લઈને શેઠ મૂછગત હેવાથી અમુક મિલ્કત લઈને રવાના થઈ ગયા.
તાજનો, તમને અહીં સમજાય છે ને કે આ તમારો સંસાર ! તમને તે સાકર જે લાગે છે ને ? પણ આ શેઠને હવે કે લાગ્યો હશે ? (શ્રોતામાંથી અવાજ કરીયાતા જેવો) જે જે હોં બેલે છે તે ધ્યાન રાખજો. આ કરીયાત પીવાનો વખત તમને ન આવી જાય ! સંસારમાં રહેવા છતાં જેટલાં તમે અલિપ્ત રહેશે, ઉદાસીન ભાવે રહેશે તેટલે તમને આ દાવાનળ એ છે જલાવશે. સંસારમાં રહેવા છતાં પણ જેને રહેતા નથી આવડતું તે રાત-દિવસ મેહ રૂપી દાવાનળમાં